J&K: શોપિયામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ, 2 ટેરરિસ્ટનો ખાતમો
Trending Photos
શોપિયા: જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં ભારતીય સેના અને આતંકીઓ વચ્ચે મોડી રાતથી અથડામણ ચાલુ છે. બંને તરફથી જબરદસ્ત ફાયરિંગ થઈ રહ્યું છે. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે આ અથડામણમાં અત્યાર સુધી 2 આતંકીઓ માર્યા ગયા છે. હજુ પણ બે આતંકીઓ છૂપાયેલા હોઈ શકે છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે કેટલાક આતંકીઓની હાજરી અંગે ઈનપુટ મળ્યા બાદ ઓપરેશન શરૂ કરાયું હતું.
અત્રે જણાવવાનું કે મંગળવારે દક્ષિણ કાશ્મીરમાં શોપિયા જિલ્લાના મેલ્હોરા ગામમાં 2-3 આતંકીઓ છૂપાયેલા હોવાની સૂચના મળી હતી. ત્યારબાદ સેનાની 55 આરઆર, એસઓજી, જમ્મુ અને કાશ્મીર પોલીસ તથા સીઆરપીએફની સંયુક્ત ટીમે મંગળવારે મોડી સાંજે મેલ્હોરા ગામમાં ઘેરાબંધી કરી હતી.
જુઓ LIVE TV
નોંધનીય છે કે અથડામણ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ કરીને ઘેરો તોડવાની કોશિશ કરી હતી પરંતુ સંયુક્ત રીમે તેનો જવાબ આપતા તેમને ઘેરામાંથી છટકવા દીધા નહતાં. આ દરમિયાન વિસ્તારમાં વધુ સંખ્યામાં સુરક્ષાદળોને પણ લાવવામાં આવ્યાં અને ઘેરો વધુ ચુસ્ત કરાયો. આતંકીઓ અંધારાનો ફાયદો ઉઠાવીને છટકવાની કોશિશ ન કરે તે માટે સુરક્ષાદળોએ અથડામણ સ્થળે લાઈટો પણ લગાવી દીધી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે