IND vs AUS: ટીમ ઈન્ડિયા માટે ઉભો થયો ખતરો, ભારતમાં 4 ટેસ્ટ મેચ રમવા આવશે વિરાટ-રોહિતનો આ સૌથી મોટો દુશ્મન
India vs Australia, Test: આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ ઓસ્ટ્રેલિયાની ટીમ આગામી મહિને ભારતમાં ચાર મેચની સિરીઝ રમવા આવી રહી છે. આ માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમ જાહેર કરી દીધી છે. કાંગારૂ ટીમ ચાર સ્પિનરો સાથે ભારતના પ્રવાસે આવશે.
Trending Photos
નવી દિલ્હીઃ IND vs AUS, 2023: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી મહિને 9 ફેબ્રુઆરીથી ચાર મેચોની હાઈપ્રોફાઇલ ટેસ્ટ સિરીઝ રમાશે. જે માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર કરી દેવામાં આવી છે. ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત થતા વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ બેટરો માટે ખતરો પેદા થઈ ગયો છે. હકીકતમાં ભારત વિરુદ્ધ ચાર મેચોની ટેસ્ટ સિરીઝમાં વિરાટ કોહલી અને રોહિત શર્માના સૌથી મોટા દુશ્મનની એન્ટ્રી થઈ છે. ઓસ્ટ્રેલિયાનો આ ખેલાડી એટલો ખતરનાક છે કે તે ટીમ ઈન્ડિયા માટે આ ટેસ્ટ સિરીઝમાં સૌથી મોટો ટ્રંપ કાર્ડ સાબિત થઈ શકે છે.
ટીમ ઈન્ડિયા માટે ઉભો થયો મોટો ખતરો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ 9થી 13 ફેબ્રુઆરી 2023 સુધી નાગપુરમાં, બીજી 17થી 21 ફેબ્રુઆરી 2023 સુધી દિલ્હીમાં, ત્રીજી 1થી 5 માર્ચ સુધી ધર્મશાલામાં અને ચોથી 9થી 13 માર્ચ 2023 વચ્ચે અમદાવાદમાં રમાશે. ભારત વિરુદ્ધ આ ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં વિરાટ કોહલી અને રોહિત શર્માના સૌથી મોટા દુશ્મનની ઓસ્ટ્રેલિયન ટીમમાં એન્ટ્રી થઈ છે. નોંધનીય છે કે આ વિરાટ કોહલી અને રોહિત શર્માનો સૌથી મોટો દુશ્મન બીજું કોઈ નહીં પરંતુ ઓફ સ્પિનર નાથન લિયન છે. ઓસ્ટ્રેલિયન ઓફ સ્પિનર નાથન લિયોન ટેસ્ટ ક્રિકેટમાં કોહલી અને રોહિતનો સૌથી મોટો દુશ્મન છે.
ભારતની પિચ પર મચાવી શકે છે ધમાલ
નાથન લિયોનનો ભારત વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર રેકોર્ડ છે. ભારતમાં નાથન લિયોનનો રેકોર્ડ પણ સારો છે. ભારતની પિચો પર લિયોન વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં એન્ટ્રી કરવા માટે ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાના ઓછામાં ઓછા 3-1થી પરાજય આપવો પડશે. ચાર ટેસ્ટ મેચના ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયન ટીમમાં સ્પિનરોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને અત્યાર સુધી માત્ર સાત પ્રથમ શ્રેણી મેચ રમનાર ઓફ સ્પિનર ટોડ મર્ફી પણ ભારતના પ્રવાસે આવશે.
સ્પિનનો એક મજબૂત વિકલ્પ
વિક્ટોરિયાનો 22 વર્ષનો મર્ફી સિવાય સ્પિનર એશ્ટોન એગર, મિશેલ સ્વેપસન, નાશન લિયોનને ઓસ્ટ્રેલિયાની 18 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આંગળીની ઈજાને કારણે સ્ટાર્ક પ્રથમ ટેસ્ટ રમી શકશે નહીં. તો આંગળીના ફ્રેક્ચર બાદ કેમરૂન ગ્રીન પણ વાપસી કરવાનો છે. મુખ્ય પસંદગીકાર જ્યોર્જ બેઇલીએ કહ્યુ- અમે એવી ટીમ પસંદ કરી છે, જેમાં ડેપ્થ હોય અને ખેલાડી સ્થિતિ અનુરૂપ ઢળી શકે. મર્ફીની પસંદગી પર તેમણે કહ્યું કે, તેણે ઘરેલૂ ક્રિકેટમાં પ્રભાવી પ્રદર્શન કર્યું છે. તે સ્પિનનો એક મજબૂત વિકલ્પ છે. એશ્ટોન એગરે પણ વાપસી બાદ પ્રભાવિત કર્યાં છે અને ડાબા હાથનો સ્પિનર હોવાને કારણે ભારતમાં ઉપયોગી સાબિત થશે.
ભારત વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ
પેટ કમિન્સ (કેપ્ટન), એશ્ટોન એગર, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કેમરૂન ગ્રીન, જોશ હેઝલવુડ, પીટર હેન્ડસ્કોમ્બ, ટ્રેવિડ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, લાન્સ મોરિસ, ટોડ મર્ફી, મેટ રેનશો, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, મિશેલ સ્વેપસન, ડેવિડ વોર્નર.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે