વેસ્ટ ઈન્ડિઝના વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન ક્લાઇવ લોયડને નવા વર્ષે મળશે આ બ્રિટિશ સન્માન

લોયડ આ સન્માન હાસિલ કરનારા વેસ્ટ ઈન્ડિઝના ચોથો ક્રિકેટર બનશે. આ પહેલા સર ગૈરી સોબર્સ, સર એવર્ટન વીક અને સર વિવ રિચર્ડ્સ આ સન્માન હાસિલ કરી ચુક્યા છે. 

 વેસ્ટ ઈન્ડિઝના વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન ક્લાઇવ લોયડને નવા વર્ષે મળશે આ બ્રિટિશ સન્માન

નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન ક્લાઇવ લોયડનું (Clive Lloyd) નાઇટહુડના (knighted) ખિતાબથી સન્માન કરવામાં આવશે. લોયડ આ ખિતાબ પ્રાપ્ત કર્યા બાદ સર ગૈરી સોબર્સ, સર એવર્ટન વીક અને સર વિવ રિચર્ડ્સની ક્લબમાં સામેલ થઈ જશે. 

વિશ્વ ક્રિકેટ પર ઘણા વર્ષો સુધી રાજ કરનારા વેસ્ટઈન્ડિઝના વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન લોયડનું નાઇટહુડથી સન્માન કરવામાં આવશે. લોયડ આ સન્માન હાસિલ કરનારા વેસ્ટ ઈન્ડિઝના ચોથો ક્રિકેટર બનશે. આ પહેલા સર ગૈરી સોબર્સ, સર એવર્ટન વીક અને સર વિવ રિચર્ડ્સ આ સન્માન હાસિલ કરી ચુક્યા છે. 

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે પોતાના આ ચેમ્પિયન કેપ્ટનને આ ખિતાબ હાસિલ કરવા માટે શુભેચ્છા આપી છે. વેસ્ટ ઈન્ડિઝ બોર્ડે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમના માટે સંદેશ જારી કરતા બધાને આ વાતની જાણકારી આપી છે. તેમાં લખવામાં આવ્યું, 'વેસ્ટ ઈન્ડિઝના મહાન ક્લાઇવ લોયડને ખુબ ખુબ શુભેચ્છા, જેઓ નાઇટહુડ સન્માનને નવા વર્ષમાં ગ્રહણ કરવા માટે તૈયાર છે. તેમને ક્રિકેટ માટે આપવામાં આવેલા અભૂતપૂર્વ યોગદાનને કારણે આ સન્માન આપવામાં આવી રહ્યું છે.'

ક્લાઇવ લોયડે વર્ષ 1974થી 1985 સુધી વેસ્ટ ઈન્ડિઝ ટીમની કમાન સંભાળી હતી. આ દરમિયાન તેમણે ટીમને સતત બે વખત વિશ્વ વિજેતા બનાવી હતી. વર્ષ 1974માં પ્રથમવાર શરૂ થયેલા વિશ્વકપનું ટાઇટલ વિન્ડીઝ ટીમે લોયડની આગેવાનીમાં જીત્યું હતું. વિશ્વકપનું ટાઇટલ જીતનાર વિન્ડીઝ વિશ્વની પ્રથમ ટીમ બની હતી. 

લોયડની આગેવાનીમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે એકપણ મેચ ગુમાવ્યા વિના 26 મેચમાં જીત મેળવી હતી. 110 ટેસ્ટમાં તેમણે 46ની એવરેજથી કુલ 7515 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે કુલ 19 સદી અને 39 અડધી સદી ફટકારી હતી.  

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news