Yoga Day 2019 : આ 5 યોગાસનની મદદથી ઘટાડો પેટની ચરબી, જાણો તેને કરવાની રીત
યોગાસન દ્વારા શરીરની અનેક બીમારીઓનો ઈલાજ થઈ શકે છે અને સાથે જ તમે શરીરની તંદુરસ્તી જાળવી રાખી શકો છો. મેદસ્વીતા આજના યુગની સૌથી મોટી સમસ્યા છે અને લોકો પોતાની મેદસ્વીતા દૂર કરવા જાત-જાતના નુસખા અજમાવાતા હોય છે.
નવી દિલ્હીઃ મોટું પેટ તમારી પર્સનાલિટી ખરાબ કરે છે, જ્યારે કેટલીક જગ્યાએ તમે શરમજનક સ્થિતિમાં પણ મુકાઈ શકો છો. મેદસ્વીતા અનેક ગંભીર બીમારીઓનું મૂળ પણ હોય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે 5 યોગાસન તમારી મદદ કરી શકે છે. આ યોગાસનને તમે જો નિત્યક્રમ બનાવી દો તો તમારા પેટની માંસપેશીઓ મજબુત થઈ જશે, વધારાની ચરબી ઓગળી જશે અને સાથે જ તમને માનસિક રીતે પણ ફાયદો થશે. આ આસન અસરકારક હોવાની સાથે-સાથે સરળ પણ છે. જાણો આ યોગાસન અને તેને કરવાની રીત.
ધનુરાસન
આ યોગાસન તમારું પેટ પાતળું કરવાની સાથે-સાથે કમર અને પગને પણ મજબૂત કરે છે. તેને કરવા માટે જમીન પર પેટની તરફ ઊંઘી જાઓ અને પછી કમરના ઉપર હાથ વડે પંજાને પકડી લો. આ પોઝિશનમાં 15થી 20 સેકન્ડ સુધી રહો.
નૌકાસન
તેનાથી તમારા શરીરની વધારાની કેલરી બળી જાય છે અને ચરબી દૂર થાયછે. પહેલા કમરની તરફ જમીન પર ઊંઘી જાઓ અને પછી ધીમે-ધીમે પગ અને ધડને એકદમ સીધા કરીને જમીથી ઉપર ઊંચું કરો. હાથને પગની તરફ રાખો અને શરીરને V પોઝિશનમાં લાવ્યા પછી થોડા સમય માટે રોકાઓ. આ આસનને ફરીથી રિપીટ કરો.
વીરભદ્રાસન
આ યોગાસન પેટની સાથે હાથ, પગ અને જાંઘની ચરબી પણ દૂર કરે છે. આ આસનમાં પગને ખભા જેટલા પહોળા કરો અને હાથને બંને તરફ ફેલાવી દો. ત્યાર પછી પેટને ટાઈટ ખેંચી રાખીને મોઢાને જમણા તરફ રાખો અને જમણા પગના ઘુંટણને વાળો. આ પોઝીશનમાં થોડા સમય સુધી રોકાઓ અને પછી બીજા પગનો ઘુંટણ વાળો.
ભૂજંગાસન
આ યોગાસન તમારા પગના મસલ્સને ટાઈટ કરે છે અને લટકતી ચરબીથી છુટકારો અપાવે છે. સાથે જ તેને નિયમિત કરતા રહેવાથી કમરના નીચેના ભાગની માંસપેશીઓને પણ આરામ મળે છે. ભુજંગાસન કરવા માટે પેટને જમીન તરફ રાખીને ઊંઘી જાઓ. પછી બંને હથેળીઓને ખભાની નીચે રાખીને ધડને પાછળની તરફ લઈ જાઓ. આ અવસ્થામાં ઓછામાં ઓછા 20 સેકન્ડ સુધી રહો અને પછી સામાન્ય પોઝીશનમાં આવી જાઓ.
કુંભકાસન
આ આસન અત્યંત સરળ છે. તેનાથી પેટ સપાટ થવાની સાથે-સાથે શારીરિક તાકાત પણ વધે છે. આ યોગાસન કરવા માટે હથેળીઓને ખભાથી બરાબર નીચે જમીન પર રાખો. હવે, કમર, કુલ્હા અને ડોકને એક સીધી દિશામાં રાખતાં સમગ્ર શરીરનું વજન હથેળી અને પંજા પર ટકાવો. જેટલો લાંબો સમય આ પોઝીશનમાં રહી શકો ત્યાં સુધી રહો અને પછી આ આસન રિપીટ કરો.
Trending Photos