UPમાં ઘૂસ્યા ISISના બે આતંકીઓ, નેપાળ સરહદ સાથે જોડાયેલા જિલ્લાઓમાં હાઈ એલર્ટ

દક્ષિણ ભારતીય રાજ્યોમાં સક્રિય રહેલા બે આતંકીઓ ઉત્તર પ્રદેશમાં ઘૂસ્યા હોવાની જાણકારી ગુપ્તચર એજન્સીઓને મળી છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓનું માનીએ તો આ આતંકીઓ ઉત્તર પ્રદેશના નેપાળ સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં હોઈ શકે છે. 

UPમાં ઘૂસ્યા ISISના બે આતંકીઓ, નેપાળ સરહદ સાથે જોડાયેલા જિલ્લાઓમાં હાઈ એલર્ટ

લોમસ ઝા/બસ્તી: દક્ષિણ ભારતીય રાજ્યોમાં સક્રિય રહેલા બે આતંકીઓ ઉત્તર પ્રદેશમાં ઘૂસ્યા હોવાની જાણકારી ગુપ્તચર એજન્સીઓને મળી છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓનું માનીએ તો આ આતંકીઓ ઉત્તર પ્રદેશના નેપાળ સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં હોઈ શકે છે. ગુપ્તચર એજન્સીઓએ કહ્યું કે આતંકીઓ ભારતીય સરહદ પાર કરીને નેપાળમા ઘૂસવાની  ફિરાકમાં છે. સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને આતંકીઓની શોધ ચાલુ છે. નેપાળ સરહદને અડીને આવેલા જિલ્લાઓ જેમ કે ગોરખપુર, સિદ્ધાર્થનગર, કુશીનગર અને મહારાજગંજ વગેરેમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. 

ઈન્ટેલિજન્સ એજન્સીઓએ જણાવ્યું કે છેલ્લે આ બંને આતંકીઓ પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં જોવા મળ્યા હતાં. તેમની ઓળખ ખ્વાજા મોઈનુદ્દીન અને અબ્દુલ સમદ તરીકે થઈ હતી. મોઈનુદ્દીનને સપ્ટેમ્બર 2017માં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ ચેન્નાઈથી પકડ્યો હતો. ખ્વાજા મોઈનુદ્દીન આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન આઈએસઆઈએસ સાથે જોડાયેલો છે અને દક્ષિણ ભારતીય રાજ્યોમાં સક્રિય રહ્યો છે. 

उत्तर प्रदेश में घुसे ISIS से जुड़े दो आतंकी, नेपाल सीमा से सटे जिले हाई अलर्ट पर

એનઆઈએની તપાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે સીરિયાથી પાછા  ફર્યા બાદ ખ્વાજા મોઈનુદ્દીન દક્ષિણ ભારત સહિત દેશના અન્ય રાજ્યોમાં યુવાઓનું બ્રેઈન વોશ કરીને તેમને આઈએસઆઈએસ સાથે જોડતો હતો. તે પાર્ક સમર્થિત આતંકી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીન સાથે પણ સંપર્કમાં છે. જાણકારી મુજબ દક્ષિણ ભારતીયમાં જ સક્રિય બીજા આતંકી અબ્દુલ સમદને ફેબ્રુઆરી 2018માં પકડવામાં  આવ્યો હતો. પુણે વિસ્ફોટ સાથે જોડાયેલા આતંકી સંગઠન લશ્કર એ તૈયબાદના સભ્યને સમદે હવાલા દ્વારા ખાડી દેશમાંથી મળેલા 3.50 લાખ રૂપિયા પહોંચાડ્યા હતાં. 

જુઓ LIVE TV

આ ઉપરૈાંત તેમનો સંબંધ સિમી સાથે પણ હતો. તે આતંકીઓને હથિયાર ઉપલબ્ધ કરાવતા હતાં. ગુપ્તચર સૂત્રોના જણાવ્યાં મુજબ બંને આતંકીઓ 16 ડિસેમ્બર સુધી પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં જોવા મળ્યા હતાં. બસ્તી રેન્જના આઈજી આશુતોષકુમારે જણાવ્યું કે આ બંનએ યુપીમાં પ્રવેશ કર્યાની માહિતી છે. બંનેના ફોટા પણ મળ્યા છે. જેને પોલીસને સોંપવામાં આવ્યાં છે. ગોરખપુર ઝોનના મહારાજગંજ, કુશીનગર અને સિદ્ધાર્થનગર જિલ્લાઓમાં અલર્ટ જારી કરવામાં આવી છે. ત્રણ જિલ્લાની સરહદો નેપાળ સાથે લાગે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news