ENG vs IND: ચોથા દિવસની રમત પૂરી, ઈંગ્લેન્ડને જીતવા માટે 9 વિકેટ તો ભારતને 381 રનની જરૂર

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નઈમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ રોમાંચક બની ગઈ છે. ભારતને જીતવા માટે 420 રનનો ટાર્ગેટ મળ્યો છે. જેના જવાબમાં પોતાની બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાએ 1 વિકેટે 39 રન બનાવી લીધા છે. 
 

ENG vs IND: ચોથા દિવસની રમત પૂરી, ઈંગ્લેન્ડને જીતવા માટે 9 વિકેટ તો ભારતને 381 રનની જરૂર

ચેન્નઈઃ ભારત અને ઈંગ્લેન્ડ (ENG vs IND) વચ્ચે ચેન્નઈમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. ચોથા દિવસના અંતે ભારતે પોતાની બીજી ઈનિંગમાં 1 વિકેટે 39 રન બનાવી લીધા છે. અંતિમ દિવસે ઈંગ્લેન્ડને જીતવા માટે 9 વિકેટની જરૂર છે, તો ભારતને 381 રનની જરૂર છે. આ પહેલા ઈંગ્લેન્ડની ટીમ પોતાની બીજી ઈનિંગમાં 178 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેથી ભારતને જીતવા માટે 420 રનનો ટાર્ગેટ મળ્યો હતો. દિવસના અંતે શુભમન ગિલ (15) અને ચેતેશ્વર પૂજારા (12) રન બનાવી ક્રીઝ પર છે. ભારતને એક ઝટકો રોહિત શર્મા (12)ના રૂપમાં લાગ્યો હતો. 

ભારતની બીજી ઈનિંગ, રોહિત ફેલ
ઈંગ્લેન્ડે આપેલા 420 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે ઝડપથી પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્મા (Rohit Sharma) માત્ર 12 રન બનાવી જેક લીચની ઓવરમાં બોલ્ડ થયો હતો. દિવસના અંતે ભારતે 1 વિકેટે 39 રન બનાવ્યા છે. અંતિમ દિવસ ભારતને 381 રનની જરૂર છે. જ્યારે ઈંગ્લેન્ડ સિરીઝમાં લીડ મેળવવાથી 9 વિકેટ દૂર છે. 

ઈંગ્લેન્ડ 178 રનમાં ઓલઆઉટ
241 રનની લીડ હાસિલ કર્યા બાદ પોતાની બીજી ઈનિંગમાં બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમને પ્રથમ ઝટકો પહેલા બોલ પર રોરી બર્ન્સના રૂપમાં લાગ્યો હતો. આ સફળતા અશ્વિનને મળી હતી. સિબ્લી 16 રન બનાવી આઉટ થયો હતો. ડેનિયલ લોરેન્ચને 18 રન આઉટ કરી ઈશાંત શર્માએ પોતાના ટેસ્ટ કરિયરની 300 વિકેટ પૂરી કરી હતી. 

બેન સ્ટોક્સ (7)ને અશ્વિને આઉટ કર્યો હતો. ઓલી પોપ (28) અને જોસ બટલર (24)ને નદીમે આઉટ કર્યા હતા. ડોમ બેસ 25ને અશ્વિને LBW આઉટ કર્યો હતો. જોફ્રા આર્ચરને બોલ્ડ કરી અશ્વિને પોતાની પાંચ વિકેટ પૂરી કરી હતી. એન્ડરસનને પણ અશ્વિને આઉટ કર્યો હતો. બીજી ઈનિંગમાં ભારત તરફથી અશ્વિને 6 વિકેટ ઝડપી હતી. નદીમને બે તથા બુમરાહ, ઈશાંતને એક-એક સફળતા મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news