Voters News

101 વર્ષના મેરુમાએ દીકરા પાસે જીદ પકડી, આવતીકાલે મતદાન કરીને જ અન્ન લઈશ
Gujarat Assembly Election 2022 અલકેશ રાવ/બનાસકાંઠા : પાલનપુરના 101 વર્ષના વૃદ્ધા મહેરુનીશા મતદારો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. નાદુરસ્ત તબિયત છતાં તેઓ પોતાના પુત્ર પાસે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન કરવા લઇ જવાની જીદ કરી રહ્યા છે. પાલનપુરના મીઠીવાવડી વિસ્તારમાં રહેતા મહેરુનીશાને સ્થાનિકો મેરુમાના હુલામણા નામે ઓળખે છે. તેમની તબિયત હાલ નાદુરસ્ત છે. તેમના પગે 18 ટાંકા આવ્યા છે અને તેઓ ચાલી પણ શકતા નથી. તેમ છતાં તેમણે આવતીકાલે મતદાન કરવા લઇ જવા પોતાના પુત્ર પાસે જીદ પકડી છે. તેમણે પોતાના પુત્રને કહ્યું કે હું આવતીકાલે પહેલા મતદાન કરીશ અને પછી જ અન્ન આરોગીશ. તેમનો આ જુસ્સો અન્ય મતદારો માટે પ્રેરણારૂપ છે. મહેરુનીશા સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના ઓરાણ ગામના વતની છે. અને વર્ષો પહેલા વ્યવસાય માટે બનાસકાંઠા આવ્યા હતા. શરૂઆતના દસ વર્ષ તેમણે પાલનપુરના ગઢ ગામે વિતાવ્યા હતા. અને હિન્દુ પરિવાર સાથે એક જ મકાનમાં રહી કોમી એકતાનું અનોખુ ઉદાહરણ પણ પુરું પાડ્યું હતું. 
Dec 4,2022, 14:39 PM IST

Trending news