આ તારીખથી ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ; ગુજરાત સહિત 10થી વધુ રાજ્યોમાં મેઘો મચાવશે કહેર!

Gujarat Weather Forecast: ગુજરાતમાં હાલ ઠંડી, ગરમી આ વરસાદની મિશ્ર ઋતુ અનુભવાઈ રહી છે. આગામી 3 દિવસ ઠંડી બાદ ગરમી પડશે. જોકે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફેબ્રુઆરીમાં તારીખ 24, 25 અને 26માં વાદળછાયુ વાતાવરણ રહેશે તેવું જણાવ્યુ છે. 28-29 તારીખમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેની અસર છેક માર્ચ મહિના સુધી રહેવાની શક્યતા છે તેવું પણ આગાહીમાં જણાવ્યુ છે.
 

28-29 તારીખમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે!

1/9
image

અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યુ છે કે, 24, 25 અને 26માં વાદળવાયું આવશે. 28-29 તારીખમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેની અસર છેક માર્ચ મહિના સુધી રહેવાની શક્યતા રહેશે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ છે કે, માર્ચ મહિનાની ચોથી તારીખથી વધુ ગરમી પડશે. આ ગરમીના કારણે અરબ સાગરનો આવતો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ થવાની સંભાવના રહેશે. માર્ચના પ્રથમ પંદર દિવસ તો મધ્ય ગુજરાતમાં વડોદરા વગેરે ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીને પાર કરી જવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ગરમી પડશે.

બનાસકાંઠાના ભાગો, કચ્છના ભાગોમાં કમોસમી વરસાદ

2/9
image

અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહીમાં જણાવ્યુ કે, તારીખ 7, 8 અને 9 માર્ચ ત્યાર બાદ 11થી 14 તારીખ દરમિયાન હવામાનમાં પલટો આવશે. માર્ચ મહિનાના પ્રથમ પંદર દિવસમાં હવામાનમાં પલટો આવતાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે. કમોસમી વરસાદ થશે. કરા પડવાની શક્યતા રહેશે. માર્ચ મહિનામાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે કચ્છના ભાગો, ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના અમુક ભાગમાં વરસાદ થઇ શકે છે. બનાસકાંઠાના ભાગો, કચ્છના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા વધુ રહેશે.

ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં છાંટાછૂટી થવાની શક્યતા

3/9
image

ગુજરાતમાં છુટાછવાયા વરસાદની પણ આગાહી છે. અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરતા જણાવ્યું હતું કે, વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર ઉત્તર ગુજરાતના ભાગોમાં થશે. ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં છાંટાછૂટી થવાની શક્યતા રહેશે. આ દિવસોમાં પવનની ગતિ પણ વધારે રહેશે.ત્રણથી પાંચ માર્ચ દરમિયાન મુંબઈના ભાગો સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 5થી 7 માર્ચમાં ગુજરાતના ભાગોમાં વાદળો આવશે.

આ રાજ્યોમાં ભારે વરસાદ સાથે કરા પડવાની શકયતા

4/9
image

દેશના કેટલાક રાજ્યોમાં ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 10થી વધુ રાજ્યોમાં યલો એલર્ટ આપ્યું છે. ભારે વરસાદ અને હિમવર્ષાની ચેતવણી આપવામાં આવી છે. ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ સાથે કરાં પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે. પૂર્વ ભારતની આસપાસનાં વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વર્ષાની સંભાવના છે. ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા થવાની શક્યતા છે. પશ્ચિમ બંગાળ, સિક્કીમ અને અરૂણાચલ પ્રદેશમાં ભારે વરસાદ સાથે કરા પડવાની શકયતા આપવામાં આવી છે.

