World Ozone Day : 32 વર્ષ બાદ આજે પણ ઓઝોન સ્તરની સુરક્ષા ટોચની પ્રાથમિક્તા

વર્લ્ડ ઓઝોન ડે-2019 (World Ozone Day 2019) માટે વર્ષ 2019ની થીમ "32 Year and Healing" રાખવામાં આવી છે. એટલે કે, ઓઝોનનું પડ અને જળવાયુ પચાવવા માટે આજથી 32 વર્ષ પહેલા વિશ્વના દેશોએ 'મોન્ટ્રીયલ પ્રોટોકોલ'(Montreal Protocol) પર હસ્તાક્ષર કર્યા હતા. આ થીમ આપણને યાદ અપાવે છે કે પૃથ્વીનું વતાવરણ અને લોકોને તંદુરસ્ત રાખવા માટે આપણે જે કટિબદ્ધતા દર્શાવી છે તેને વળગી રહેવું પડશે અને સાથે જ જળવાયુની સુરક્ષા માટે વધુ આકરાં પગલાં લેવાં પડશે. 
 

World Ozone Day : 32 વર્ષ બાદ આજે પણ ઓઝોન સ્તરની સુરક્ષા ટોચની પ્રાથમિક્તા

ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ દર વર્ષે સમગ્ર વિશ્વમાં 16 સપ્ટેમ્બર (16 September)નો દિવસ 'વર્લ્ડ ઓઝોન ડે' (World Ozone Day) તરીકે ઉજવવામાં આવે છે. પૃથ્વીથી લગભગ 30 કિમીની ઊંચાઈએ ઓઝોન ગેસનું એક પાતળું પડ હોય છે, જેને ઓઝોન લેયર (Ozone Layer) કહે છે. ઓઝોનનું આ પડ સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોત્સર્ગને (Ultra Violate Rays) અવશોષિત કરે છે. જો આ રેડિએશન ધરતી પર સીધું જ પહોંચે તો તે મનુષ્ય સહિત સમગ્ર જીવસૃષ્ટિ માટે અત્યંત નુકસાનકાસક સાબિત થઈ શકે છે. 

વર્લ્ડ ઓઝોન ડે એવા સમયે આવી રહ્યો છે, જેના એક સપ્તાહ બાદ એટલે કે 23 સપ્ટેમ્બરના રોજ ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રોના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરસ '2019 ક્લાઈમેટ એક્શન સમિટ'નું (2019 Climate Action Summit) આયોજન કરવા જઈ રહ્યા છે. આ સમિટ સમગ્ર વિશ્વમાં જળવાયુ પરિવર્તન મુદ્દે રાજકીય ઈચ્છાશક્તિ અને જળવાયુ એજન્ડા માટે ભવિષ્ય માટે જરૂરી પ્રયાસો પર કેન્દ્રીત હશે. 

2019ની થીમઃ '32 Years and Healing' 
વર્લ્ડ ઓઝોન ડે માટે વર્ષ 2019ની થીમ "32 Year and Healing" રાખવામાં આવી છે. એટલે કે, ઓઝોનનું પડ અને જળવાયુ પચાવવા માટે આજથી 32 વર્ષ પહેલા વિશ્વના દેશોએ 'મોન્ટ્રીયલ પ્રોટોકોલ'(Montreal Protocol) પર હસ્તાક્ષર કર્યા હતા. આ થીમ આપણને યાદ અપાવે છે કે પૃથ્વીનું વતાવરણ અને લોકોને તંદુરસ્ત રાખવા માટે આપણે જે કટિબદ્ધતા દર્શાવી છે તેને વળગી રહેવું પડશે અને સાથે જ જળવાયુની સુરક્ષા માટે વધુ આકરાં પગલાં લેવાં પડશે. 

ઓઝોન લેયર ન હોય તો પૃથ્વીનું શું થાય?
મોટાભાગના વૈજ્ઞાનિકોનું માનવું છે કે પૃથ્વી અને સૂર્યની વચ્ચે જો ઓઝોનનું લેયર ન હોય તો આ પૃથ્વી પર જીવનનું અસ્તિત્વ જ સમાપ્ત થઈ જાય. ઓઝોન લેયર વગર પાણી અને ધરતી પરનું જીવન ખુબ જ પ્રભાવિત થાય. પૃથ્વી પર રહેતા લોકો, જીવસૃષ્ટિ અને પ્રાણીઓ તમામનો સર્વનાશ થઈ જાય. આટલું જ નહીં, પાણીના નીચે જે જીવન રહેલું છે તે પણ તેનાથી પ્રભાવિત થતી. શિયાળા કરતા ઉનાળો લાંબો થઈ જતો, શિયાળો પણ ગમે ત્યારે આવી જતો, પૃથ્વી પર રહેલી હિમશીલાઓ પણ ઓગળી જતી. 

ઓઝોનના લેયરમાં પડેલા હોલ્સને 'ઓઝોન હોલ્સ' (Ozone Holes) કહે છે. વર્ષ 1985માં સૌ પ્રથમ વખત ઓઝોન હોલ્સ અંગે વિશ્વને જાણ થઈ હતી. ત્યાર પછી સમગ્ર વિશ્વમાં ઓઝોનના લેયરમાં પડી રહેલા હોલ્સને બચાવવા માટે વિવિધ સ્તરે પ્રયાસો થઈ રહ્યાં છે. કેમિકલ ફેક્ટરીઓમાંથી નિકળતો ઝેરી ગેસ, વાહનોનું પ્રદૂષણ સહિત અનેક કારણોના લીધે ઓઝોનનું લેયર સતત પાતળું થતું જઈ રહ્યું છે. ઓઝોનના સ્તરમાં થઈ રહેલા આ નુકસાનને બચાવવા માટે અનેક દેશોમાં મોટી-મોટી ફેક્ટરીઓને બંધ કરી દેવાઈ છે. સાથે જ સમગ્ર વિશ્વમાં સામુહિક રીતે ઓઝોનનું લેયર બચાવવા માટે પ્રયાસો થઈ રહ્યાં છે.

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news