કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પૂરા કર્યા 12 વર્ષ, જાણો કેવી રહી તેની સફર

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ મંગળવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 12 વર્ષ પૂરા કરી લીધા છે. કોહલીએ 18 ઓગસ્ટ 2008ના શ્રીલંકા વિરુદ્ધ વનડે રમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું.

Updated By: Aug 18, 2020, 12:46 PM IST
કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પૂરા કર્યા 12 વર્ષ, જાણો કેવી રહી તેની સફર

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ મંગળવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 12 વર્ષ પૂરા કરી લીધા છે. કોહલીએ 18 ઓગસ્ટ 2008ના શ્રીલંકા વિરુદ્ધ વનડે રમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. તે પોતાની પ્રથમ વનડે મેચમાં 12 રન બનાવી શક્યો હતો. પરંતુ કોહલીએ સમયની સાથે ખુદને આંતરરાષ્ટ્રીય સ્તર પર સ્થાપિત કર્યો અને હાલના સમયમાં તેની ગણના વિશ્વના મહાન બેટ્સમેનોમાં થાય છે. 

વિરાટ કોહલીએ એમએસ ધોનીની આગેવાનીમાં પોતાનું પર્દાપણ કર્યું હતું. પર્દાપણ મેચમાં કોહલીએ ગૌતમ ગંભીર (0)ની સાથે ઈનિંગનો પ્રારંભ કર્યો હતો. તે મેચમાં ભારતની બેટિંગ ધરાશાયી થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા તરફથી યુવરાજ સિંહે સૌથી વધુ 23 રન બનાવ્યા અને ટીમ માત્ર 146 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 

પર્દાપણમાં ફ્લોપ રહ્યો હતો કોહલી
કોહલીએ પોતાની પર્દાપણ મેચમાં ભારત તરફથી પ્રથમ બાઉન્ડ્રી લગાવી હતી અને તે પણ ચામિંડા વાસના બોલ પર. કોહલીએ 22 બોલ પર 12 રન બનાવ્યા અને ફાસ્ટ બોલર નુવાન કુલસેકરાએ તેને એલબી આઉટ કર્યો હતો. દાંબુલામાં રમાયેલી આ મેચ ભારતે 8 વિકેટે ગુમાવી હતી અને શ્રીલંકાએ પાંચ મેચોની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી હતી. 

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ વર્ષ અસરદાર નહીં
પોતાના પર્દાપણ મુકાબલામાં તે લોકોનું ધ્યાન પોતા તરફ ન ખેંચી શક્યો. તેનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ વર્ષ ખાસ ન રહ્યું. વિરાટે પોતાની 14મી વનડેમાં પ્રથમ સદી ફટકારવામાં સફળ રહ્યો, જ્યારે તેણે 2009મા શ્રીલંકા વિરુદ્ધ કોલકત્તામાં સદી ફટકારી હતી. પરંતુ આ મેચ પહેલા નાગપુરમાં તે પોતાની પ્રથમ અડધી સદી (54 રન) ફટકારી ચુક્યો હતો. 

22 વર્ષની ઉંમરમાં રિષભ પંતની પાસે એમએસ ધોનીથી વધુ નેચરલ ટેલેન્ટઃ આશીષ નેહરા

ઓસ્ટ્રેલિયાનો પ્રવાસઃ કરિયરનો 'ટર્નિંગ પોઈન્ટ'
કોહલીના કરિયરના ટર્નિંગ પોઈન્ટની વાત કરીએ તો તે 2011-2012ના ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર આવ્યો. પરંતુ હવે 4 ટેસ્ટ મેચોની સિરીઝમાં કાંગારૂએ ટીમ ઈન્ડિયાને ક્લીન સ્વીપ કરી, પરંતુ એડિલેડમાં રમાયેલી છેલ્લી ટેસ્ટમાં કોહલીએ સદી ફટકારી. જ્યારે પર્થમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં તે 44 અને 75 રન બનાવવામાં સફળ રહ્યો હતો. આ ઈનિંગની મદદથી વિરાટે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓની નજરમાં અલગ ઓળખ બનાવી લીધી.

હોબાર્ટમાં ઐતિહાસિક ઈનિંગમાં બધાનું દિલ જીતી લીધું
કોહલીની ઐતિહાસિક ઈનિંગ (28 ફેબ્રુઆરી 2012) ટ્રાઈ સિરીઝ દરમિયાન હોબાર્ટમાં જોવા મળી. તે મેચમાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરોમાં 4 વિકેટ પર 320 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ વિરાટની 86 બોલમાં 133 રનની અણનમ ઈનિંગની મદદથી 40 ઓવરમાં 321 રનનો લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પણ પહોંચી ગઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર