અંબાજી જવાનો પ્લાન બનાવતા હોય તો ખાસ વાંચી લેજો, ગબ્બર રોપ-વે આ 6 દિવસ રહેશે બંધ, જાણો શું છે કારણ?

જો વીકએન્ડમાં પરિવાર સાથે તમે અંબાજી જવાના છો અને રોપ-વેમાં વડીલોને દર્શન કરાવવા જવાનું વિચારતા હોવ તો આ સમાચાર ખુબ કામના છે, કારણ કે 6 દિવસ અંબાજી ગબ્બરની રોપ-વે સેવા બંધ રહેવાની છે. જી હા...વાર્ષિક મેન્ટનેન્સની કામગીરીને લઈ અંબાજી રોપ વે સેવા બંધ રહેશે.

અંબાજી જવાનો પ્લાન બનાવતા હોય તો ખાસ વાંચી લેજો, ગબ્બર રોપ-વે આ 6 દિવસ રહેશે બંધ, જાણો શું છે કારણ?

Ambaji ropeway: રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજીમાં લાખો લોકોની શ્રદ્ધા છે. અહીં દેશ વિદેશથી લોકો માતાના દર્શનાર્થી આવતા હોય છે. અહીં સરકાર દ્વારા અનેક સુવિધાઓ પણ કરવામાં આવી છે, ત્યારે અહીં આવતા શ્રદ્ધાળુઓ રોપ-વે દ્વારા ગબ્બર પર માતાજીના દર્શન માટે જતા હોય છે, ત્યારે આ સમાચાર રોપ-વેમાં જતા ભક્તો માટે મહત્ત્વપૂર્ણ બની રહેનાર છે.

મહાશિવરાત્રી કે પછી શનિવાર અને રવિવારની રજામાં ફરવાનું વિચારી રહ્યા હોય અને અંબાજી જવાના હોય તો માંડી વાળજો. જો વીકએન્ડમાં પરિવાર સાથે તમે અંબાજી જવાના છો અને રોપ-વેમાં વડીલોને દર્શન કરાવવા જવાનું વિચારતા હોવ તો આ સમાચાર ખુબ કામના છે, કારણ કે 6 દિવસ અંબાજી ગબ્બરની રોપ-વે સેવા બંધ રહેવાની છે. જી હા...વાર્ષિક મેન્ટનેન્સની કામગીરીને લઈ અંબાજી રોપ વે સેવા બંધ રહેશે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે શક્તિપીઠ અંબાજીમાં ગબ્બર પર માતાજીના દર્શનનો અનોખો લ્હાવો છે. ત્યારે તારીખ 11 માર્ચથી 16 માર્ચ એમ 6 દિવસ સુધી રોપ-વેની સેવા બંધ રાખવામાં આવશે. એટલે કે આ દરમિયાન ગબ્બર પર દર્શન કરવા જવા ઈચ્છતા દર્શનાર્થીઓએ પગપાળા ગબ્બર પર ચઢવું પડશે. મેઈન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ રોપ-વેની કામગીરી ફરી કાર્યરત કરવામાં આવશે.

અંબાજી ગબ્બર પર્વત પર રોપ-વે 6 દિવસ માટે બંધ રહેશે. વાર્ષિક મેઈન્ટેનન્સની કામગીરીને લઈને રોપ-વે સેવા બંધ રાખવામાં આવશે. યાત્રાળુઓ 11 માર્ચથી 16 માર્ચ સુધી રોપ વે સેવાનો લાભ નહીં શકે. યાત્રિકોની સુરક્ષા અને સલામતીને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગબ્બર પર્વત પર ભક્તો પગથિયા ચઢીને અખંડ જ્યોતના દર્શન કરી શકે છે. રોપ વેની વાર્ષિક સાર સંભાળ પરિપૂર્ણ થયા બાદ ફરી સેવા ચાલુ કરવામા આવશે.

અંબાજીમાં રોપ-વેના ભાડા ઘટ્યા
અંબાજીમાં ગબ્બર રોપ-વેની ટિકિટના દરમાં ઘટાડો કરાયો છે. 47 મી જીએસટી કાઉન્સેલિંગ મિટિંગમાં જીએસટીનો દર 18 ટકાથી ઘટાડી 5 ટકા કરાયો છે. પરિવહન ક્ષેત્રની સેવામાં જીએસટી દરના દરમાં ઘટાડો કરાયો છે. અંબાજી ગબ્બર રોપ-વેમાં ટિકિટના ભાવ રૂપિયા 141 ના બદલે રૂપિયા 125 કરાયો છે. ટિકિટમાં 16 રૂપિયાનો ઘટાડો કરાયો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news