કુલદીપ અને ચહલની અવગણના કરવી ઉતાવળ ગણાશેઃ પૂર્વ ક્રિકેટર

કુલદીપ અને ચહલને સતત બે ટી20 સિરીઝ માટે ભારતીય ટીમમાં જગ્યા આપવામાં આવી નથી. તેમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ હાલની ઘરેલૂ સિરીઝ સામેલ છે.
 

કુલદીપ અને ચહલની અવગણના કરવી ઉતાવળ ગણાશેઃ પૂર્વ ક્રિકેટર

નવી દિલ્હીઃ કુલદીપ યાદવ (Kuldeep yadav) અને યુજવેન્દ્ર ચહલ (Chahal)ને ભલે હાલના સત્રમાં ટી20 (T20) ક્રિકેટમાં રાષ્ટ્રીય ટીમમાં તક મળી નથી. સંભવ છે કે ટીમ મેનેજમેન્ટ તેના વિકલ્પો શોધી રહ્યું હોય પરંતુ જાણકારોનું માનવું છે કે આ યુવા ખેલાડીઓને અત્યારથી સાઇડમાં કરવા ઉતાવળ ગણાશે. આ બંન્નેની જોડીએ છેલ્લા 24 મહિનામાં પ્રભાવી પ્રદર્શનથી સીમિય ઓવરોમાં પોતાની ધાકને મજબૂત કરી છે. 

તેમ છતાં કુલદીપ અને ચહલને સતત બે ટી20 સિરીઝ માટે ભારતીય ટીમમાં જગ્યા આપવામાં આવી નથી. તેમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ હાલની ઘરેલૂ સિરીઝ સામેલ છે. ધરમશાળામાં પ્રથમ ટી20 પૂર્વે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે, તે રાહુલ ચહર અને વોશિંગટન સુંદર જેવા ખેલાડીઓને અજમાવી રહ્યો છે કારણ કે તે બેટિંગમાં વધુ ઉંડાણ અને સતત 200થી વધુનો સ્કોર બનાવવા ઈચ્છે છે. 

ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન આકાશ ચોપડાએ કુલદીપ અને ચહલને બહાર રાખવાના નિર્ણયના સંબંધમાં કહ્યું, 'તેની પાછળ વિચાર તે છે કે જો બેટિંગમાં ઉંડાણ છે તો તમે ચોક્કસ રીતે બેટિંગ કરી શકો છે. પરંતુ આ પ્રકારના ઉંડાણ સાથે તમે પરંપરાગત રીતથી રમી શકતા નથી. ઈંગ્લેન્ડે તેમ કર્યું. તેણે બેટિંગમાં ઉંડાણ પર ધ્યાન કેન્દ્રીત કર્યું કારણ કે તે 400 રન (વનડે આંતરરાષ્ટ્રીય મેચોમાં) બનવવા ઈચ્છતા હતા અને તેણે ઘણીવાર તે હાસિલ કર્યું છે.'

તેણે કહ્યું, 'એવુ લગે છે કે ભારત ટી20મા આ પ્રકારનું આક્રમક વલણ અપનાવવા ઈચ્છે છે અને તેમાં કંઇ ખોટુ નથી. હવે તેણે સતત 220 રન બનાવવાની ઈચ્છાશક્તિ દર્શાવવી પડશે.' ચોપડાએ કહ્યું, 'આઠમાં, નવમાં અને 10મા નંબર સુધી બેટિંગ ખુબ મહત્વકાંક્ષી છે (કારણ કે લભગ 20 ઓવરની મેચમાં તમારે તેની જરૂર ન પડે) પરંતુ તમે 220 રન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છો તો યોગ્ય છે.'

ચોપડાનું માનવુ છે કે કોઈ ટીમ વિકેટ ઝડપવાની પોતાની ક્ષમતાની સાથે સમજુતી કરવા ઈચ્છે છે તો તેણે વધુ રન બનાવવા પડશે. આ પહેલા પૂર્વ ક્રિકેટરનું માનવુ છે કે ચહલ ટી20મા વાપસી કરશે. ચહલ હાલમાં માત્ર વનડે આંતરરાષ્ટ્રીય ટીમનો ભાગ છે, જ્યારે કુલદીપ 50 ઓવર અને ટેસ્ટ મેચ બંન્ને ટીમોમાં સામેલ છે, પરંતુ અંતિમ ઇલેવનમાં રમવાનું નક્કી નથી. 

ચોપડાએ કહ્યું, 'ચહલ વાપસી કરશે. રાહુલ ચહર બોલર છે અને આઠમાં નંબર પર લગભગ વોશિંગટન સુંદરની બોલિંગની જરૂર ન પડે.' પૂર્વ ભારતીય સ્પિનર અને હવે જાણીતા સ્પિન કોચ સુનીલ જોશીએ યુવાઓને અજમાવવાના પગલાનું સ્વાગત કર્યું પરંતુ સાથે ચેતવ્યા કે આવી સ્થિતિ સ્પિનરોના મનમાં ભ્રમ પેદા કરી શકે છે. 

જોશીએ કહ્યું, 'હું સૂચન આપીશ કે કુલદીપ અને ચહલ જ્યારે રાષ્ટ્રીય ટીમમાં ન હોય તો ડોમેસ્ટિ ક્રિકેટ રમે. અહીં આંગળીના કે કાંડાના સ્પિનરનો સવાલ નથી. આ બેટ્સમેનોને ચોંકાવવાની રણનીતિ છે.'

તેમણે કહ્યું, 'જોઈએ યુવા સ્પિનર શું કરે છે અને તેને યોગ્ય તક આપવી જોઈએ પરંતુ સાથે જો ચહલ અને કુલદીપ માત્ર એક ફોર્મેટમાં રમે છે તો તેની લય બગડી શકે છે. સફેદ બોલની ક્રિકેટ સંપૂર્ણ રીતે લય પર નિર્ભર છે.'
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news