સ્ટીવ સ્થિમનો આરોપ: CA અધિકારીઓએ કહ્યું- તમને રમવા માટે નહીં જીતવા માટે પૈસા આપીએ છે

સ્મિથે ફોક્સ ક્રિકેટમાં મેજબાન એડમ ગિલક્રિસ્ટને આપેલા સાક્ષાત્કારમાં કહ્યું કે, મને યાદ છે કે અમે હોબાર્ટમાં દક્ષિણ આફ્રિકા (નવેમ્બર 2016)થી હારી ગયા હતા અને તે મારી ટેસ્ટ ક્રિકેટની સતત પાંચમી હાર હતા.

Updated By: Dec 27, 2018, 05:18 PM IST
સ્ટીવ સ્થિમનો આરોપ: CA અધિકારીઓએ કહ્યું- તમને રમવા માટે નહીં જીતવા માટે પૈસા આપીએ છે

મેલબર્ન: ઓસ્ટ્રેલિયાના પ્રતિબંધિત પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે બુધવારે કહ્યું કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)ના અધિકારીઓએ જેમ્સ સુથરલેન્ડ અને પેટ હોવર્ડ એ ટીમમાં 'દરેક પરિસ્થિતિમાં જીત' નોંધાવવાની સંસ્કૃતિને ભરવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, જેના લીધે ટીમને બૉલિંગ જેવી વિવાદાસ્પદ ઘટના સાથે સામનો કરવો પડ્યો હતો. સ્મિથ પર આ ઘટનામાં સામેલ થવાના કારણે એક વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ સંસ્કૃતિની સમીક્ષા કરવામાં આવી હતી.

સ્મિથે ફોક્સ ક્રિકેટમાં મેજબાન એડમ ગિલક્રિસ્ટને આપેલા સાક્ષાત્કારમાં કહ્યું કે, મને યાદ છે કે અમે હોબાર્ટમાં દક્ષિણ આફ્રિકા (નવેમ્બર 2016)થી હારી ગયા હતા અને તે મારી ટેસ્ટ ક્રિકેટની સતત પાંચમી હાર હતા. આ પહેલા શ્રીલંકામાં અમે ત્રણ ટેસ્ટ ગુમાવ્યા હતા. મને યાદ છે કે જેમ્સ સુથરલેન્ડ઼ અને પેટ હોવર્ડ રૂમમાં આવ્યા અને તેમણે હકીકતમાં કહ્યું કે, અમે તમને રમવા માટે નહીં પરંતુ જીતવા માટે પૈસા આપીએ છે.

તેમણે કહ્યું કે, એટલા માટે મને લાગે છે કે આવું કહેવું થોડુ નિરાશાજનક હતું. અમે મેચ ગુમાવવા માટે નહતા રમી રહ્યા. અમે જીતના ઉદેશ્યથી મેદાન પર ઉતર્યા હતા અને તેના માટે પ્રયત્ન પણ કર્યો હતો. અમારી તરફથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. સુથરલેન્ડની આ ઘટના બાદ જ્યાં મુખ્ય કાર્યકારીએ તેમના પદથી રાજીનામુ આપી દીધુ ત્યાં ટીમ પ્રદર્શન સાથે જોડાયેલા આધિકારી હોવર્ડને ગત મહિને સ્વતંત્ર સમિતિની સમીક્ષા બાદ કાઢી મુકવામાં આવ્યો હતો. હોવર્ડ તે લોકોમાંથી હતા જેમણે આ ઘટના બાદ સ્મિથ અને અન્ય ખેલાડીઓ પર સવાલ ઉઠાવ્યો હતો.

સંસ્કૃતિનો સવાલ
સ્મિથે કહ્યું કે, જો તમે સંસ્કૃતિ અને આ રીતની વાત કરો છો તો તમારે દક્ષિણ આફ્રિકાના પ્રવાસના પહેલા બે મહિનાના પ્રદર્શન પર ધ્યાન કરવાનું હોય, જ્યારે અમે ઓસ્ટ્રેલિયામાં એશેજ 4-0થી જીત્યા હતા અને લોકો કહી રહ્યાં હબતા કે ટીમ સંસ્કૃતિ વાસ્તવમાં સારી છે અને બધુ જ સારુ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે એટલા માટે વસ્તુ ખુબ ઝડપી બદલી શકાય છે. નિશ્ચિત સમય પર કેપ્ટાઉનમાં જે પણ થયું તેનાથી લોકોને કહેવાની તક મળી કે ટીમની સંસ્કૃતિ ઘણી ખરાબ છે. લોકોની તેના પર પોતાની રાય હશે. મને નથી લાગતું કે અમારી ટીમની સંસ્કૃતિ ખરાબ હતી.

સ્મિથે ગત વર્ષે માર્ચમાં પાકિસ્તાનની સામે વન-ડે સીરીઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમમાં વાપસી કરવાની સંભાવના છે. તેમના ભલે કેપ્ટનના રૂપમાં વાપસી કરવાની સંભાવના ન હોય પરંતુ રીકી પોંટિંગે તેની ભલામણ કરી છે.

સ્મિથે આ વિષય પર કહ્યું કે, અત્યારે આ વિષય પર હું વિચારી રહ્યો નથી. માત્ર વાપસી કરવા માગુ છું અને મને એશેજમાં ટીમ (પેન) અને વર્લ્ડ કપમાં ફિંચી (આરોન ફિંચ)ની આગેવાનીમાં રમવામાં મજા આવશે. હું તેમની મદદ માટે મારા તરફથી દરેક સંભવ પ્રયાસ કરવા માગુ છું. હું ઓસ્ટ્રેલિયન ક્રિકેટને આગળ વધારવામાં મદદ કરવા માગુ છું. હું યોગ્ય રીતે ક્રિકટ રમીને થોડી સફળતા પણ હાંસલ કરવા માગુ છું. તેમણે કહ્યું કે, અત્યારે મારું આ લક્ષ્ય છે અને તેના માટે તૈયારી પણ કરી રહ્યો છું.
(ઇનપુટ એજન્સીથી)

સ્પોર્ટ્સના અન્ય સમાચાર વાંચવા માટે અહિં ક્લિક કરો...