IPL 2020: વિજેતા અને રનર્સઅપ ટીમ પર થશે રૂપિયાનો વરસાદ, જાણો કેટલા કરોડ મળશે

આઈપીએલ 2020નો ફાઇનલ જંગ ચાર વખતની ચેમ્પિયન અને વર્તમાન ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ અને પ્રથમ વખત ફાઇનલમાં પહોંચેલી દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. ભારતીય સમયાનુસાર આ મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે.

IPL 2020: વિજેતા અને રનર્સઅપ ટીમ પર થશે રૂપિયાનો વરસાદ, જાણો કેટલા કરોડ મળશે

નવી દિલ્હીઃ  IPL 2020 Prize Money: ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2013ની સીઝન સંયુક્ત અરબ અમીરાત (UAE)મા રમાઈ રહી છે. આ સીઝનની હવે માત્ર એક મેચ બાકી છે. આ મુકાબલો નહીં, પરંતુ મહામુકાબલો છે, કારણ કે, આઈપીએલ 2020મા માત્ર ફાઇનલ મુકાબલો બાકી છે, જે મંગળવાર 10 નવેમ્બરે દુબઈના મેદાનમાં રમાશે. શું તમે જાણો છો કે આ મેચમાં જીતનારી ટીમને મોટી ઈનામી રકમ મળવાની છે. પરંતુ પાછલા વર્ષની તુલનામાં આ વખતે ઓછા પૈસા મળશે. 

હકીકતમાં, આઈપીએલ 2020નો ફાઇનલ જંગ ચાર વખતની ચેમ્પિયન અને વર્તમાન ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ અને પ્રથમ વખત ફાઇનલમાં પહોંચેલી દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. ભારતીય સમયાનુસાર આ મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. આ મહામુકાબલાને જીતનારી ટીમને ઈનામ તરીકે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી 10 કરોડ રૂપિયા મળવાના છે, જ્યારે હારનારી ટીમને પણ મોટું ઈનામ મળશે, પરંતુ પાછલા વર્ષની તુલનાએ તે રકમ અડધી હશે.

IPL 2020 Final: પોલાર્ડ બોલ્યોઃ વિશ્વકપ ફાઇનલ બાદ સૌથી મોટો મુકાબલો છે  IPL ફાઇનલ

વર્ષ 2019મા આઈપીએલનું ટાઇટલ જીતનારી ટીમ મુંબઈ ઈન્ડિયન્સને ટૂર્નામેન્ટ જીત્યા બાદ 20 કરોડ રૂપિયા મળ્યા હતા અને રનર્સઅપ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સને સાડા બાર કરોડ રૂપિયા મળ્યા હતા, પરંતુ આ વખતે રકમ અડધી છે. જીતનારી ટીમને 10 કરોડ રૂપિયાનો ચેક મળશે, જ્યારે હારનારી ટીમને 6.25 કરોડ રૂપિયા આપવામાં આવશે. તો પ્લેઓફમાં ક્વોલિફાયર-2 હારનારી સનરાઇઝર્સ હૈદરાબાદ અને એલિમિનેટર મેચ હારનારી ટીમ આરસીબીને ઈનામ તરીકે 4.375-4.375 કરોડ રૂપિયા મળવાના છે.બીસીસીઆઈએ ઇનામી રકમમાં આ વર્ષે ફેરફાર કર્યો હતો અને કહ્યું હતું કે, પ્રશાસકોની સમિતિએ રકમમાં વધુ વધારો કરી દીધો હતો. તેથી તેમાં કોસ્ટ કટિંગ કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news