કોરોનાને લઈને વિશ્વમાં ડરનો માહોલ, રોહિત શર્માએ ફેન્સને આપ્યો આ મેસેજ
રોહિતે પોતાના ટ્વીટર અને ફેસબુક પર સોમવારે એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તે લોકોને બીમારીને લઈને સાવચેત અને સાવધાન રહેવાની વાત કરી રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ આ સમયે ફેલાયેલી ખતરનાક બીમારી કોરોના વાયરસને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને દેશવાસીઓને તેને લઈને સાવચેત રહેવાનું કહ્યું છે.
રોહિતે પોતાના ટ્વીટર અને ફેસબુક પર સોમવારે એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તે લોકોને બીમારીને લઈને સાવચેત અને સાવધાન રહેવાની વાત કરી રહ્યો છે.
રોહિતે કહ્યું, 'પાછલા કેટલાક સપ્તાહ આપણા માટે ઘણા મુશ્કેલ રહ્યાં છે અને વિશ્વ આ સમયે થોભી ગયું છે, જે ખુબ ખરાબ છે. આપણે સામાન્ય સ્થિતિ પર પરત આવીએ અને તેના માટે જરૂરી છે કે આપણે બધા એક થઈને બીમારી સામે લડીએ અને આ થોડુા સચેત અને સાવધાન રહી, આપણી આસપાસની જાણકારી રાખીને કરી શકીએ.'
Stay safe everyone. pic.twitter.com/2ABy1XUeTP
— Rohit Sharma (@ImRo45) March 16, 2020
તમામ રાજ્યની સરકારો આ બીમારીનો સામનો કરવા માટે લોકોને ભેગા ન થવાની સલાહ આપી રહી છે અને શાળા, કોલેજો, મોલ, સિનેમા હોલ બંધ કરી દેવામાં આવ્યા છે, જેથી લોકો ભેગા ન થઈ શકે.
રોહિતે કહ્યું, 'આ તે માટે કારણ કે આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણા બાળકો સ્કૂલ જાય. આપણે મોલ જવા ઈચ્છીએ, થિએટરમાં ફિલ્મ જોવા ઈચ્છીએ છીએ.' રોહિતે આ સાથે બીમારી સામે લડી રહેલા ડોક્ટરોની પ્રશંસા કરી છે.
કોરોના વાયરસનો ડરઃ 14 દિવસ માટે આઇસોલેશનમાં ગયો ક્રિકેટર, પત્નીએ લખ્યો આ મેસેજ
રોહિતે કહ્યું, 'હું તમામ ડોક્ટરો અને વિશ્વના મેડિકલ સ્ટાફના પ્રયાસની પ્રશંસા કરુ છું, જેણે પોતાનો જીવ જોખમમાં મકી તે લોકોની સારવાર કરી જે કોરોનાથી પીડિત છે.'
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે