World Cup Super League: વનડે સિરીઝ હારવા છતાં ઈંગ્લેન્ડ ટોપ પર, જાણો શું છે ભારતની સ્થિતિ

World Cup Super League:  વિશ્વકપ-2023માં સીધો પ્રવેશ મેળવવા માટે આઈસીસીએ વર્લ્ડ કપ સુપર લીગની શરૂઆત કરી હતી. ભારત ઈંગ્લેન્ડ સિરીઝ બાદ તેના પોઈન્ટ ટેબલમાં ફેરફાર થયો છે. જાણો કઈ ટીમ ક્યા સ્થાને છે. 

Updated By: Mar 29, 2021, 03:08 PM IST
World Cup Super League: વનડે સિરીઝ હારવા છતાં ઈંગ્લેન્ડ ટોપ પર, જાણો શું છે ભારતની સ્થિતિ

નવી દિલ્હીઃ ભારતીય ટીમે રવિવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે આંતરરાષ્ટ્રીય સિરીઝમાં 2-1થી જીત હાસિલ કરી હતી. આ જીતની સાથે ભારતીય ટીમ વર્લડ કપ સુપર લીગમાં 7માં સ્થાને પહોંચી ગઈ છે. આ લીગમાં ઈંગ્લેન્ડ ટોપ પર છે તેના 40 પોઈન્ટ છે. પરંતુ નંબર બે પર રહેનાર ઓસ્ટ્રેલિયાની ટીમના પણ એટલા જ પોઈન્ટ છે, પરંતુ તે નેટ રનરેટના આધાર પર ઈંગ્લેન્ડથી પાછળ છે. 

આ લીગમાં દરેક ટીમને એક મેચ જીતવા પર 10 પોઈન્ટ મળશે. મેચ ટાઈ, કે પરિણામ ન આવવા અથવા રદ્દ થવા પર પાંચ પોઈન્ટ મળશે. મેચ હારવા પર કોઈ પોઈન્ટ મળશે નહીં. 

  ટીમ મેચ જીત હાર ટાઈ/NR  પોઈન્ટ NRR પેનલ્ટી
1 ENG 9 4 5 0/0 40 0.468 0
2 AUS 6 4 2 0/0 40 0.347 0
3 NZ 3 3 0 0/0 30 2.352 0
4 AFG 3 3 0 0/0 30 0.527 0
5 BAN 6 3 3 0/0 30 -0.128 0
6 WI 6 3 3 0/0 30 -0.876 0
7 IND 6 3 3 0/0 29 -0.252 1
8 PAK 3 2 1 0/0 20 -0.741 0
9 ZIM 3 1 2 0/0 10 -0.741 0
10 IRE 6 1 5 0/0 10 -1.076 0
11 SL 3 0 3 0/0 -2 -0.221 2
12 NL - - - - - - -
13 SA - - - - - -  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube