એશિયાની ટોપ-100 શૈક્ષણિક સંસ્થાઓની યાદી જાહેર, જાણો ભારતની સંસ્થાઓનું રેન્કિંગ

બેંગલુરુ ખાતે આવેલી ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સને ભારતની તમામ સંસ્થાઓમાં શ્રેષ્ઠ સ્થાન મળ્યું છે, NIRF રેન્કિંગમાં આ સંસ્થા બીજા સ્થાને છે 
 

એશિયાની ટોપ-100 શૈક્ષણિક સંસ્થાઓની યાદી જાહેર, જાણો ભારતની સંસ્થાઓનું રેન્કિંગ

નવી દિલ્હીઃ થોડા દિવસો પહેલા માનવ સંસાધન વિકાસ મંત્રાલય તરફથી NIRF (નેશનલ ઈન્સ્ટિટ્યુટ રેન્કિંગ ફ્રેમવર્ક)-2019ના રોજ જાહેરાત થઈ હતી. આ રેન્કિંગમાં IIT ચેન્નઈ પ્રથમ સ્થાને, IISC બેંગલુરુ બીજા સ્થાને અને IIT દિલ્હી ત્રીજા સ્થાને આવી હતી. હવે, ગુરૂવારે લંડનમાં એશિયન યુનિવર્સિટી રેન્કિંગની જાહેરાત કરાઈ છે. ભારતની કુલ 49 શૈક્ષણિક સંસ્થાઓને આ યાદીમાં સ્થાન મળ્યું છે. 

ભારતની સર્વોચ્ચ સંસ્થાઓમાં સૌથી સારું રેન્કિંગ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ, બેંગલુરુને મળ્યું છે. આ યાદીમાં IISC, બેંગલુરુને 29મું સ્થાન મળ્યું છે. ગયા વર્ષે એશિયન યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતની 42 સંસ્થાઓએ સ્થાન હાંસલ કર્યું હતું. શૈક્ષણિક સંસ્થાઓની બાબતે ભારત ત્રીજા ક્રમે છે. ભારતથી આગળ ચીન અને જાપાન છે. 

એશિયન યુનિવર્સિટી રેન્કિંગમાં પ્રથમ સ્થાને ચીનની Tsinghua University આવી છે અને બીજા ક્રમે નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોર છે. 

ટોપ-100માં ભારતની સંસ્થાઓનું રેન્કિંગ

સંસ્થાનું નામ ક્રમ
ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સિસ, બેંગલુરુ 29
IIT, ઈન્દોર 50
IIT, રૂડકી 54
IIT, બોમ્બે 54
JSS એકેડમી ઓફ હાયર એજ્યુકેશન એન્ડ રિસર્ચ 62
IIT, ખડગપુર 76
IIT, કાનપુર 82
IIT, દિલ્હી 91

 

417 યુનિવર્સિટીને અપાયું રેન્કિંગ
ચાલુ વર્ષે આ રેન્કિંગમાં 417 યુનિવર્સિટીનો સમાવેશ કરાયો છે. ગયા વર્ષે 359 યુનિવર્સિટીનો સમાવેશ કરાયો હતો. કુલ 27 દેશની શૈક્ષણિક સંસ્થાઓને રેન્કિંગ આપવામાં આવે છે. આ યાદીમાં જાપાનની સૌથી વધુ 103 સંસ્થાઓનો સમાવેશ થયો છે. ટોપ-200 સુધીની સંસ્થાઓને રેન્કિંગ આપવામાં આવે છે. ત્યાર પછી સંસ્થાઓને આલ્ફાબેટના આધારે બેન્ડ પ્રમાણે રેન્ક આપવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news