IPL 2020 Playoff: આ ત્રણ ટીમોની પ્લેઓફ ટિકિટ તો પાક્કી, ચોથા સ્થાન માટે પાંચ ટીમો વચ્ચે જંગ
ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનમાં 39 મુકાબલા રમાઇ ચુક્યા છે. આ વર્ષે પ્લેઓફમાં પહોંચનારી ટીમોમાં ત્રણ નામ લગભગ સ્પષ્ટ થઈ ગયા છે.
Trending Photos
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનમાં 39 મુકાબલા રમાઇ ચુક્યા છે. આ વર્ષે પ્લેઓફમાં પહોંચનારી ટીમોમાં ત્રણ નામ લગભગ સ્પષ્ટ થઈ ગયા છે. એક સ્થાન માટે બાકીની પાંચ ટીમો વચ્ચે ટક્કર થઈ રહી છે. પ્લેઓફમાં પ્રથમ અને બીજા સ્થાને કઈ ટીમ રહેશે તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી.
આ સીઝનમાં અત્યાર સુધી રમાયેલા મુકાબલાને જુઓ તો સ્પષ્ટ ખ્યાલ આવી જશે કે ત્રણ ટીમોએ બાકીની પાંચ ટીમો કરતા સારી રમત રમી છે. દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ પ્રથમ ત્રણ સ્થાન પર છે અને તેની પ્લેઓફની ટિકિટ પાક્કી માનવામાં આવી રહી છે.
પ્લેઓફમાં આ ટીમોની ટિકિટ પાક્કી
પોઈન્ટ ટેબલ જુઓ તો દિલ્હીની ટીમે 10માંથી 7 મેચ જીતી છે અને તેની પાસે 14 પોઈન્ટ છે અને તે પ્લેઓફમાં પહોંચી જશે. હજુ એક જીત તેનું પ્લેઓફમાં સ્થાન સાવ પાક્કુ કરી દેશે. કોલકત્તા પર જીત હાસિલ કરી હવે બેંગલોરની ટીમ 10 મેચ બાદ 7 જીતની સાથે બીજા સ્થાને પહોંચી ગઈ છે. મુંબઈએ 9 મેચ બાદ 6 જીત મેળવી 12 પોઈન્ટ હાસિલ કર્યા છે. તે ત્રીજા સ્થાને છે. હવે માત્ર બે જીતથી તે પણ પ્લેઓફમાં પહોંચી જશે.
IPL 2020 RRvsSRH: રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચે ટક્કર, ઓસ્ટ્રેલિયન કેપ્ટનોની આબરૂ લાગી દાવ પર
છેલ્લા સ્થાન માટે પાંચ ટીમોમાં ટક્કર
આ સીઝનમાં સૌથી નિરાશાજનક રમત ચેન્નઈ સુપર કિંગ્સે રમી છે, પરંતુ સમીકરફ ફીટ બેસે તો તે પ્લેઓફમાં પહોંચી શકે છે. બેંગલોર વિરુદ્ધ થયેલા શરમજનક પરાજય બાદ કોલકત્તા નાઇટ રાઇડર્સનો માર્ગ મુશ્કેલ બની ગયો છે. 10 મેચમાં 5 વિજય સાથે તેના 10 પોઈન્ટ છે. તેણે આગામી મેચમાં ઓછામાં ઓછી ત્રણ જીત મેળવવી પડશે. બે જીત પણ તેની પ્લેઓફની આશા જીવંત રાખી શકે છે. આ લિસ્ટમાં હવે કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ પણ દાવેદાર છે. સતત ત્રણ જીત સાથે ટીમ પાંચમાં સ્થાને છે. પંજાબ અને રાજસ્થાન રોયલ્સની પાસે 8-8, સનરાઇઝર્સ અને ચેન્નઈ 6-6 પોઈન્ટની સાથે રેસમાં બનેલી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે