‘છપાક’ના વિવાદમાં આંધળાની જેમ કૂદી પડતા પહેલા આ સત્ય હકીકત છે જાણવા જેવી....

જેએનયુમાં વિદ્યાર્થીઓને મળવા માટે દીપિકા પાદુકોણ (Deepika Padukone) નું પહોંચવુ સોશિયલ મીડિયા પર તેમના માટે વિરોધ અને કોન્ટ્રોવર્સીનુ તોફાન લઈ આવ્યું છે. ખાસ કરીને ટ્વિટર પર તેની ફિલ્મ છપાક (Chhapaak) હવે કોન્ટ્રોવર્સીમાં આવી ગયું છે. #boycottchhapaak ટ્વિટર પર ટોપ ટ્રેન્ડ બનેલું છે. પરંતુ આ સાથે જ હવે એક નવા વિવાદે જન્મ લઈ લીધો છે. જેમાં લોકો દીપિકાને સવાલ કરી રહ્યા છે કે, તેમણે એસિડ ફેંકનારા યુવકનું નામ નદીમથી રાજેશ કેમ રાખ્યું.
‘છપાક’ના વિવાદમાં આંધળાની જેમ કૂદી પડતા પહેલા આ સત્ય હકીકત છે જાણવા જેવી....

અમદાવાદ :જેએનયુમાં વિદ્યાર્થીઓને મળવા માટે દીપિકા પાદુકોણ (Deepika Padukone) નું પહોંચવુ સોશિયલ મીડિયા પર તેમના માટે વિરોધ અને કોન્ટ્રોવર્સીનુ તોફાન લઈ આવ્યું છે. ખાસ કરીને ટ્વિટર પર તેની ફિલ્મ છપાક (Chhapaak) હવે કોન્ટ્રોવર્સીમાં આવી ગયું છે. #boycottchhapaak ટ્વિટર પર ટોપ ટ્રેન્ડ બનેલું છે. પરંતુ આ સાથે જ હવે એક નવા વિવાદે જન્મ લઈ લીધો છે. જેમાં લોકો દીપિકાને સવાલ કરી રહ્યા છે કે, તેમણે એસિડ ફેંકનારા યુવકનું નામ નદીમથી રાજેશ કેમ રાખ્યું.

પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ પહેલા દીપિકાના વખાણ કર્યા, અને બાદમાં... 

પરંતુ શુ તમે જાણો છએ કે, આખા ટ્વિટર પર આ નામના બદલાવને લઈને અફવા સિવાય કંઈ જ નથી. કેમ કે, અત્યાર સુધી આ વાત સામે આવી નથી કે, દીપિકાની ફિલ્મમાં એસિડ એટેકનું નામ શું છે. કેમ કે, અત્યાર સુધી ફિલ્મનું જે ટ્રેલર સામે આવ્યુ છે, તેમાં એસિડ એટેક કરનાર યુવકનું નામ જ સામે આવ્યું નથી. પરંતુ કહેવામા આવી રહ્યું છે કે, ફિલ્મમાં નામ બદલી દેવામાં આવ્યું છે. જેના કારણે લક્ષ્મી અગ્રવાલને માલતી અને નદીમને બબ્બો ઉર્ફે બશીર ખાન નામ આપવામા આવ્યું છે. 

પરંતુ હવે સોશિયલ મીડિયા પર લોકો આ વાતને લઈને દીપિકાને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. જો તમે પણ આવી કોઈ અફવા જોઈ રહ્યા છો તો તેને શેર કરતા પહેલા તેના ફેક્ટ જરૂર ચેક કરી લો. આ અફવા એટલી તેજીથી સોશિયલ મીડિયા પર ફેલાઈ કે, નદીમ ખાન અને રાજેશ નામના ટ્વિટનુ તોફાન આવી ગયું. સાંજે 4 વાગ્યા સુધી નદીમ ખાનને 60,000 ટ્વિટ કરવામાં આવ્યા અને રાજેશ નામથી 50,000 ટ્વિટ થઈ ચૂક્યા હતા.

આ ફિલ્મ લક્ષ્મી અગ્રવાલની બાયોપિક છે, વર્ષ 2005માંક લક્ષ્મી પર નદીન ખાન નામના એક શખ્સ અને તેના ત્રણ સાથીઓએ ખાન માર્કેટમાં તેના પર એસિડ એટેક કર્યો હતો. જેના બાદ લક્ષ્મીએ પોતાની રીતે જીવન જીવવાનું શરૂ કર્યું હતું અને હવે તે એક એક્ટિવિસ્ટ બની ગઈ છે.

છપાક ફિલ્મ દીપિકાના બેનરની પહેલી ફિલ્મ છે. ફિલ્મમાં વિક્રાંત મૈસી દીપિકાની ઓપોઝિટી નજર આવશે. વિક્રાંત ફિલ્મમાં પત્રકારના રોલમાં છે. જે ઈન્સાફની લડાઈમાં માલતી એટલે કે દીપિકા પાદુકોણનો સાથ આપે છે. આ ફિલ્મ 10 જાન્યુઆરી, 2020ના રોજ રિલીઝ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news