સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં આ 12 Fake News ની જાણો શું છે સચ્ચાઈ

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા મામલે હવે તપાસ સીબીઆઈ પાસે છે. આ સાથે જ ઈડી પણ આ મામલે તપાસ કરી રહી છે. આ અગાઉ મુંબઈ પોલીસ અને બિહાર પોલીસ સુશાંત આત્મહત્યા કેસની તપાસ કરી રહી હતી. આ  બધા વચ્ચે અનેક એવા ફેક ન્યૂઝ પણ જોવા મલ્યાં જેની સચ્ચાઈ ZEE News તમારી સામે રજુ કરે છે. તેના પર એક નજર ફેરવો...

સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં આ 12 Fake News ની જાણો શું છે સચ્ચાઈ

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા મામલે હવે તપાસ સીબીઆઈ પાસે છે. આ સાથે જ ઈડી પણ આ મામલે તપાસ કરી રહી છે. આ અગાઉ મુંબઈ પોલીસ અને બિહાર પોલીસ સુશાંત આત્મહત્યા કેસની તપાસ કરી રહી હતી. આ  બધા વચ્ચે અનેક એવા ફેક ન્યૂઝ પણ જોવા મલ્યાં જેની સચ્ચાઈ ZEE News તમારી સામે રજુ કરે છે. તેના પર એક નજર ફેરવો...

1 ફેક ન્યૂઝ: સુશાંતે મોત પહેલા પાર્ટી કરી હતી
રિયલ ન્યૂઝ: મુંબઈ પોલીસ કમિશનરથી લઈને સુશાંતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાની જેવા આ મામલા સાથે જોડાયેલા લોકો સ્પષ્ટ કરી ચૂક્યા છે કે 13 જૂનના રોજ સુશાંતના ઘરે કોઈ પાર્ટી થઈ નથી. મુંબઈ પોલીસ અને બિહાર પોલીસ બંનેની તપાસમાં આવા કોઈ તથ્યો જોવા મળ્યા નથી. 

2. ફેક ન્યૂઝ: આ પાર્ટીમાં એક રાજકીય પાર્ટીનો યુવા નેતા પણ સામેલ હતો. અનેક પ્લેટફોર્મ પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે તરફ ઈશારો કરવામાં આવ્યો.
રિયલ ન્યૂઝ: જેમ કે અમે તમને પહેલા પણ જણાવ્યું કે સુશાંતના ઘરે 13 જૂનના રોજ કોઈ પાર્ટી થઈ નહતી. આદિત્ય ઠાકરેએ પોતે આ મામલે સ્પષ્ટતા કરી હતી. મુંબઈ પોલીસ અને બિહાર પોલીસ બંનેની તપાસમાં કોઈ તથ્ય સામે આવ્યા નથી. 

3 ફેક ન્યૂઝ: સુશાંતના મોતના દિવસે 14 જૂનના રોજ બે એમ્બ્યુલન્સ બદલવા પાછળ ગૂઢ રહસ્ય છે. 
રિયલ ન્યૂઝ: સુશાંતના ઘરે પહોંચેલી એમ્બ્યુલન્સના સ્ટ્રેચર વ્હિલમાં મુશ્કેલી પડી. મૃતદેહ એમ્બ્યુલન્સમાં ફિટ થતો નહતો. આથી બીજી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. આ ખુલાસો ખુદ એમ્બ્યુલન્સના માલિકે પોતે ઝી ન્યૂઝના કેમેરા પર કર્યો. આ તથ્ય મુંબઈ અને પટણા પોલીસની તપાસમાં પણ સામે આવ્યું છે. 

4. ફેલ ન્યૂઝ: 14 જૂનના રોજ ઘરેથી નીકળ્યા બાદ સુશાંતના મૃતદેહને અધવચ્ચે એક એમ્બ્યુલન્સમાંથી બીજી એમ્બ્લ્યુલન્સમાં શિફ્ટ કરાયો.
રિયલ ન્યૂઝ: ઘટનાના દિવસે ઝી મીડિયાની ટીમ એમ્બ્યુલન્સની સાથે જ ઘરેથી હોસ્પિટલ પહોંચી હતી અને એવી કોઈ ઘટના ઘટી નથી. 