આ વિસ્તારોમાં હિમસ્ખલનની ભીતિ

5/9
image

વેસ્ટરન ડીસ્ટ્રબન્સના કારણે 24થી 26 ફેબ્રુઆરી સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અરૂણાચલ પ્રદેશમાં આજે ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ સિવાય આસામ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને મેઘાલયમાં હિમવર્ષાની સંભાવના છે. જ્યારે કિન્નૌર, લાહોલ સ્પિતિ, શીમલા, ચંબાને કુલ્લુ વિસ્તારોમાં હિમસ્ખલનની ભીતિ છે.

જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન

6/9
image

ઉત્તર ભારતમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. ઠંડી ખતમ થવાને આરે છે અને ગરમીની શરૂઆત થવાની તૈયારી છે. જો કે આ બધા વચ્ચે વરસાદ અને હિમવર્ષાએ બધાને ચોંકાવી દીધા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) નું કહેવું છે કે વરસાદ અને હિમવર્ષાનો સિલસિલો કેટલાક દિવસ સુધી ચાલુ રહેશે. વિભાગના જણાવ્યાં મુજબ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલયી વિસ્તારોમાં 24 ફેબ્રુઆરીએ જોવા મળી શકે છે. જેના કારણે શનિવારથી લઈને મંગળવાર સુધી વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને પશ્ચિમી વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન....

આ તારીખોમાં પડી શકે વરસાદ

7/9
image

હવામાન ખાતાના રિપોર્ટ મુજબ હિમાચલ પ્રદેશમાં 24થી 28 તારીખ વચ્ચે વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે જ ઊંચાણવાળા વિસ્તારોમાં હિમવર્ષા થશે. તદઉપરાંત 26 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી વચ્ચે અલગ અલગ જગ્યાઓ પર હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. અરુણાચલ પ્રદેશના હાલ પણ કઈક આવા જ છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. આ સાથે લોકોએ હિમવર્ષાનો પણ સામનો કરવો પડી શકે છે. આઈએમડીનું માનીએ તો 23 ફેબ્રુઆરીએ અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ,મણિપુર, મિઝોરમ, અને ત્રિપુરામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સાથે જ ગાજવીજ સાથે હિમવર્ષા અને વિજળી પડવાની પણ શક્યતા છે. 

સામાન્ય કરતા વધશે ન્યૂનતમ તાપમાન

8/9
image

IMD ના જણાવ્યાં મુજબ 24થી 27 ફેબ્રુઆરી વચ્ચે ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઝારખંડ અને મધ્ય પ્રદેશમાં ગાજવીજ સાથે વિજળી અને ઝરમર વરસાદ થઈ શકે છે. આ દરમિયાન પૂર્વોત્તર ભારત અને ગુજરાતના અનેક  ભાગોમાં ન્યૂનતમ તાપમાન સામાન્યથી 2-4 ડિગ્રી સેલ્સિયસ ઉપર રહેશે. વિભાગનું કહેવું છે કે આગામી અઠવાડિયા સુધી દેશના કોઈ પણ ભાગમા શીતલહેરની સ્થિતિ નહીં હોય. આ ઉપરાંત આગામી સપ્તાહે દેશના કોઈ પણ ભાગમાં ગાઢ ધુમ્મસ અને ઠંડીની સ્થિતિ જોવા મળી રહી નથી. આવામાં લોકોને ઠંડીથી રાહત મળશે અને હળવી ગરમી પણ અનુભવ થશે. ખાસ કરીને સવારનો સમય ખુશનુમા રહેશે. 

કેવું રહેશે ગુજરાતનું હવામાન

9/9
image

હવામાન ખાતાના જણાવ્યાં મુજબ પવનની દિશા બદલાતા વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યમાં પવનની દિશા બદલવાવવાની સાથે હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના વાયરા ફૂંકાઈ રહ્યા છે. પશ્ચિમ તરફથી આવતા ભેજવાળા પવનના કારણે અમદાવાદના લઘુત્તમ તાપમાનમાં બુધવારની સરખામણીમાં ગુરુવારે 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી બે  દિવસ તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. બે દિવસ બાદ ફરીથી તાપમાન વધવાની શક્યતા છે.