શું બચી શકશે કમલનાથ સરકાર, સોનિયા ગાંધીએ આ સીનિયર નેતાઓને આપી જવાબદારી

કોંગ્રેસ (Congress)ના કદાવર નેતાઓમાંથી એક જ્યોતિરાદિત્ય સિંધિંયા (Jyotiraditya Scindia)અને તેમની સાથે મધ્યપ્રદેશ કોંગ્રેસના 22 ધારાસભ્યોએ મંગળવારે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધા બાદ મધ્ય પ્રદેશની કમલનાથ સરકાર પર સંકટ વધુ ગાઢ બન્યું છે. એવામાં કોંગ્રેસની વચવાળાની અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીના સીનિયર નેતાઓને સરકાર બચાવવાની કમાન સોંપી છે. 

Updated By: Mar 11, 2020, 08:13 AM IST
શું બચી શકશે કમલનાથ સરકાર, સોનિયા ગાંધીએ આ સીનિયર નેતાઓને આપી જવાબદારી

નવી દિલ્હી: કોંગ્રેસ (Congress)ના કદાવર નેતાઓમાંથી એક જ્યોતિરાદિત્ય સિંધિંયા (Jyotiraditya Scindia)અને તેમની સાથે મધ્યપ્રદેશ કોંગ્રેસના 22 ધારાસભ્યોએ મંગળવારે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધા બાદ મધ્ય પ્રદેશની કમલનાથ સરકાર પર સંકટ વધુ ગાઢ બન્યું છે. એવામાં કોંગ્રેસની વચવાળાની અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીના સીનિયર નેતાઓને સરકાર બચાવવાની કમાન સોંપી છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ કેન્દ્રીય મંત્રી મુકુલ વાસનિક, ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત, મધ્ય પ્રદેશ કોંગ્રેસ યૂનિટના ઇન્ચાર્જ દીપક બાબરીયાને પાર્ટી ધારાસભ્યો સાથે વાત કરવા માટે ભોપાલ મોકલ્યા છે. આ ઉપરાંત આ નેતાઓ પર એ પણ જવાબદારી છે કે તે મધ્યસ્તતા કરીને કમલનાથ સરકારને બચાવે. 

તમને જણાવી દઇએ કે મંગળવારે સોનિયા ગાંધીએ કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ કે સી વેણુગોપાલ, હરીશ રાવત અને ઘણા સીનિયર નેતાઓ સાથે મીટિંગ કરી. તો બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય આજે સવારે ભોપાલથી જયપુર રવાના થશે. 

આ ઉપરાંત કોંગ્રેસના સજ્જન સિંહ વર્મા અને ગોવિંદ સિંહને બેંગલુરૂમાં રોકાયેલા રાજીનામું આપી ચૂકેલા ધારાસભ્યો સાથે વાત કરવા માટે મોકલ્યા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કોંગ્રેસના મોટા નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહએ ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે મંગળવારે કહ્યું કે ચિંતા કરવાની કોઇ જરૂર નથી. વિધાનસભામાં અમે બહુમત સાબિત કરીશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube