IND vs SA: ટેસ્ટ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાએ કરી પ્રેક્ટિસ, bcciએ શેર કર્યો વીડિયો

વિરાટની એક વીડિયો ક્લિપ બીસીસીઆઈએ 'કિંગ કોહલી' લખીને શેર કરી છે. તેમાં વિરાટ નેટ્સ પર પ્રેક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે. 45 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધી 20 હજારથી વધુ લોકો જોઈ ચુક્યા છે. 
 

IND vs SA: ટેસ્ટ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાએ કરી પ્રેક્ટિસ, bcciએ શેર કર્યો વીડિયો

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ શરૂ થતા પહેલા વિશાખાપટ્ટનમમાં અભ્યાસ કર્યો હતો. ટીમના કેપ્ટન વિરાટ કોહલીના પ્રેક્ટિસ સત્રનો એક વીડિયો બીસીસીઆઈએ ટ્વીટર પર સોમવારે શેર કર્યો છે. આ સિવાય એક ફોટો પણ પોસ્ટ કરવામાં આવ્યો, જેમાં ટીમના સભ્ય સ્ટેડિયમમાં સાથે ઉભેલા જોવા મળી રહ્યાં છે. 

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 ટેસ્ટ મેચોની સિરીઝનો પ્રથમ મુકાબલો 2 ઓક્ટોબરથી વિશાખાપટ્ટનમાં રમાશે. ટીમ ઈન્ડિયા તેની તૈયારી કરીરહી છે. સોમવારે અભ્યાસ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિરાટ સહિત ટીમના અન્ય ખેલાડીઓએ પ્રેક્ટિસ કરી હતી. 

વિરાટની એક વીડિયો ક્લિપ બીસીસીઆઈએ 'કિંગ કોહલી' લખીને શેર કરી છે. તેમાં વિરાટ નેટ્સ પર પ્રેક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે. 45 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધી 20 હજારથી વધુ લોકો જોઈ ચુક્યા છે. 

— BCCI (@BCCI) September 30, 2019

બીસીસીઆઈએ અન્ય એક વીડિયો શેર કર્યો છે જેમાં શમી અને ઇશાંત શર્મા બોલિંગ પ્રેક્ટિસ કરતા જોવા મળી રહ્યાં છે. વીડિયોમાં બંન્ને ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી ઉભા થઈને જોઈ રહ્યાં છે. 

— BCCI (@BCCI) September 30, 2019

ભારતની યજમાનીમાં આ પહેલા ટી20 સિરીઝ રમાઇ અને આફ્રિકાએ ત્રીજી ટી20 મેચ જીતીને 3 મેચોની સિરીઝ 1-1થી બરોબર કરી હતી. સિરીઝની પ્રથમ મેચ ધરમશાળામાં વરસાદને કારણે રદ્દ થઈ હતી. 

આંકડાની વાત કરીએ તો ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે કુલ 36 ટેસ્ટ મેચ રમાઇ છે. તેમાથી આફ્રિકાએ 15 અને ભારતે 11 મેચ જીતી છે. 10 મેચ ડ્રો રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news