5. ફેક ન્યૂઝ: દિશા સાલ્યાના આત્મહત્યા પહેલા જે પાર્ટી થઈ હતી તેમાં રિયા ચક્રવર્તીનો ભાઈ શોવિક ચક્રવર્તી સામેલ હતો. 
રિયલ ન્યૂઝ: સાચા સમાચાર એ છે કે દિશા સાલ્યાન તેના મંગેતર રોહન રાય સાથે પોતાના શાળાના મિત્રો સાથે તેના મલાડ વિસ્તારના મકાન પર પાર્ટી કરવા ગઈ હતી. આ પાર્ટી દિશાના  બર્થડેને સેલિબ્રેટ કરવા માટે રાખવામાં આવી હતી જે  એક અઠવાડિયા પહેલા જ ગયો હતો. પરંતુ આ પાર્ટીમાં ફક્ત 6 લોકો જ હતાં જેમાં શોવિક ચક્રવર્તી સામેલ નહતો કે કોઈ નેતા કે મોટો અભિનેતા પણ સામેલ નહતો. 

6. ફેક ન્યૂઝ: દિશા સાલિયાન પ્રેગ્નેન્ટ હતી
રિયલ ન્યૂઝ: દિશા સાલ્યાન પ્રેગ્નેન્ટ ન હતી અને આ વાત તો બંને રાજ્યોની પોલીસની અત્યાર સુધીની તપાસમાં પણ સામે આવી છે. 

7. ફેક ન્યૂઝ: દિશા સાલ્યાનની આત્મહત્યા પહેલા તેનો રેપ થયો.
રિયલ ન્યૂઝ: આ વાતની હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી અને મુંબઈ કે પટણા પોલીસની તપાસમાં પણ આવું કોઈ તથ્ય સામે આવ્યું નથી. 

8. ફેક ન્યૂઝ: દિશા સાલ્યાનનો મૃતદેહ નગ્ન અવસ્થામાં મળ્યો હતો.
રિયલ ન્યૂઝ: દિશા સાલ્યાનનો મૃતદેહ મળ્યો ત્યારે તેના શરીર પર તેના કપડાં હતાં. તપાસ એજન્સી પાસે તેની તસવીરો છે. કપડાં પોસ્ટમોર્ટમ માટે ઉતારવામાં આવ્યાં હતાં. આ તથ્ય અત્યાર સુધીની તપાસમાં પણ જોવા મળ્યું છે. 

9. ફેક ન્યૂઝ: દિશાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ તેની મોતના બે દિવસ બાદ 11 જૂને કેમ થયું.
રિયલ ન્યૂઝ: દિશાના મૃતદેહ પહેલા કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો અને ત્યારબાદ કોવિડ રિપોર્ટ આવ્યાં બાદ તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. 

10. ફેક ન્યૂઝ: દિશા સાલ્યાન મોતની તપાસ માલવણી પોલીસ પાસેથી ચારકોપ પોલીસને સોંપવામાં આવી છે. 
રિયલ ન્યૂઝ: તપાસ કોઈ અન્ય પોલીસને સોંપવામાં આવી નથી. આ મામલે તપાસ માલવણી પોલીસ કરી રહી છે. 

11. ફેક ન્યૂઝ: આદિત્ય ઠાકરે સાથે રિયા ચક્રવર્તીની તસવીર વાયરલ
રિયલ ન્યૂઝ; જ્યારે આ તસવીરમાં તો આદિત્ય ઠાકરે સાથે દિશા પટણી છે. 

12 ફેક ન્યૂઝ: આઈપીએસ વિનય તિવારીને મળી સીબીઆઈ તપાસની કમાન
રિયલ ન્યૂઝ: આઈપીએસ વિનય તિવારીને એવી કોઈ જવાબદારી મળી નથી. તેઓ પટણા સિટી એસપી તરીકે કાર્યરત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news