પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીના નિધન પર વિરાટ કોહલીએ લખ્યો ભાવુક સંદેશ

ડીડીસીએના પૂર્વ અધ્યક્ષ અને ભાજપના દિગ્ગજ નેતા અરૂણ જેટલીના નિધન પર વિરાટ કોહલી સિવાય વીરેન્દ્ર સહેવાગ, શિખર ધવન, ઇશાંત શર્મા, વીવીએસ લક્ષ્મણ સહિત ઘણા દિગ્ગજ ક્રિકેટરો અને બીસીસીઆઈએ શોક વ્યક્ત કર્યો છે. 
 

પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીના નિધન પર વિરાટ કોહલીએ લખ્યો ભાવુક સંદેશ

નવી દિલ્હીઃ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ડીડીસીએના પૂર્વ અધ્યક્ષ અને ભાજપના દિગ્ગજ નેતા અરૂણ જેટલીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. હાલ વેસ્ટ ઈન્ડિઝમાં ક્રિકેટ રમી રહેલા કોહલીએ પોતાના ટ્વીટમાં ભાવુક સંદેશ લખતા જણાવ્યું કે, તઈ રીતે પિતાના નિધન પર જેટલીએ તેમના ઘરે પહોંચીને સાંત્વના આપી હતી. વિરાટના પિતાનું નિધન  2006મા થયું હતું ત્યારે અરૂણ જેટલી ડીડીસીએના અધ્યક્ષ હતા. તે સમયે વિરાટે ક્રિકેટ કરિયરની શરૂઆત કરી હતી. 

કોહલીએ પોતાની પોસ્ટમાં લખ્યું- શ્રી અરૂણ જેટલી જીના નિધનના સમાચારથી દુખી છું. તે વાસ્તરમાં એક સારા વ્યક્તિ હતા અને હંમેશા બીજાની મદદ કરવા તૈયાર રહેતા હતા. 2006મા મારા પિતાનું નિધન થયું હતું ત્યારે તેઓ પોતાનો કીંમતી સમય કાઢીને મારા ઘરે આવ્યા અને પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. તેમની આત્માને શાંતિ મળે. વિરાટ કોહલી સિવાય વીરેન્દ્ર સહેવાગ, શિખર ધવન, ઇશાંત શર્મા, વીવીએસ લક્ષ્મણ સહિત ઘણા દિગ્ગજ ક્રિકેટરોઅને બીસીસીઆઈએ પૂર્વ નાણા પ્રધાનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. 

— Virat Kohli (@imVkohli) August 24, 2019

બીસીસીઆઈએ કરી પ્રશંસા
બીજીતરફ બીસીસીઆઈએ પણ અરૂણ જેટલીના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે, તેણે 'અસાધારણ રાજનેતા' અને 'સક્ષમ અને સન્માનિત' ક્રિકેટ પ્રશાસક ગણાવ્યા છે. આ સમયે શોક વ્યક્ત કરવા માટે વેસ્ટ ઈન્ડિઝમાં રમાઇ રહેલી ટેસ્ટમાં ભારતીય ક્રિકેટ ટીમ આજે કાળી પટ્ટી બાંધીને ઉતરશે. બીસીસીઆઈએ અખબારી યાદીમાં કહ્યું, 'જેટલી અસાધારણ રાજનેતા હતા અને ક્રિકેટ પ્રશંસક હતા. તેમને હંમેશા ક્રિકેટના સક્ષમ અને સન્માનિત પ્રશાસકોમાંથી એકના રૂપમાં યાદ રાખવામાં આવશે.' મહત્વનું છે કે જેટલીનું નિધન બપોરે 12 કલાક અને 7 મિનિટ પર એમ્સમં થયું હતું. તેઓ છેલ્લા કેટલાક સમયથી એમ્સમાં સારવાર લઈ રહ્યાં હતા. 

બીસીસીઆઈએ ડીડીડીએના પૂર્વ અધ્યક્ષની રાજ્ય ક્રિકેટ પ્રશાસકમાં ફેરફાર લાવવા માટે પણ પ્રશંસા કરી હતી. બીસીસીઆઈએ કહ્યું, 'દિલ્હી તથા જિલ્લા ક્રિકેટ સંઘના અધ્યક્ષના રૂપમાં લાંબા કાર્યકાળ દરમિયાન તેમણે ક્રિકેટના માળખામાં ઘણો ફેરફાર કર્યો હતો. તેઓ ક્રિકેટરોના હંમેશા નજીકના મિત્ર રહ્યાં અને હંમેશા તેમની સાથે ઉભા રહ્યાં તેને પ્રોત્સાહિત કર્યાં અને તેમનું સમર્થન કર્યું. બીસીસીઆઈ તેમની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરે છે.'

જેટલીના સમયમાં ચમક્યા આ સિતારા
ઉલ્લેખનીય છે કે જ્યારે જેટલી ડીડીસીએના અધ્યક્ષ હતા, ત્યારે દિલ્હી અને આસપાના ક્ષેત્રના ઘણા પ્રતિભાશાળી ખેલાડી આંતરરાષ્ટ્રીય સ્તર પર ચમક્યા હતા. ગંભીર સિવાય વીરેન્દ્ર સહેવાગ, વિરાટ કોહલી, શિખર ધવન અને ઇશાંત શર્મા એવા ખેલાડી છે, જેણે તેમના કાર્યકાળ દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તર પર શાનદાર પ્રદર્શન કર્યું. જેટલી ક્રિકેટ પ્રશંસક હતા અને બીસીસીઆઈના અધિકારી ભારતીય ક્રિકેટના સંબંધમાં કોઈપણ નીતિ વિષયક નિર્ણય લેતા પહેલા તેમની સલાહ લેતા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news