ENG vs IND: ત્રીજા દિવસની રમત પૂરી, ટીમ ઈન્ડિયા પર ફોલોઓનનો ખતરો

ચેન્નઈ ટેસ્ટમાં ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયાએ દિવસના અંતે છ વિકેટ ગુમાવી દીધી છે. ભારત ઈંગ્લેન્ડના પ્રથમ ઈનિંગના સ્કોર કરતા હજુ 321 રન પાછળ છે. 

ENG vs IND: ત્રીજા દિવસની રમત પૂરી, ટીમ ઈન્ડિયા પર ફોલોઓનનો ખતરો

ચેન્નઈઃ ચેન્નઈમાં રમાઈ રહેલી ચાર મેચોની ટેસ્ટ સિરીઝના પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડ મજબૂત સ્થિતિમાં છે. મેચના ત્રીજા દિવસ સુધી તેણે ટીમ ઈન્ડિયા પર દબાવ બનાવ્યો છે. ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં 578 રન બનાવ્યા. જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની સ્થિતિ નાજુક છે. ત્રીજા દિવસે રમત પૂરી થયા સુદી તેણે 6 વિકેટ પર 257 રન બનાવ્યા છે. વોશિંગટન સુંદર અને આર અશ્વિન ક્રિઝ પર છે. 

ત્રીજા દિવસે રમતની શરૂઆત ઈંગ્લેન્ડે 8 વિકેટ પર 555 રનથી કરી હતી, પરંતુ ટીમ પ્રથમ સેશનમાં 578 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ ભારતીય ટીમે બેટિંગ શરૂ કરી અને દિવસના અંતે 74 ઓવરમાં 6 વિકેટે 257 રન બનાવી લીધા છે. વોશિંગટન સુંદર 33 અને અશ્વિન 8 રન બનાવી ક્રીઝ પર છે. ભારત હજુ 321 રન પાછળ છે. 

ભારતની ઈનિંગ, ટોપ ઓર્ડર ફેલ
ઈંગ્લેન્ડના 578 રનના વિશાળ સ્કોરનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને રોહિત શર્માના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો. જોફ્રા આર્ચરના બોલ પર તે છ રન બનાવી બટલરના હાથે કેચઆઉટ થયો હતો. ત્યારબાદ આર્ચરે શુભમન ગિલ (29)ને આઉટ કરી ભારતને બીજો ઝટકો આપ્યો હતો. ડોમ બેસે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને ઓલી પોપના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. 

વિરાટ કોહલી બાદ રહાણે પણ માત્ર 1 રન બનાવી બેસનો શિકાર બન્યો હતો. રિષભ પંતે આક્રમક બેટિંગ કરતા 40 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે પુજારા સાથે પાંચમી વિકેટ માટે 119 રનની ભાગીદારી કરી હતી. પૂજારા પણ 73 રન બનાવી દુર્ભાગ્યપૂર્ણ રીતે કેચ આઉટ થયો હતો. તેને પણ બેસે આઉટ કર્યો હતો. 

ભારતને મેચમાં વાપસી કરાવનાર રિષભ પંત ફરી એકવાર સદી ચુકી ગયો હતો. તેણે 91 રનની શાનદાર ઈનિંગ રમી, પરંતુ ડોમ બેસે આઉટ કરી પંતનું સદી ફટકારવાનું સપનું અધુરૂ રાખ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news