IPL 2019: સંજુ સેમનની સદીને પગલે રાજસ્થાનનો 198 રનનો વિશાળ સ્કોર

સંજૂ સેમસન ઇન્ડિયાની ટી20 લીગ (IPL)ની 12મી સીઝનમાં શતક લગાવનાર પ્રથમ બેટસમેન બની ગયો છે. રાજસ્થાનનાં આ બેટ્સમેને હૈદરાબાદની વિરુદ્ધ શુક્રવારે (29 માર્ચ)નાં રોજ સદી ફચકારી હતી. વિકેટકીપર બેટ્સમેન સંજુએ 55 બોલમાં 102 રન ફટકાર્યા હતા. સંજુની મદદથી રાજસ્થાન રોયલ્સે 2 વિકેટનાં નુકસાને 198નો સ્કોર ઉભો કર્યો હતો. 
IPL 2019: સંજુ સેમનની સદીને પગલે રાજસ્થાનનો 198 રનનો વિશાળ સ્કોર

હૈદરાબાદ : સંજૂ સેમસન ઇન્ડિયાની ટી20 લીગ (IPL)ની 12મી સીઝનમાં શતક લગાવનાર પ્રથમ બેટસમેન બની ગયો છે. રાજસ્થાનનાં આ બેટ્સમેને હૈદરાબાદની વિરુદ્ધ શુક્રવારે (29 માર્ચ)નાં રોજ સદી ફચકારી હતી. વિકેટકીપર બેટ્સમેન સંજુએ 55 બોલમાં 102 રન ફટકાર્યા હતા. સંજુની મદદથી રાજસ્થાન રોયલ્સે 2 વિકેટનાં નુકસાને 198નો સ્કોર ઉભો કર્યો હતો. 

રાજસ્થાન રોયલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદની વિરુદ્ધ ટોસ જીતીને પહેલા બેટિંગ કરી હતી. તેના કેપ્ટન રહાણેએ 49 બોલમાં 70 રન બનાવ્યા હતા. જો મેચનું આકર્ષણ સંજુ સેમસનની રહી, જેમણે 102 રનની રમતમાં 10 ચોક્કા અને 4 છગ્ગા ફટકાર્યા.  સેમસન અને રહાણેએ બીજી વિકેટની મદદથી 119 રનની ભાગીદારી કરી. 

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન રોયલ્સ (RR)નાં કેપ્ટન રહાણેએ ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મી સીઝનની આઠમી મેચ હૈદરાબાદનાં રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં શુક્રવારે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજસ્થાને પોતાની ટીમમાં કોઇ પરિવર્તન નથી કર્યું. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમમાં કેપ્ટન કેન વિલિયમ્સન પરત ફર્યા. જ્યારે શાકિબ અલ હસનને બહાર બેસવું પડશે. દીપક હુડ્ડાની જગ્યાએ શાહબાજ નદીમને તક આપવામાં આવી છે. 

બંન્ને ટીમની પ્લેઇંગ ઇલેવન
હૈદરાબાદ : ડેવિડ વોર્નર, કેન વિલિયમ્સન (કેપ્ટન), જોની બેયરસ્ટો, વિજય શંકર, યૂસુફ પઠાણ, મનીષ પાંડેય, શાહબાજ નદીમ, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, સંદીપ શર્મા, સિદ્ધાર્થ કૌલ.
રાજસ્થાન: આંજિક્ય રહાણે (કેપ્ટન), જોસ બટલર, સંજુ સેમસન, સ્ટીવ સ્મિથ, બેન સ્ટોક્સ, રાહુલ ત્રિપાઠી, કૃષ્ણપ્પા ગૌતમ, શ્રેયસ ગોપાલ, જોફરા આર્ચર, જયદેવ ઉનાડકટ અને ધવલ કુલકર્ણી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news