close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

લોકસભા ચૂંટણી

લોકસભા ચૂંટણી 2019: મોદી-શાહને ક્લીન ચીટને મુદ્દે ચૂંટણી પંચમાં આંતરિક વિખવાદ બહાર આવ્યા

સૂત્રો અનુસાર ચૂંટણી કમિશનર અશોક લવાસા આચાર સંહિતા ઉલ્લંઘનની ફરિયાદોના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહને સીધે-સીધી ક્લીન ચીટ અને વિરોધી નેતાઓને નોટિસ આપવાના વિરોધી રહ્યા છે. આ મુદ્દે તેઓ નારાજ છે. આ મુદ્દે તેમણે અસહમતિ વ્યક્ત કરી છે અને ચૂંટણી પંચની બેઠકોમાં ભાગ લેવાનું છોડી દીધું હતું.
 

May 18, 2019, 03:39 PM IST

લોકસભા ચૂંટણી 2019: 110 મહિલા ઉમેદવાર સામે અપરાધિક કેસ, 255 કરોડપતિ ઉમેદવાર

ADRના રિપોર્ટ મુજબ લોકસભા ચૂંટણી 2019 લડી રહેલી 716 મહિલા ઉમેદવારમાંથી 110 મહિલા (15 ટકા) ઉમેદવાર સામે અપરાધિક કેસ નોંધાયેલા છે. જેમાંથી 78 મહિલા એ તેમની સામે ગંભીર અપરાધિક કેસ જેવા કે બળાત્કાર, હત્યા, હત્યાનો પ્રયાસ, મહિલા સામે અત્યાચાર જેવા કેસ નોંધાયા હોવાનું પોતાના સોગંદનામામાં સ્વીકાર કર્યો છે. 

May 18, 2019, 11:54 AM IST

LIVE : કેદારનાથ ઘાટીની ગુફામાં ધ્યાનમાં લીન થયા PM Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેદારનાથ ધામમાં પૂજા-અર્ચના કર્યા પછી અહીં ચાલી રહેલા વિકાસકાર્યોના મુદ્દે વિવિધ અધિકારીઓ સાથે બેઠક કરી હતી, બપોરનું ભોજન લીધા પછી તેઓ ધ્યાનમાં બેસવા માટે ગુફા તરફ રવાના થયા હતા. 

May 18, 2019, 07:37 AM IST

સાઉથને સાઈડલાઈન કરીને આ રાજ્યોમાં Pm મોદીએ ખોબલે ભરીને સભા ગજવી

બીજેને પશ્ચિમ બંગાળથી અનેક અપેક્ષા હોવાના કારણે લોકસભા ચૂંટણીમા બંગાળમાં તેણે સૌથી વધુ લક્ષ્ય કેન્દ્રિત કર્યું છે. પરંતુ અન્ય રાજ્યમાં પણ પીએમ મોદીના પ્રચારની રણનિતી કેવી હતી, તે જુઓ વિશેષ રિપોર્ટમાં.. 

May 17, 2019, 02:41 PM IST
EC instructs Twitter India to delete Tweets related to LS Polls 2019 PT1M7S

ECના આદેશ, લોકસભા ચૂંટણી વિશેની ટ્વીટ્સ કરવામાં આવે ડીલીટ

લોકસભાની ચૂંટણી પૂર્વે ઈલેકશન કમિશને ટ્વીટર ઇન્ડિયાને આદેશ આપ્યા છે કે એક્ઝીટ પોલને લગતી તમામ ટ્વીટ દૂર કરવામાં આવે.

May 16, 2019, 08:55 AM IST

ચૂંટણી પંચની કાર્યવાહીથી મમતા બેનર્જી અકળાયા, કહ્યું- 'ભાજપના નિર્દેશ પર ECએ નિર્ણય લીધો'

પશ્ચિમ બંગાળમાં થઈ રહેલી ચૂંટણી હિંસાને ધ્યાનમાં લઈને રાજ્યની નવ લોકસભા બેઠકો પર આગામી 19મીએ થનારા મતદાન માટે નિર્ધારિત પ્રચાર સમય કરતા એક દિવસ અગાઉ પ્રચાર પર પ્રતિબંધ લાદવાના ચૂંટણી પંચના નિર્ણય પર મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આકરી પ્રતિક્રિયા આપી છે. મમતાએ ચૂંટણી પંચ પર આરોપ લગાવતા કહ્યું કે આ નિર્ણય ભાજપના નિર્દેશ પર લેવાયો છે. 

May 15, 2019, 09:50 PM IST

બંગાળમાં હિંસા મુદ્દે ચૂંટણી પંચ આકરા પાણીએ, મોટી કાર્યવાહી કરતા પ્રચારનો સમય ઘટાડ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે હિંસા બાદ મોટી કાર્યવાહી કરી છે. પર્યવેક્ષક અધિકારીઓના રિપોર્ટ બાદ આ કાર્યવાહી કરાઈ છે. ચૂંટણી પંચે અનેક મોટા અધિકારીઓની હકાલપટ્ટી કરી. પશ્ચિમ બંગાળના પ્રધાન સચિવને હટાવવામાં આવ્યાં. ચૂંટણી પંચે બંગાળમાં પ્રચારનો સમય ઘટાડ્યો. સાતમા તબક્કા માટે કોઈ પણ પ્રકારની રેલી, રોડ શો પર રોક લગાવવામાં આવી છે. આ આદેશ આવતી કાલે રાતે 10 વાગ્યા પછી લાગુ થશે. 

May 15, 2019, 08:34 PM IST

VIDEO: કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં યોગીને અજયસિંહ બિષ્ટ કહેવાતા હંગામો થયો

લોકસભા ચૂંટણી 2019 તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આ દરમિયાન નેતાઓના આરોપ-પ્રત્યારોપ પણ ચરમસીમાએ છે.

May 15, 2019, 06:34 PM IST

આ દિગ્ગજ નેતાની ભવિષ્યવાણીને ટાંકીને યોગીએ કહ્યું- 'નરેન્દ્ર મોદી 25 વર્ષ સુધી PM રહેશે'

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે ન્યૂઝ એજન્સી પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે ભારતમાં સમાજવાદના પ્રણેતા રહેલા રામ મનોહર લોહિયાએ બહુ પહેલા એવું સૂચન કર્યું હતું કે દેશમાં એ જ વ્યક્તિ શાસન કરી શકશે જે ગરીબો માટે કામ કરશે. 

May 15, 2019, 06:14 PM IST

મમતાદીદીએ 24 કલાકમાં બદલાનો એજન્ડા પૂરો કર્યો, આ વખતે બંગાળ 300થી વધુ સીટ જીતાડશે: PM મોદી

પીએમ નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આરોપ  લગાવ્યો કે મમતા બેનર્જી પશ્ચિમ બંગાળને કટોકટીના દોરમાં લઈ આવ્યાં છે.

May 15, 2019, 05:22 PM IST

પટણામાં PM મોદીનો હુંકાર, કહ્યું- 'સુદર્શનધારી કૃષ્ણનું સ્વરૂપ લઈને થશે આતંકીઓ પર કાર્યવાહી'

લોકસભા ચૂટંણીના અંતિમ તબક્કામાં પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પટણાના પાલીગંજ પહોંચ્યાં. પટણાના પાલીગંજમાં પીએમ મોદીએ પટણા સાહિબ અને પાટલિપુત્રથી ભાજપના ઉમેદવાર રવિશંકર પ્રસાદ અને રામકૃપાલ યાદવ તથા જહાનાબાદ લોકસભા બેઠકથી જનતા દળ યુનાઈટેડ(જેડીયુ)ના ઉમેદવાર ચંદ્રેશ્વર પ્રસાદના પક્ષમાં ચૂંટણી સભાને સંબોધી.

May 15, 2019, 04:20 PM IST

પાકિસ્તાનમાં હાફિઝ સઈદને મોટો ઝટકો, નજીકના સંબંધીની કરાઈ ધરપકડ

પંજાબ રાજ્યની પોલિસે કહ્યું કે, મક્કીની કાયદો વ્યવસ્થા અધિનિયમ અંતર્ગત ધરપકડ કરાઈ છે. પાકિસ્તાન સરકાર દ્વારા જમાની જેમ જ એફઆઈએફ પર પણ માર્ચ મહિનામાં પ્રતિબંધ લાગવી ચૂકી છે 
 

May 15, 2019, 03:33 PM IST

બંગાળી ટાઈગ્રેસ મમતાની ત્રાડઃ "તમારા નસીબ સારા છે, હજુ હું શાંત બેઠી છું"

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ અમિત શાહની રેલીમાં થયેલી હિંસા પછી વિદ્યાસાગરની પ્રતિમા તોડાયાની ઘટનાથી દુખી થઈને ભાજપને ખુલ્લેઆમ ધમકી આપતા જણાવ્યું છે કે, "દિલ્હીના ગુંડા, શું તમે જાણો છો કે વિદ્યાસાગર કોણ છે? જેમણે લોકોને શિક્ષણ આપ્યું છે. ભાજપના આ કાર્યથી અમે શરમ અનુભવી રહ્યા છીએ"
 

May 15, 2019, 03:01 PM IST

'પશ્ચિમ બંગાળમાંથી માંડ-માંડ જીવતો આવ્યો છું': અમિત શાહ

પશ્ચિમ બંગાળમાં મંગળવારે રોડ શો દરમિયાન થયેલી હિંસા અંગે યોજેલી પત્રકાર પરિષદમાં અમિત શાહે જણાવ્યું કે, પશ્ચિમ બંગાળમાં હું માંડ માંડ જીવતો બચ્યો છું
 

May 15, 2019, 12:25 PM IST

રોડ શો હિંસાઃ અમિત શાહ સામે કોલકાતા પોલીસે દાખલ કરી બે FIR

તૃણમુલ કોંગ્રેસનો આરોપ છે કે, ભાજપના કાર્યકર્તાઓએ સમાજ સેવક અને દાર્શકનિક ઈશ્વરચંદ વિદ્યાસાગરની પ્રતિમા તોડી નાખી છે, ભાજપના નેતાઓએ ટીએમસીના આરોપો ફગાવી દીધા છે 
 

May 15, 2019, 11:55 AM IST

LIVE: પશ્ચિમ બંગાળમાં લોકશાહીની હત્યા થઈ રહી છેઃ અમિત શાહ

મંગળવારે કોલકાતામાં અમિત શાહનો રોડ શો ચાલી રહ્યો હતો ત્યારે અચાનક જ ટીએમસીના કાર્યકર્તાઓ દ્વારા હોબાળો મચાવાયા બાદ ઘટના હિંસામાં ફેરવાઈ ગઈ હતી, અનેક વાહનોને આગ ચાંપવામાં આવી હતી અને કેટલીક દુકાનોમાં તોડફોડ કરાઈ હતી. અમિત શાહે આ અંગે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, એક હુમલો નથી કરાયો, પરંતુ ત્રણ હુમલા થયા હતા. કોલકાતામાં સવારથી જ આ પ્રકારના હુમલાની અફવા હતા. પોલીસે કોઈને રોકવાનો પ્રયાસ કર્યો નથી. પથ્થરમારો કરનારા લોકો યુનિવર્સિટીની અંદરથી કરતા હતા. 

May 15, 2019, 09:59 AM IST

મણિશંકર અય્યરે 'નીચ' નિવેદન ઠેરવ્યું યોગ્ય, PM મોદી બોલ્યા "ગાળો મારા માટે ઉપહાર"

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ચૂંટણી રેલીમાં અય્યર અને કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, તેઓ આ પ્રકારની ગાળોને ઉપહાર તરીકે ગણે છે અને પ્રજા ભાજપને ચૂંટીને દરેક ગાળનો જવાબ આપશે 
 

May 15, 2019, 09:41 AM IST

અમિત શાહના રોડ શોમાં હિંસા, BJPએ EC પાસે કરી માગણી, 'મમતા બેનર્જીને પ્રચાર કરતા રોકવામાં આવે'

પશ્ચિમ બંગાળના કોલકાતામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન હિંસા ભડકી ઉઠી. રોડ શોમાં ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ. ત્યારબાદ મારપીટ અને પથ્થરમારો તથા આગચંપીના બનાવો પણ બન્યાં. આ મામલો હવે ચૂંટણી પંચ સુધી પહોંચી ગયો છે. 

May 14, 2019, 11:59 PM IST

દેશ 'ફેમિલી ફર્સ્ટ'ને નહીં, 'ઈન્ડિયા ફર્સ્ટ'ને ચૂંટી રહ્યો છે : PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પોતાના આક્રમક પ્રહારો ચાલુ રાખતા કહ્યું કે દેશ એક મજબુત સરકાર ચૂંટી રહ્યો છે અને તે 'પરિવાર પ્રથમ' કરતા 'દેશ પ્રથમ'ને પસંદ કરી રહ્યો છે. 

May 14, 2019, 10:34 PM IST

મમતા બેનર્જીના ઈશારે કોલકાતા રોડ શોમાં હિંસા થઈ: અમિત શાહ

કોલકાતામાં  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે રોડ શો દરમિયાન થયેલી  હિંસા પર પ્રતિક્રિયા આપી છે. શાહે આ હિંસા માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને જવાબદાર ઠેરવ્યા છે. શાહે ઝી ન્યૂઝ સાથે વાતચીત દરમિયાન કહ્યું કે ભાજપના કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો છે. 

May 14, 2019, 08:41 PM IST