Coronavirus: IPL રદ્દ કરવાને લઈને SC બાદ મદ્રાસ હાઇકોર્ટમાં અરજી, બીસીસીઆઈ પાસે માગ્યો જવાબ

આ પહેલા સુપ્રીમ કોર્ટે ગુરૂવારે કોરોના વાયરસને કારણે  IPL2020ને સ્થગિત કરવાની માગને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર તત્કાલ સુનાવણીથી ઇનકાર કરી દીધો હતો.
 

Coronavirus: IPL રદ્દ કરવાને લઈને SC બાદ મદ્રાસ હાઇકોર્ટમાં અરજી, બીસીસીઆઈ પાસે માગ્યો જવાબ

નવી દિલ્હીઃ મદ્રાસ હાઈકોર્ટે કોરોના વાયરસને કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ને રદ્દ કરવાને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પાસે 23 માર્ચ સુધી જવાબ માગ્યો છે. કોર્ટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને પણ નોટિસ ફટકારી છે. અરજીકર્તાએ કોરોના વાયરસના પ્રકોપને કારણે કેન્દ્રએ બીસીસીઆઈને 29 માર્ચથી 24 મે સુધી આઈપીએલ મેચોના સંચાલનની મંજૂરી ન આપવાનો નિર્દેશ આપવાની માગ કરી છે. 

આ પહેલા સુપ્રીમ કોર્ટે ગુરૂવારે કોરોના વાયરસને કારણે  IPL2020ને સ્થગિત કરવાની માગને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર તત્કાલ સુનાવણીથી ઇનકાર કરી દીધો હતો. જસ્ટિસ યૂયૂ લલિત અને અનિરુદ્ધ બોસની એક રજા પીઠે અરજીકર્તાને કહ્યું કે, તે 16 માર્ચે નિયમિત પીઠની સમક્ષ તત્કાલ લિસ્ટિંગ માટે મામલાનો ઉલ્લેખ કરી શકે છે, જ્યારે હોળીની રજા બાદ કોર્ટ ફરીથી ખુલશે. 

પીઠે અરજી દાખલ કરનારા વકીલ મોહન બાબૂ અગ્રવાલને કહ્યું કે, આ તેવો મામલો નથી જે કોર્ટ બીજીવાર ખુલવા સુધી રાહ ન જોઈ શકાય. તમે 16 માર્ચે નિયમિત કોર્ટ સમક્ષ તેનો ઉલ્લેખ કરી શકો છો. અગ્રવાલે પીઠને જણાવ્યું કે, આઈપીએલ-2020 29 માર્ચથી શરૂ થશે, પરંતુ કોરોના વાયરસને લઈને સુરક્ષા ઉપાયોગની જાહેરાત કરવામાં આવી નથી. મેચ દરમિયાન 40,000 દર્શક હાજર રહેશે. 

આઈપીએલ પર આશંકા
મહત્વનું છે કે આઈપીએલ 29 માર્ચે શરૂ થશે કે નહીં તેના પર શંકા છે. બીસીસીઆઈના એક સર્વોચ્ચ સૂત્રએ ગુરૂવારે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે, આ વર્ષે આઈપીએલ માટે કોઈ વિદેશી ખેલાડી 15 એપ્રિલ સુધી ઉપલબ્ધ રહેશે નહીં. આઈપીએલમાં રમનાર વિદેશી ખેલાડી બિઝનેસ વિઝા શ્રેણીમાં આવે છે. સરકારના આદેશ અનુસાર, તે 15 એપ્રિલ સુધી આવી શકશે નહી.

14 માર્ચે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક
સૂત્ર અનુસાર આઈપીએલ યોજાશે કે નહીં તેનો નિર્ણય 14 માર્ચે મુંબઈમાં રમાનારી આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક દરમિયાન લેવામાં આવશે. સરકારે દેશમાં કોરોના વાયરસના નવા મામલાને ધ્યાનમાં રાખતા 15 એપ્રિલ સુધી રાજદ્વારીઓ અને રોજગાર જેવી કેટલિક શ્રેણીઓને છોડીને તમામ વિદેશી વિઝા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ભારતમાં અત્યાર સુધી કોરોનાના 60 કેસ સામે આવ્યા છે. આ વાયરસને કારણે વિશ્વમાં 4000 કરતા વધુ લોકોના મોત થયા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news