ટૂંક સમયમાં પિતા બનનારા વિરાટ કોહલીએ માસૂમ બાળકો માટે ઉઠાવ્યું ભાવુક પગલું

વિરાટ કોહલીએ સેનિટેશન બ્રાંડ વાઈઝના બ્રાંડ એમ્બેસેડર, પ્રચારથી મળનારી રકમ કુપોષિત બાળકો માટે દાન કરવાનો નિર્ણય લીધો.

Updated By: Nov 18, 2020, 02:12 PM IST
ટૂંક સમયમાં પિતા બનનારા વિરાટ કોહલીએ માસૂમ બાળકો માટે ઉઠાવ્યું ભાવુક પગલું

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ને સેનિટેશન બ્રાંડ વાઈઝના બ્રાંડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવ્યો છે. વિરાટે આ બ્રાંડના પ્રચારમાંથી મળનારી રકમ કુપોષિત બાળકોની મદદ માટે દાન કરવાનો નિર્ણય કર્યો છે. કોહલી તરફથી દાનમાં આપવામાં આવનારી રકમ મહારાષ્ટ્રના એક પરોપકારી સંગઠન રાહ ફાઉન્ડેશનને આપવામાં આવશે. જે કુપોષિત અને વંચિત વર્ગના બાળકો માટે ઉત્થાનનું કામ કરે છે.

BCCIએ નવા કિટ સ્પોન્સરની કરી જાહેરાત, જર્સી પર નવા નામ સાથે ઉતરશે ટીમ ઈન્ડિયા

વાઈઝ સાથે જોડાયા પછી કોહલીએ કહ્યું કે, 'એક ખેલાડીના રૂપમાં અમને ખૂબ પ્રેમ મળે છે. અમને નાયકોની જેમ પૂજવામાં આવે છે. પરંતુ આ સંકટના સમયમાં કોવિડ-19 યોદ્ધા આપણા સાચા નાયક છે. જે બીજાને બચાવવા માટે પોતાનું જીવન જોખમમાં નાંખે છે. હું વાઈઝ સાથે જોડાઈને ખૂબ જ પ્રસન્ન છું. કેમ કે તે માત્ર વિશ્વસ્તરીય ઉત્પાદન જ નથી. જેના નિર્માણના સમયે આકરા દિશા-નિર્દેશનું પાલન કરવામાં આવ્યું છે. પરંતુ મને સામાજિક કારણો માટે યોગદાન આપવાનો અવસર પણ આપવામાં આવ્યો છે. હું વાઈઝ સાથે જોડાઈને ખૂબ જ ઉત્સાહનો અનુભવ કરી રહ્યો છું. કેમ કે હું એક એવી પહેલ સાથે જોડાઈ રહ્યો છું. જેનો ઉદ્દેશ્ય વાઈઝથી મારા આવકના માધ્યમથી ભારતમાં કુપોષણ સામે લડાઈ લડવાનો છે.'

ક્રિકેટર શાકિબે કોલકત્તામાં કરી કાલી પૂજા, કટ્ટરપંથીઓની ધમકી પર માગી માફી

કોહલી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર છે. અને તે ત્યાં વન-ડે અને ટી-20 સીરિઝનો ભાગ હશે. કોહલીની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્મા ડિસેમ્બરમાં માતા બનવાની છે. અને આ કારણે કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ચાર મેચની ટેસ્ટ સીરિઝની પહેલી મેચ પછી પેટર્નિટી લીવ લીધી છે. તે એડિલેડમાં થનારી પિંક બોલ ટેસ્ટમાં રમ્યા પછી સ્વદેશ પાછો ફરશે. તે ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે પહેલી ડે-નાઈટ ટેસ્ટ હશે.

વાઈઝના સંસ્થાપક અક્ષત જૈને કહ્યું કે, 'અમે વિરાટ કોહલીની તત્પરતા, અનુશાસન અને વિશ્વસ્તરીય માપદંજો જેવા મૂલ્યો જે તેના વ્યક્તિત્વથી પ્રતિબિંબિત થાય છે. અમે એવો એમ્બેસેડર પસંદ કર્યો છે. અમારી બ્રાંડ અને કોહલીના માપદંડ એકબીજાના પૂરક પ્રતીત થાય છે. અમને ખુશી છે કે અમારા માધ્યમથી તે સામાજિક પરિવર્તનની એક પહેલમાં સામેલ થઈ રહ્યો છે.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube