એમ કહી થોડી કહેવાય છે ભામાશા! ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિનો જન્મદિને મહત્વપૂર્ણ નિર્ણય
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના સમાડી ગામના રહેવાસી ગોપાલભાઈ વસ્ત્રપરાએ પોતાના 60 વર્ષ પૂર્ણ થયા બાદ પર્યાવરણ બચાવવા માટે અને પર્યાવરણનું યોગ્ય જતન કરવા માટે એક નિર્ણય લીધો છે.
Trending Photos
કેતન બગડા/અમરેલી: દિવસેને દિવસે ગરમીનો પારો આસમાને પહોંચી રહ્યો છે ત્યારે અમરેલીના એક જાણીતા ઉદ્યોગપતિ અને ભામાશાએ એક મહત્વનો નિર્ણય લીધો છે. બાબરા તાલુકાના ચમારડી ગામના ગોપાલભાઈ વસ્ત્રપરાએ પોતાના 61માં જન્મદિવસને લઈને સમગ્ર પથકમાં 60000 હજાર વૃક્ષોના રોપાનું વિના મૂલ્યે વિતરણ કરી સમગ્ર જિલ્લાને હરિયાળું બનાવવાની પહેલ કરી છે.
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના સમાડી ગામના રહેવાસી ગોપાલભાઈ વસ્ત્રપરાએ પોતાના 60 વર્ષ પૂર્ણ થયા બાદ પર્યાવરણ બચાવવા માટે અને પર્યાવરણનું યોગ્ય જતન કરવા માટે એક નિર્ણય લીધો છે વૃક્ષો બચાવવા અને વૃક્ષોનું જતન કરવાની પહેલ કરવામાં આવી છે જેને મોટા પ્રમાણમાં સફળતા મળી રહે છે પોતાના 61 માં જન્મદિવસથી પ્રથમ વૃક્ષોનું વાવેતર કર્યા બાદ હવે પોતાના ગામ સમાડી ખાતે 60 હજાર વૃક્ષોનું વિનામૂલ્ય વિતરણ કરી ચૂક્યા છે.
સમગ્ર અમરેલી જિલ્લામાંથી અલગ અલગ વિસ્તારના લોકો આ વૃક્ષો ના રોપા લેવા માટે અહીં આવે છે તો સાથે સાથે ગોપાલભાઈએ લોકોમાં જાગૃતિ ફેલાય અને લોકો વૃક્ષો ના લીધે પર્યાવરણને બચાવે અને ગરમીનું પ્રમાણ ઓછું થાય તે માટે તેમણે એક પહેલ પણ કરી છે કે જે લોકો સો જેટલા વૃક્ષોનું ત્રણ વર્ષ માટે જતન કરશે તો તેમને ઇનામ રૂપે રૂપિયા 10000 આપવામાં આવશે.
ઉદ્યોગપતિએ જન્મદિવસે કર્યું 60 હજાર રોપાનું વિતરણ, અમરેલીના ચમારડી ગામના ગોપાલભાઇની અનોખી પહેલ#Gujarat #Trending #TrendingNow pic.twitter.com/UzDPK4Nmf7
— Zee 24 Kalak (@Zee24Kalak) July 17, 2024
ગોપાલભાઈ વસ્ત્રપરા ને નાનપણથી જ વૃક્ષ પ્રત્યે અનહદ પ્રેમ છે અને આ વખતે સમગ્ર દેશમાં ગરમીનો પારો 44 ડિગ્રી થી લઈને 46 ડિગ્રીની ઉપર પહોંચી ગયો હતો ત્યારે ગોપાલભાઈ વસ્ત્રપરાએ એક સંકલ્પ કર્યો કે આપણે પર્યાવરણ બચાવશું તો ખૂબ જ ફાયદો થશે અને ગરમીનું પ્રમાણ પણ ઓછું થશે ત્યારે પોતાના 61 માં જન્મ દિવસ દરમિયાન નક્કી કર્યું હતું કે 60000 જેટલા વૃક્ષોનું વિનામૂલ્ય વિતરણ કરવું અને 60000 વૃક્ષો વાવવા ત્યારે અત્યારે અત્યારે અત્યારે અત્યારે અત્યારે અત્યારે અમરેલી જિલ્લા અને આસપાસના જિલ્લાના લોકો 2 લાખથી વધારે વૃક્ષના રોપા ગોપાલભાઈ પાસેથી વિના મૂલ્ય લઈ ગયા છે.
આ વૃક્ષોના રોપા નું અહીં વિતરણ કરવામાં આવે છે ત્યારે એક રજીસ્ટર પણ બનાવવામાં આવ્યું છે તેમાં ગામનું નામ તેમજ જે લોકો રોપા લઈ જાય છે તેમનું નામ અને મોબાઈલ નંબર પણ અહીં રજીસ્ટરમાં નોંધવામાં આવે છે ત્યારે ગોપાલભાઈ જણાવે છે કે હું કોઈપણ જગ્યાએ અહીં રજીસ્ટરમાં નામ નોંધાવેલ છે ત્યાં જઈને તપાસ પણ કરું છું આમ આ અનોખામાં માટીના માનવીએ એક સંકલ્પ કરી અને સમગ્ર અમરેલી જિલ્લાને હરિયાળું બનાવવાનો પ્રયાસ કર્યો છે. ગોપાલભાઈ દ્વારા આંબા આંબલી પીપળી સેતુર વડ તેમજ પક્ષીઓને જેમાંથી ખોરાક મળી રહે તેવા વૃક્ષ ના રોપા નું અહીં વિના મૂલ્ય વિતરણ કરવામાં આવી રહ્યું છે.
ગોપાલભાઈ પાસે આવતા વૃક્ષ પ્રેમીઓ વિનામૂલ્ય અહીંથી વૃક્ષના રોપા લઈને જાય છે ત્યારે ગોપાલભાઈ અહીં દરેક લોકોને સંકલ્પ કરાવે છે આમ અહીં આવતા દરેક લોકો ત્રણ વર્ષ સુધી સો વૃક્ષોનું જતન કરે અને તેમને રૂપિયા 10,000 આપવામાં આવશે તેવી વાત ગોપાલભાઈ કરે છે ત્યારે વૃક્ષ પ્રેમીઓમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સમગ્ર અમરેલી જિલ્લો આવનાર વર્ષોમાં હરિયાળો બની જશે અને લોકોને પણ ગરમીમાંથી રાહત મળશે.
અમરેલી જિલ્લાના ભામાશા ગણાતા અને એક અનોખી પહેલ કરનાર ગોપાલ વસ્ત્રપરા દ્વારા સમગ્ર જિલ્લાના લોકોને ૬૦ હજારથી પણ વધુ વૃક્ષોના રોપાનું વિનામૂલ્ય વાવેતર કર્યું છે ત્યારે આવનારા વર્ષોમાં અમરેલી જીલ્લો વધુ હરિયાળો બને તેવા પ્રયત્ન ગોપાલ વસ્ત્રપરા દ્વારા કરવામાં આવી રહ્યા છે જ્યારે સમગ્ર જિલ્લો હરિયાળો બને અને ગરમીનું પ્રમાણ ઓછું થાય તેવી આશા ગોપાલ વસ્ત્રપરાને છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે