election commission

વિધાનસભાની 6 બેઠકો પર કોણ જીતશે, જુઓ શું કહે છે ઝી 24 કલાકના મહાએક્ઝિટ પોલનું તારણ

ગઈકાલે ગુજરાત (Gujarat)માં વિધાનસભા (Assembly Election 2019) ની ખાલી પડેલી 6 સીટ પર મતદાન યોજાયું હતું. જેમાં સરેરાશ 55 ટકા મતદાન થયું હતું. ત્યારે આ તમામ 6 બેઠકો પર કોણ જીતશે તેની આતુરતાનો હવે અંત આવી રહ્યો છે. ઝી 24 કલાકના મહાએક્ઝિટ પોલ (Exit Poll) ના તારણ મુજબ તમામે તમામ 6 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી (BJP) જીતશે. અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) અને ધવલસિંહ ઝાલા (Dhavalsinh Zala) સહિતના ભાજપના ઉમેદવારો સિક્સ લગાવશે. 

Oct 22, 2019, 08:11 AM IST

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી 2019 :સરેરાશ 51.41 ટકા મતદાન

ગુજરાત વિધાનસભા (Gujarat VidhanSabha By Election 2019) ની ખાલી પડેલી 6 બેઠકોની પેટા ચૂંટણીનું મતદાન પુર્ણ થઇ ચુક્યું છે. સાંજના 6 વાગ્યા સુધી તમામ બેઠકો પર મતદાન શાંતિપુર્ણ રહ્યું હતું. 

Oct 21, 2019, 06:39 PM IST

Photos : અમરાઈવાડી બેઠક પર અનોખો નજારો, જુડવા ભાઈ અને જુડવા બહેનોની જોડી વોટ આપવા પહોંચી

ગુજરાતની 6 બેઠકો પર યોજાઈ રહેલ પેટાચૂંટણી (Assembly Election 2019) ના મતદાનને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, હાલ મતદાનનુ પ્રમાણ સરેરાશ ઓછું છે, પરંતુ આ આંકડો વધે તેવી શક્યતા છે. મતદાન વચ્ચે કેટલાક મતદારોનો અનોખો જુસ્સો જોવા મળ્યો. જેમાં ખાસ નજારો અમદાવાદ (Ahmedabad) ની અમરાઈવાડી બેઠક પર જોવા મળ્યો. જુઓ....

Oct 21, 2019, 11:50 AM IST

થરાદ : સુરતથી રાજસ્થાન જતી લક્ઝરી બસને અકસ્માત, 4ના ઘટનાસ્થળે મોત

થરાદ-સાચોર હાઇવે (Highway) પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દુધવા નજીક ટ્રક અને ખાનગી લકઝરી બસ વચ્ચે સર્જાયેલા અકસ્માત (Accident) માં 4 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. તો કેટલાક લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્ત 12 લોકોને 108 દ્વારા સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. એક ખાનગી લક્ઝરી બસ સુરતથી રાજસ્થાન તરફ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. 

Oct 21, 2019, 09:04 AM IST

છેલ્લી ઘડી સુધી મતદારોને રીઝવ્યા, પણ અલ્પેશ ઠાકોર-રઘુ દેસાઈ નહિ આપી શકે વોટ, કારણ કે...

રાધનપુર, બાયડ, થરાદ, ખેરાલુ, લુણાવાડા અને અમરાઈવાડી આ તમામ બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. બાયડ બેઠકથી ભાજપ (BJP) ના ઉમેદવાર ધવલસિંહ ઝાલા ધરમળી વાટા ગામે મતદાન કરશે. અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા અને જગદીશ પટેલ સહિતના મહારથીઓનું ભાવિ મતદારો નક્કી કરશે. ગુજરાત વિધાનસભા (Gujarat VidhanSabha By Election 2019) ની ખાલી પડેલી 6 બેઠકો પર મતદાન શરૂ થયું છે. રાધનપુર (Radhanpur) અને બાયડ (Bayad) બેઠક પર રાજ્યભરના લોકોની નજર છે. કેમ કે, આ બંને બેઠકોના હાલના ઉમેદવાર અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) અને ધવલસિંહ ઝાલા (DhavalSinh Zala)  કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે પેટાચૂંટણીમાં મહત્વની એવા રાધનપુર બેઠક પર ભાજપ અને કોંગ્રેસ (Congress) ના બંને ઉમેદવારો અલ્પેશ ઠાકોર અને રઘુ દેસાઇ (Raghu Desai) મતદાન નહિ કરી શકે.

Oct 21, 2019, 08:48 AM IST

પેટાચૂંટણી 2019 : તમામ બેઠકો પર મતદાન પુર્ણ, સરેરાશ 50.83 ટકા મતદાન

ગુજરાત વિધાનસભા (Gujarat VidhanSabha By Election 2019) ની ખાલી પડેલી 6 બેઠકોની પેટા ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયુ છે. સાંજના 6 વાગ્યા સુધી તમામ બેઠકો પર મતદાન ચાલશે. 

Oct 21, 2019, 08:05 AM IST

એનસીપીએ મુખ્ય ચૂંટણી અધિકારીને લખ્યો પત્ર, 3 કિમી વિસ્તારમાં ઈન્ટરનેટ પ્રતિબંધની કરી માગ

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ મતદાન પહેલા પત્ર લખીને ચૂંટણી આયોગને પોલિંગ બુથ અને સ્ટોંગ રૂમના 3 કિલોમીટર વિસ્તારમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થવા સુધી ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવવાનું કહ્યું છે. 

Oct 20, 2019, 09:23 PM IST

થરાદ બેઠકનું ગણિત : એક સમયે જીત માટે આસાન ગણાતી આ બેઠક કોંગ્રેસ માટે માથાનો દુખાવો બનશે

થરાદના ધારાસભ્ય પરબતભાઇ પટેલ સાંસદ બનતાં ખાલી પડેલી બેઠકની પેટાચૂંટણી રસપ્રદ બની છે. અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના જીવરામ ભાઇ પટેલ અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપુત વચ્ચે સીધો જંગ હતો. આ જંગમાં કોંગ્રેસના નેતા માવજીભાઇ પટેલની ભૂમિકા મુખ્ય રહેવાની હતી. કોંગ્રેસ પ્રત્યેની તેમની નારાજગી જગજાહેર હતી. જોકે તેમણે કોંગ્રેસ સામે બ્યૂગલ ફૂક્યું ન હતું, પણ રાજ્યના મુખ્યમંત્રીની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી તેમણે કોંગ્રેસને સીધી ચેલેન્જ ફેંકી. એક સમયે કોંગ્રેસ માટે આસાન ગણાતી આ બેઠક હવે કોંગ્રેસ માટે માથાનો દુખાવો બનશે. થરાદમાં કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂત અને ભાજપમાંથી જીવરાજ પટેલ ઉમેદવાર છે. 

Oct 20, 2019, 04:11 PM IST

અમરાઈવાડી બેઠકનું ગણિત : બે પાટીદાર નેતા વચ્ચે સીધો જંગ, કોણ ફાવશે?

અમદાવાદ (Ahmedabad) શહેરની અમરાઇવાડી (Amraiwadi) વિધાનસભાની પેટાચૂંટણી માટે બે પાટીદારો (Patidar) નેતાઓ વચ્ચે સીધો જંગ જામ્યો છે. નવાઇની વાત એ છે અમદાવાદની આ બેઠક માટે બંને નેતાઓ મહેસાણા (Mehsana) જિલ્લાના કડીના વતની છે. ભારતીય જનતા પાર્ટી (BJ))એ આ બેઠક પરથી સંધના કાર્યકર જગદીશ પટેલને મેદાને ઉતાર્યા છે, તો કોંગ્રેસે (Congress) પાટીદાર નેતા ધર્મેન્દ્ર પટેલ પર દાવ લગાવ્યો. શહેરી બેઠક હોવાથી સ્વાભાવિક રીતે જ ભારતીય જનતા પાર્ટીનું પલડુ ભારે હોય પણ અહી સમીકરણ અલગ જોવા મળે છે. એવું એટલા માટે કે બંને પાટીદાર નેતાઓઓ અન્ય જ્ઞાતિના મતદારો પર આધાર રાખવાનો રહે છે. ત્યારે આવતીકાલે વિધાનસભાની પેટાચૂંટણી (Gujarat VidhanSabha By Election 2019) પહેલા બેઠકનું ગણિત જોઈએ.

Oct 20, 2019, 01:06 PM IST

બાયડ બેઠકનું ગણિત : કોંગ્રેસની પરંપરાગત બેઠકને ધવલસિંહ ઝાલા ભાજપની ઝોળીમાં નાખી શકશે ખરા?

ગુજરાત (Gujarat VidhanSabha By Election 2019) રાજ્યની સ્થાપના બાદ યોજાયેલી તમામ ચૂંટણીઓમાં બાયડ (Bayad) વિધાનસભાની ચૂંટણીઓ થઇ તમામ વાર બાયડના જન પ્રતિનિધિ ગાંધીનગર (Gandhinagar) પહોંચ્યા છે. આ બેઠક પરથી સાત વાર કોંગ્રેસ, બે વાર સ્વતંત્ર, એક વાર અપક્ષ અને ત્રણ વાર ભાજપ (BJP) નો વિજય થયો છે. એટલે ઇતિહાસ કોંગ્રેસ (Congress) ના પક્ષમાં છે. બાયડની વિધાનસભા બેઠક કોંગ્રેસની પરંપરાગત બેઠક રહી છે, જેમાં ભાજપ ગાબડું પાડી ચૂક્યું છે, પણ છેલ્લી બે ટર્મથી કોંગ્રેસ ફરીથી સત્તા પર છે. ત્યારે ભાજપ અરવલ્લી જિલ્લા પોતાનું ખાતું ખોલાવવા મરણીયા પ્રયાસ કરશે. વર્તમાનમાં ભાજપાની સરકાર છે અને પાંચ દિવસ બાદ બાયડ પર કોણ ચૂંટાશે તેના પર લોકોની નજર છે. ભાજપના ધવલસિંહ ઝાલા (DhavalSinh Zala) અને કોંગ્રેસના જશુભાઈ પટેલ (Jashu Patel) વચ્ચે અહીં સીધી ટક્કર છે.

Oct 18, 2019, 03:14 PM IST

ખેરાલુ બેઠકનું ગણિત : વર્ચસ્વ ઠાકોરોનું, બંને ઉમેદવાર પણ ઠાકોર, નિર્ણય હવે પ્રજા પર...

21 તારીખના રોજ યોજાનારી રાજ્યની 6 વિધાનસભાની પેટાચૂંટણી (Gujarat VidhanSabha By Election 2019) ઓમાં મહેસાણા (Mehsana) જિલ્લાની ખેરાલુ (Kheralu) બેઠકનો સમાવેશ થાય છે. જ્યારથી ગુજરાત રાજ્ય અસ્તિત્વનાં આવ્યુ ત્યારથી આ બેઠક અસ્તિત્વમાં આવી છે. ભરતજી ડાભી વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં પાટણ બેઠક પરથી વિજેતા થતાં અહી પેટાચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ (Congress) તરફથી બાબુજી ઠાકોર (Babuji Thakor) તો ભાજપ (BJP) તરફથી અજમલજી ઠાકોર (Ajmalji Thakor) સામસામને ટકરાશે. રાજકીય સમીકરણની વાત કરીએ તો ખેરાલુ વિધાનસભા સીટ પર ઠાકોર સમાજ (Thakor Samaj) નું પ્રભુત્વ રહેલું છે. જેથી હાલ બંને પક્ષો દ્વારા ઠાકોર સમાજના ઉમેદવારોને મેદાને ઉતારાયા છે. ત્યારે આવો જોઇએ આ બેઠકનું જ્ઞાતિ સમીકરણ શું કહે છે...

Oct 18, 2019, 01:20 PM IST
Election Commission Held A Press Conference In Gandhinagar PT1M34S

ગાંધીનગરમાં ચૂંટણી પંચ યોજશે પત્રકાર પરિષદ

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીનો પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે પેટા ચૂંટણીનો પ્રચાર શાંત થવાને માત્ર બે દિવસ જ બાકી છે. જેને લઇને આજે બપોરે પેટા ચૂંટણીની તૈયારીને લઇને ચૂંટણી પંચ ગાંધીનગરમાં પત્રકાર પરિષદ યોજશે. જેમાં ચૂંટણી બુથ અને પોલીસના બંદોબસ્ત વિશેની જાણકારી આપશે.

Oct 18, 2019, 08:55 AM IST

ચૂંટણી પહેલા થરાદનું રાજકારણ ગરમાયું, કોંગ્રેસના દિગ્ગજ નેતા માવજી પટેલ ભાજપમાં જોડાશે

થરાદ (Tharad) ના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા માવજીભાઈ પટેલે (Mavji Patel) એક ઓડિયો ક્લિપ વાઇરલ કરીને મુખ્યમંત્રીના હસ્તે આજે ભાજપ (BJP) માં જોડાવવાનો નિર્ણય કર્યો છે. જેને લઈને થરાદનું રાજકારણ ગરમાયુ છે. ત્યારે કોંગ્રેસ (Congress) થી નારાજ માવજીભાઈ પટેલે ઝી મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી તેમની સતત અવગણના કરતી હતી. જેના કારણે તેઓ નારાજ હતા. તેમણે એમ પણ કહ્યું કે, ભાજપ પક્ષ દ્વારા તેમને કોઈ પણ લાલચ કે રૂપિયા કે પછી સોદો કરવામાં આવ્યો નથી. પરંતુ થરાદનો વિકાસ થાય તે માટે તેઓએ સ્વેચ્છાએ ભાજપમાં જોડાવવાનો નિર્ણય કર્યો છે.

Oct 17, 2019, 02:40 PM IST

21 ઓક્ટોબરે વોટ આપતા પહેલા જાણી લો રાધનપુરનું ‘રાજકીય ગણિત’ કેવું રહ્યું છે

રાધનપુર (Radhanpur) વિધાનસભાની બેઠકની પેટાચૂંટણી (Gujarat VidhanSabha By Election 2019) પર રાજ્ય આખાની નજર ટકેલી છે. કેમકે આ બેઠક પરથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર (alpesh thakor) ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. કોંગ્રેસ (Congress) માંથી ચૂંટાયેલા અને રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરી ભાજપ (BJP) નો ખેસ ધારણ કરનાર અલ્પેશની શાખ આ બેઠક પર દાવે લાગી છે. તેમની સામે કોંગ્રેસે રઘુ દેસાઇ (Raghu Desai) ને મેદાને ઉતાર્યા છે. આ બેઠકના ઇતિહાસની વાત કરીએ તો ઠાકોર સમાજ અને ત્યાર બાદ ચૌધરી સમાજના ધારાસભ્યો અહીંથી ચૂંટાયા આવ્યા છે. ભાજપાના દિગ્ગજ નેતા શંકર ચૌધરી (Shankar Chaudhary) ત્રણ વાર આ બેઠક પરથી ચૂંટાયા હતા. જોકે વર્ષ 2010માં નવુ સીમાંકન આવતાં તેમણે બેઠક છોડવાનો વારો આવ્યો હતો. ત્યારે આ બેઠકના ગણિત પર એક નજર કરીએ.... 

Oct 17, 2019, 11:58 AM IST

વડીલોને પણ વાંકા વાળશે ભાજપનું નેતૃત્વ : સાંસદ પરબત પટેલે થરાદના ઉમેદવારને રીતસરના પગે લગાવડાવ્યા

બનાસકાંઠા જિલ્લાની થરાદ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી લડતા ભાજપના ઉમેદવાર સાથે સ્થાનિક સાંસદનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ભાજપે જેમને ટિકિટ આપી છે તે ઉમેદવાર જીવરાજ પટેલને બનાસકાંઠાના હાલના સાંસદ પરબત પટેલ પોતાના ચરણ સ્પર્શ કરાવી રહ્યા છે. વીડિયો વાયરલ થવાનું કારણ એ છે કે પરબત પટેલ કરતાં જીવરાજ પટેલ ઉંમરમાં પણ મોટા છે અને સમાજના આગેવાન તરીકે પણ મોટા છે. ચૂંટણી પંચમાં જમા કરાવેલા કરેલા સોગંદનામા પ્રમાણે થરાદ બેઠકના ભાજપના ઉમેદવાર જીવરાજ પટેલ 71 વર્ષના છે અને જેમના કારણે થરાદ બેઠક ખાલી પડી છે તે પરબત પટેલની ઉંમર છે 70 વર્ષ. 

Oct 2, 2019, 08:20 AM IST

પેટા ચૂંટણી: ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર જાહેર, આ ઉમેદવારો વચ્ચે થશે જંગ

રવિવારે મોડી રાત્રે ભાજપના (BJP)પેટા ચૂંટણી માટેના ઉમેદવારો જાહેર કર્યા છે. જ્યારે કોંગ્રેસ(Congress) દ્વારા 6માંથી 4 બેઠકોના ઉમેદવારો જાહેર કરી લેવામાં આવ્યા છે. મહ્તવનું છે કે કોંગ્રેસ દ્વારા ઉમેદવારો જાહેર કરાયા બાદ અંતે ભાજપે પણ મોડી રાત્રે ઉમેદવારોની જાહેરાત કરી હતી. જેમાં રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોર(Alpesh thakor)ને અને બાયડ વિધાનસભા બેઠક પરથી ધવલસિંહ ઝાલાને ટિકિટ આપવામાં આવી છે. 
 

Sep 30, 2019, 12:28 AM IST

ભાજપના 6 બેઠકના ઉમેદવાર જાહેર, અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ મળી ટિકિટ

વિધાનસભા પેટાચૂંટણી (Gujarat VidhanSabha By Election 2019) ની બેઠકો પર ભાજપ (BJP)ના ઉમેદવારો જાહેર કર્યા છે. કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોરને રાધનપુર વિધાનસભા બેઠક પરથી ટીકિટ આપવામાં આવી છે. જ્યારે બાયડથી ધવલસિંહ ઝાલાને ટીકિટ આપીને અંતે ગુચવણનો અંત લાવ્યો હતો. જાહેર થયેલા તમામ ઉમેદવારો સોમવારે ફોર્મ ભરશે. 

Sep 29, 2019, 11:54 PM IST

વિધાનસભા પેટાચૂંટણી : ભાજપમાં ઉમેદવારોના નામોનું કોકડુ હજુ ગૂંચવાયેલું, પણ શક્તિ પ્રદર્શન માટે કયા નેતા જશે તેમનું લિસ્ટ બન્યું

6 વિધાનસભા પેટાચૂંટણી (Gujarat VidhanSabha By Election 2019) ની બેઠકો પર ભાજપ (BJP)ના ઉમેદવારો આવતીકાલે વિજય મુહર્તમાં ફોર્મ ભરશે. ત્યારે 6 વિધાનસભામાં ઉમેદવારો સાથે પ્રદેશ નેતાઓ તથા સરકારના મંત્રીઓ હાજર રહેશે. સરકાર તથા સંગઠન દ્વારા આ અંગેની  સૂચના અપાઈ છે. મુખ્યમંત્રી (Vijay Rupani), નાયબ મુખ્યમંત્રી (Nitin Patel), સિનિયર કેબિનેટ મંત્રી, ગૃહ રાજ્ય મંત્રી સહિત પ્રદેશ પ્રમુખ પણ ઉમેદવારી પત્ર ભરવા ઉમેદવાર સાથે હાજર રહેશે. ઉમેદવારી પત્ર ભરવા સમયે ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન કરાશે. તો બીજી તરફ કોંગ્રેસે (Congress) ચાર બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે.  

Sep 29, 2019, 06:41 PM IST

વિધાનસભા પેટાચૂંટણી : કોંગ્રેસે 4 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા, જુઓ કોને કોને મળી ટિકીટ

આજે રવિવારે સૌની નજર એક જ બાબત છે કે, છ વિધાનસભાની બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા કયા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવે છે. ત્યારે આ વચ્ચે સૌથી પહેલા સમાચાર કોંગ્રેસ પક્ષ તરફથી આવ્યા છે. વિધાનસભાની 6 બેઠકોની પેટાચૂંટણીમાં ફોર્મ ભરવાનો આવતી કાલે છેલ્લો દિવસ હોઈ આજે ભાજપ-કોંગ્રેસ પોતાના ઉમેદવાર જાહેર કરશે. ત્યારે  અમદાવાદ કોંગ્રેસે બે બેઠક ઉપર નામ ફાઈનલ કર્યાં છે. જેમાં લુણાવાડા બેઠક પર ગુલાબસિંહ ચૌહાણ, રાધનપુર બેઠક પર રઘુભાઈ દેસાઈ, અમરાઈવાડી બેઠક પર ધર્મેન્દ્ર પટેલ અને બાયડ બેઠક પર જશુ પટેલનું નામ જાહેર કરાયું છે. 

Sep 29, 2019, 05:33 PM IST

મહારાષ્ટ્ર-હરિયાણા ઈલેક્શનને લઈને દિલ્હીમાં બીજેપીનું મનોમંથન શરૂ, પીએમ મોદી પણ હાજર રહેશે

મહારાષ્ટ્ર (Maharashtra) અને હરિયાણા (Haryana) વિધાનસભા ઈલેક્શન (Assembly Elections 2019)ની રણનીતિને લઈને આજે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય ઈલેક્શન સમિતિની બેઠક શરૂ થઈ છે. નવી દિલ્હીમાં આયોજિત આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત કાર્યકારી અધ્યક્ષ જે.પી નડ્ડા હાજર રહ્યાં છે. બીજેપી (BJP) સીઈસી (CEC)ની આ બેઠકમાં ભાગ લેવા માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટ સહિત મહારાષ્ટ્રના સહપ્રભારી કેશવ મૌર્ય પણ બીજેપી ઓફિસ પહોંચ્યા છે.

Sep 29, 2019, 04:28 PM IST