Sushant Suicide Case: બિહાર DGP ગુપ્તેશ્વર પાંડે અને CM નિતીશ કુમારનું મોટું નિવેદન
લાંબા સમયથી સુશાંતનો પરિવાર અને તેમના ફેન્સ સીબીઆઇ તપાસની માંગ કરી રહ્યા હતા. પરંતુ મહારાષ્ટ્રસ સરકાર તેના માટે તૈયાર નથી. સુશાંતના પરિવારે કેસને તપાસ માટે પટનામાં એફઆઇઆર નોંધાવી હતી.
Trending Photos
મુંબઇ: આજે સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મર્ડર કેસની તપાસ સીબીઆઇ (CBI)ને સોંપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતાં બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ કહ્યું કે આજે સચ્ચાઇની જીત થઇ છે. 130 કરૉડ ભારતીયોનું સુપ્રીમ કોર્ટ પર પહેલાં કરતાં વધુ વિશ્વાસ વધી ગયો છે.
ડીજીપી ગુપ્તેશ્વર પાંડે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ખુશ જોવા મળ્યા. તેમણે કહ્યું કે લાંબા સમયથી સુશાંતનો પરિવાર અને તેમના ફેન્સ સીબીઆઇ તપાસની માંગ કરી રહ્યા હતા. પરંતુ મહારાષ્ટ્રસ સરકાર તેના માટે તૈયાર નથી. સુશાંતના પરિવારે કેસને તપાસ માટે પટનામાં એફઆઇઆર નોંધાવી હતી. ત્યારબાદ બિહાર પોલીસની ટીમ તપાસ મટે મુંબઇ પહોંચી પરંતુ તેને મુંબઇ પોલીસનો સહયોગ મળ્યો નહી. પછી કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો.
ડીજીપીએ મુંબઇ પોલીસના વલણ પર કહ્યું કે 'અમને તપાસ કરવા દેવામાં આવતી ન હતી. અમે જ્યારે અમારા આઓપીએસ અધિકારીને તપાસ માટે મુંબઇ મોકલ્યા તો રાત્રે 12 વાગ્યા સુધી એક કેદીની માફક તેમને કોરોન્ટાઇન કરી દેવામાં આવ્યા. તેથી લાગી રહ્યું હતું કે કંઇક ને કંઇક ગરબડ છે. બિહાર પોલીસ યોગ્ય કામ કરી રહી હતી. માનનીય સર્વોચ્ચ ન્યાયાલયે તેના પર મહોર લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે બિહાર પોલીસની એફઆઇઆરને યોગ્ય ગણાવી છે અને કેસની તપાસનો અધિકાર સીબીઆઇને સોંપી દીધો છે.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે બિહાર પોલીસને એફઆઇઆર દાખલ કરવાનો અધિકાર હતો. પટનામાં દાખલ થયેલી એફઆઇઆર યોગ્ય હતી. મુંબઇ પોલીસે સુશાંતની મોતને લઇને દુર્ઘટની અંત સુધી તપાસ કરી જ્યારે બિહાર પોલીસે તમામ પાસાઓને લઇને એફઆઇઆર દાખલ કરી હતી. બિહાર સરકારને સીબીઆઇ તપાસ ભલામણ કરવાનો અધિકાર હતો.
નીતીશ કુમારે કહ્યું- હવે પરિવારને ન્યાય મળશે
એક્ટર સુશાંત સિંહ કેસમાં સીબીઆઇ તપાસ પર સુપ્રીમ કોર્ટે મોહર લગાવી દીધી છે. તેના પર બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે ચૂકાદા બાદ સ્પષ્ટ થઇ ગયું છે કે બિહાર સરકારની પ્રક્રિયા યોગ્ય હતી. હવે મને વિશ્વાસ છે કે સુશાંત અને તેમના પરિવારને ન્યાય મળશે.
સીએમ નીતીશ કુમારે કહ્યું કે અમારી સરકારે જે પણ કામ કર્યું, તે કાયદાકીય હતું, સુશાંતને ન્યાય અપાવવા માટે કાર્યવાહી કરવામાં આવી. હવે મને વિશ્વાસ છે કે સીબીઆઇ જ યોગ્ય રીતે તપાસ કરશે અને ન્યાય અપાવશે. ન્યાયની આશા ફક્ત પરિવાર અથવા બિહારને નહી, આખા દેશની જનતાને છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે