સુનીલ ગાવસ્કરના સમર્થનમાં આવ્યા પૂર્વ ક્રિકેટર, કહ્યું- આપણા ભારતીયોમાં સેન્સ ઓફ હ્યૂમરની કમી

એન્જિનિયરે કહ્યું- હું સુનીલને સારી રીતે જાણુ છું. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેમણે આ મજાકમાં કહ્યું હશે.   

Updated By: Sep 27, 2020, 05:46 PM IST
સુનીલ ગાવસ્કરના સમર્થનમાં આવ્યા પૂર્વ ક્રિકેટર, કહ્યું- આપણા ભારતીયોમાં સેન્સ ઓફ હ્યૂમરની કમી

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટકીપર ફારૂખ એન્જિનિયર (Farokh Engineer) ટીમ ઈન્ડિયાના હાલના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ની પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma) પર કરવામાં આવેલી કોમેન્ટને લઈને આલોચનાઓનો સામનો કરી રહેલા સુનીલ ગાવસ્કર 
(Sunil Gavaskar)ના સમર્થનમાં આવ્યા છે.

ગાવસ્કરે કોમેન્ટ્રી દરમિયાન કહ્યુ હતુ કે કોહલીએ કોવિડ-19 લૉકડાઉનમાં માત્ર અનુષ્કા શર્માની બોલિંગનો સામનો કર્યો છે. ગાવસ્કરે તે વીડિયોનો ઉલ્લેખ કર્યો જેમાં અનુષ્કા શર્મા કોહલીને બોલિંગ કરી રહી હતી. ત્યારબાદ ગાવસ્કરે ખુબ આલોચનાનો સામનો કરવો પડ્યો હતો. ઘણા લોકોએ તો આ મહાન ક્રિકેટરને કોમેન્ટ્રી પેનલમાંથી હટાવવાની માગ કરી હતી. 

તેના પર પાકિસ્તાન ઓબ્ઝર્વર સાથે વાત કરતા એન્જિનિયરે કહ્યુ, અમે ભારતીયોમાં સેન્સ ઓફ હ્યૂમરની કમી છે. જો સુનીલે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી વિશે કંઈ કહ્યું હશે તો તે જરૂર મજાકભર્યા અંદાજમાં કહ્યું હશે ન ખરાબ કે અપમાનજનક દ્રષ્ટિથી. 

એન્જિનિયરે કહ્યું- હું સુનીલને સારી રીતે જાણુ છું. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેમણે આ મજાકમાં કહ્યું હશે. મારા સાથએ પણ આમ થયું હતું જ્યારે લોકોએ તે વાતને ખુબ સીરિયસલી લઈ લીધી હતી અને અનુષ્કાએ નિવેદન જારી કરવુ પડ્યુ હતું. ઉલ્લેખનીય છે કે વર્ષ 2019ના વિશ્વકપ દરમિયાન એન્જિનિયર પણ આ પ્રકારના વિવાદમાં ફસાયા હતા જ્યારે તેમણે કથિત રૂપથી કહ્યુ હતું કે, ટીમ ઈન્ડિયાના બધા સિલેક્ટર ઈંગ્લેન્ડમાં માત્ર અનુષ્કા માટે ચા લઈને આવી રહ્યાં હતા. 

IPL 2020: રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ કિંગ્સ ઇલેવન પંજાબ, આ હોઈ શકે સંભવિત ઈલેવન

ગાવસ્કરે કરી હતી સ્પષ્ટતા
ગાવસ્કરે કહ્યુ હતુ કે- તમે કોમેન્ટ્રી દરમિયાન સાંભળી શકો છો કે આકાશ ચોપડા અને હું હિન્દી માટે કોમેન્ટ્રી કરી રહ્યાં હતા. અને તે વાત કરી રહ્યાં હતા કે બધા ખેલાડીઓને સારી રીતે પ્રેક્ટિસ કરવામાં ખુબ ઓછો સમય મળ્યો હતો. આ વાત હકીકતમાં પહેલાની કેટલીક મેચમાં ખેલાડીઓના પ્રદર્શનમાં નજર આવેલી કમીને કારણે કહેવામાં આવી હતી. 

તેમણે કહ્યું હતું- રોહિત શર્મા પહેલી મેચમાં બોલને સારી રીટે ટાઇમ ન કરી શક્યો. એમએસ ધોની બોલને સ્ટ્રાઇક કરી શક્યો નથી. વિરાટ કોહલી પણ બોલને સ્ટ્રાઇક કરી શક્યો નથી. આ મોટાભાગના બેટ્સમેનો સાથે હતું કારણ કે તેણે પર્યાપ્ત પ્રેક્ટિસ કરી નથી. 

ગાવસ્કરે આગળ કહ્યુ હતુ- આ પોઈન્ટ જણાવવામાં આવ્યો હતો. વિરાટ કોહલીએ કોઈ પ્રેક્ટિસ નથી કરી અને તેણે માત્ર પોતાના બિલ્ડિંગ કમ્પાઉન્ડમાં તે પ્રેક્ટિસ કરી હતી જેમાં અનુષ્કા શર્મા તેને બોલિંગ કરી રહી હતી. આ કહ્યું હતું. 

ગાવસ્કરે પોતાના સ્પષ્ટીકરણમાં કહ્યુ હતુ- તે તેને બોલિંગ કરી રહી હતી, બસ તે વાત હતી. હું ક્યાં તેના પર આરોપ લગાવી રહ્યો છું? આ વિશે હું સેક્સિસ્ટ થવાની વાત ક્યાંથી આવી ગઈ? હું તે વીડિયો વિશે વાત કરી રહ્યો હતો જે કોઈએ નજીકની બિલ્ડિંગમાંથી રેકોર્ડ કર્યો હતો અને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. મેં બસ તેનો ઉલ્લેખ કર્યો હતો. 

વાંચો આઈપીએલના તમામ સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર