રિલાયન્સ જીયોનો મોટો ધમાકો, એક મહિનામાં જોડ્યા નવા 46 લાખથી વધુ નવા ગ્રાહક

જીયોએ ભારતીય ટેલિકોમ માર્કેટમાં 33.47 ટકાના શેરની સાથે પોતાનો નંબર વનનો તાજ જાળવી રાખ્યો છે. 28.31 ટકા શેરની સાથે એરટેલ બીજા નંબરે રહ્યું છે. ત્રીજા નંબરે વોડાફોન આઇડિયા છે. 

રિલાયન્સ જીયોનો મોટો ધમાકો, એક મહિનામાં જોડ્યા નવા 46 લાખથી વધુ નવા ગ્રાહક

નવી દિલ્હીઃ Reliance Jio અને ભારત સંચાર નિગમ લિમિટેડ માર્ચ 2020માં સબ્સક્રાઇબર્સ જોડવામાં સફળ રહ્યાં છે. તો દેશની બે અન્ય ટેલિકોમ કંપનીઓ ભારતી એરટેલ અને Vodafone Ideaએ પોતાના ગ્રાહકો ગુમાવવા પડ્યા છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ પોતાના રિપોર્ટમાં આ જાણકારી આપી છે. ટ્રાઈએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે, 31 માર્ચ સુધી ભારતમાં 989.10 મિલિયન સબ્સક્રાઇબર્સ છે. તો ટેલિફોન સબ્સક્રાઇબર્સની સંખ્યા ફેબ્રુઆરીના મુકાબલે ઘટીને 1,177.97 મિલિયન થઈ ગઈ છે. ફેબ્રુઆરીમાં આ આંકડો 1180.84 હતો. 

જીયોએ જોડ્યા 46 લાખ નવા ગ્રાહક
જીયો માર્ચ 2020માં 46 લાખ નવા ગ્રાહકો જોડવામાં સફળ રહ્યું છે. જીયોએ જ્યાં 46,87,639 ગ્રાહકો જોડ્યા તો BSNLને 95,428 ગ્રાહકો જોડવામાં સફળતા મેળવી છે. વોડાફોન આઈડિયાએ 63,53,200 ગ્રાહકો ગુમાવ્યા તો 12,61,952 ગ્રાહકોએ એરટેલનો સાથ છોડી દીધો છે.

Realme C11 ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ખાસિયત

જીયોને નંબર-1નો તાજ યથાવત
જીયોએ ભારતીય ટેલિકોમ માર્કેટમાં 33.47 ટકાના શેરની સાથે પોતાનો નંબર વનનો તાજ જાળવી રાખ્યો છે. 28.31 ટકા શેરની સાથે એરટેલ બીજા નંબરે રહ્યું છે. ત્રીજા નંબરે વોડાફોન આઇડિયા છે. વોડાફોન આઇડિયાનો ભારતીય ટેલિકોમ માર્કેટમાં 27.57 ટકા ભાગ પર કબજો છે. 10.35 ટકાના શેરની સાથે બીએસએનએલ ચોથા નંબરે રહ્યું છે. 

જીયો અને ગૂગલ વચ્ચે વાતચીત અંતિમ તબક્કામાંસોમવારે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યુ કેત તેઓ ભારતના ડિજિટલ ઇકોસિસ્ટમમાં આગામી 5-7 વર્ષમાં 10 અબજ ડોલરનું મોટુ રોકાણ કરશે. એક બિઝનેસ અખબાર સાથે વાતચીત દરમિયાન જ્યારે તેમને જીયો પ્લેટફોર્મમાં રોકાણની સંભાવનાને લઈને પૂછવામાં આવ્યું હતું, ત્યારે તેમણે ન તો ના કહી ન હા પાડી. બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે ગૂગલ મુકેશ અંબાણીની કંપની જીયો પ્લેટફોર્મ્સમાં 4 અબજ ડોલર (આશરે 30 હજાર કરોડ)નું મોટુ રોકાણ કરી શકે છે. આ વાતચીત છેલ્લા તબક્કામાં છે. 

રિલાયન્સ જીયોમાં ગૂગલ કરી શકે છે 30 હજાર કરોડનું રોકાણ, છેલ્લા તબક્કામાં વાતચીત  

નવો જીયો ફોન થવાનો છે લોન્ચ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી 43મી વાર્ષિક સામાન્ય સભા  (AGM) 15 જુલાઈએ થવાની છે અને આ તકે કંપની આગામી જીયો ફોન લોન્ચ કરી શકે છે. તેવા અહેવાલો મળી રહ્યાં છે કે કંપની પોતાનો થર્ડ જનરેશન જીયો ફોન લઈને આવી શકે છે અને તેનું નામ Jio Phone 3 હોઈ શકે છે. છેલ્લા બે મોડલ  Jio Phone અને  Jio Phone 2 પણ જનરલ મિટિંગ દરમિયાન જ લોન્ચ થયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news