કોચ રવિ શાસ્ત્રીએ પકડ્યું સેનેટરી પેડ અને વિરાટ કોહલીને આપી આ ચેલેંજ

રવિ શાસ્ત્રીએ હાથમાં સેનેટરી પેડ લઇને એક ફોટો પોતાના ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ પર શેર કર્યો છે.   

કોચ રવિ શાસ્ત્રીએ પકડ્યું સેનેટરી પેડ અને વિરાટ કોહલીને આપી આ ચેલેંજ

નવી દિલ્હી: મહિલાઓનો માસિકસ્ત્રાવ (Periods) એક એવો વિષય છે, જેના પર મોટાભાગે ચૂપ રહેવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ બોલીવુડના ખેલાડી કુમાર અક્ષય કુમારે આ વિષય પર એક ફિલ્મ લઇને આવી રહ્યાં છે. એવામાં આ ફિલ્મના પ્રમોશન માટે અક્ષય પીરિયડ્સ જેવા વિષય પર ખુલીને વાત કરતાં જોવા મળી રહ્યાં છે. એવામાં હવે અક્ષય કુમાર અને ટ્વિકલ ખન્નાએ બોલીવુડ સ્ટારને 'પેડમેન ચેલેંજ' આપવાનું શરૂ કરી દીધું છે. આ ચેલેંજને ઘણા બોલીવુડ સ્ટારે સ્વિકાર કરી અને પોતાના સોશિયલ મીડિયા પર સેનેટૅરી પેડ સાથે ફોટો શેર કર્યો. હવે આ કડીમાં ખેલાડીઓનું નામ પણ જોડાઇ ગયું છે.  
 
ફિલ્મના રિલીઝ પહેલાં સોશિયલ મીડિયા પર 'પેડમેન ચેલેંજ' લોંચ કરવામાં આવી છે, જેને બોલીવુડના મોટા મોટા કલાકારોએ સ્વિકાર કરી છે. 'પેડમેન ચેલેંજ' લોંચ થયા બાદ તેને આમિર ખાન, કરણ જોહર, અર્જૂન કપૂર, માધુરી દીક્ષિત, અદિતિ રાવ હૈદરી, દીપિકા પાદુકોણ, સોનમ કપૂર, હુમા કુરેશી, દીયા મિર્જા સહિત ઘણા બોલીવુડ સ્ટારે સ્વિકાર કર્યો અને પોતાના હાથમાં પેડ લઇને ફોટો પડાવ્યો અને સોશિયલ મીડિયા પર તેને શેર કર્યો. મુરૂગનાથમે પણ આ ચેલેંજ સ્વિકારી સેનેટરી નેપકીન સાથે ફોટો પડાવ્યો. 
 
જો કે, આ ચેલેંજનો આઇડિયા અક્ષય, નિર્માતા ટ્વિંકલ ખન્ના અથવા પછી નિર્દેશક આર.બાલ્કીનો નથી, પરંતુ અસલ જિંદગીના પેડમેન અરૂણાચલમ મુરૂગનાથમનો છે. અસલી પેડમેનનો ઉદ્દેશ્ય લોકોને એ જણાવવાનો હતો કે માસિકસ્ત્રાવ ફક્ત મહિલાઓ સાથે સંકળાયેલી વસ્તુ નથી, પરંતુ તેના સાથે પુરૂષો પણ જોડાયેલા છે.

રવિ શાસ્ત્રીએ હાથમાં સેનેટરી પેડ લઇને એક તસવીર પોતાના ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ પર શેર કરી છે. આ સાથે જ તેમણે લખ્યું છે- મારા હાથમાં સેનેટરી પેડ છે. હું ખૂશ છું કે મેં રોકસ્ટાર અક્ષય કુમારને આ ટૈબૂને તોડવામાં સપોર્ટ કરી રહ્યો છું. આ સાથે જ રવિ શાસ્ત્રીએ પણ આ ચેલેંજને આગળ કેપ્ટન વિરાટ કોહલી, ગૌતમ સિંઘાનિયા અને લિએંડર પેસને આપી છે.

A post shared by Ravi Shastri (@ravishastriofficial) on

બેડમિંટન ખેલાડી પીવી સિંધુએ પણ આ ચેલેંજને સ્વિકાર કરી અને લખ્યું- દીપિકા પાદુકોણ મને આ ચેલેંજ આપવા માટે આભાર. હાં, મારા હાથમાં સેનેટરી પેડ છે. પીરિયડ્સ નોર્મલ છે. બીજા અન્ય દિવસોની માફક.

A post shared by sindhu pv (@pvsindhu1) on

મહિલા પહેલવાન ગીતા ફોગાટે પણ આ ચેલેંજનો સ્વિકાર કર્યો. તેમણે લખ્યું- હાં, મારા હાથમાં સેનેટરી પેડ છે. અને કોઇ મોટી વાત નથી...આ પ્રાકૃતિક છે. 

A post shared by geeta phogat (@geetaphogat) on

તમને જણાવી દઇએ કે અક્ષય કુમાર ફિલ્મ 'પેડમેન' લઇને આવી રહ્યાં છે, જેનો વિષય છે મહિલાઓની મહાવારી અને તેના સાથે સંકળાયેલી સમસ્યા પર છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે સોનમ કપૂર અને રાધિકા આપ્ટે જોવા મળશે. 'પેડમેન' 9 ફેબ્રુઆરીના રોજ રિલીજ થઇ રહી છે. ફિલ્મના પ્રમોશનને લઇને અક્ષય કુમારની #PadManChallenge ને હવે ટીમ ઇન્ડીયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ સ્વિકારી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news