ખતમ થયો ઇંતઝાર, જલદી રોલઆઉટ થશે Whatsapp નું સૌથી મનપસંદ ફીચર

વોટ્સઅપ પોતાના પબ્લિક બીટા ટેસ્ટર્સ માટે આ સુવિધાને સક્ષમ કરવાની તૈયારી કરી રહ્યા છે. એટલા માટે યૂઝર્સ વોટ્સએપના પબ્લિક બીટા પોગ્રામ પર છે. તે જલદી જ તેની ટેસ્ટિંગ શરૂ કરશે.

Updated By: Sep 21, 2020, 10:41 PM IST
ખતમ થયો ઇંતઝાર, જલદી રોલઆઉટ થશે Whatsapp નું સૌથી મનપસંદ ફીચર

નવી દિલ્હી: હવે વોટ્સએપ યૂઝર્સ બે ડિવાઇસ પર એક જ એકાઉન્ટનો ઉપયોગ કરી શકશો. કંપની પોતાના મલ્ટીપલ-ડિવાઇસ સપોર્ટ ફીચર પર ગત કેટલાક સમયથી કામ કરી રહ્યું છે અને જલદી જ ઇંસ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મના બીટા વર્જનામં આવી શકે છે. વોટ્સઅપ ટ્રેકર WABetaInfo ના અનુસાર, ફીચર ટેસ્ટિંગના અંતિમ તબક્કામાં છે અને કેટલાક યૂઝર્સને જલદી જ તેનો અનુભવ મળશે.

કહેવામાં આવ્યું છે કે વોટ્સઅપ પોતાના પબ્લિક બીટા ટેસ્ટર્સ માટે આ સુવિધાને સક્ષમ કરવાની તૈયારી કરી રહ્યા છે. એટલા માટે યૂઝર્સ વોટ્સએપના પબ્લિક બીટા પોગ્રામ પર છે. તે જલદી જ તેની ટેસ્ટિંગ શરૂ કરશે. કંપની આ સર્વિસ પણ યૂઝર્સ માટે આવતીકાલે રોલ આઉટ કરશે, તેના પર કોઇ જાણકારી નથી. 

Google Pay | Paytm | Tiktok |  Android | iOS | Whatsapp

ચાર ડિવાઇસ પર સપોર્ટ
ટ્રેકરએ ફીચર વિશે કેટલીક ડિટેલ્સ પણ શેર કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ સર્વિસ યૂઝર્સને એક જ સમયમાં ચાર અલગ-અલગ ડિવાઇસ પર એક જ વોટ્સઅપ એકાઉન્ટના ઉપયોગની પરવાનગી આપે છે. અ તમને મેન ડિવાઇસ માટે એક એક્ટિવ ઇન્ટરનેટ કનેક્શનની જરૂર નથી જેમ કે વોટ્સઅપ વેબ સાથે છે.

નવી વોટ્સએપ યૂઆઇ
મલ્ટી-ડિવાઇસ સપોર્ટ ઉપરાંત, આ મલ્ટી-ડિવાઇસ સપોર્ટ ફીચર માટે પોતાના ડેસ્કટોપ વર્જ માટે નવું યૂઆઇ રોલ આઉટ કરવા માટે પણ તૈયાર છે. એપ પર આ સુવિધા, 'લિંક્ડ ડિવાઇસ' હેઠળ ઉપલબ્ધ રહેશે. 

આ યૂઝર્સને પોતાના વોટ્સઅપ એકાઉન્ટને એક નવા ડિવાઇસ સાથે લિંક કરવા માટે પણ કરશે. તેને લિંક કરવામાં આવેલા ડિવાઇસની એક યાદી બતાવવામાં આવશે. આ ઇન્ટરફેસ એપ પર વોટ્સએપ વેબ ડેસ્કટોપના ઇન્ટરફેસ સમાન છે. એક 'મલ્ટી-ડિવાઇસ બીટા' ઓપ્શન પણ છે. જેને તમે આ સર્વિસને અજમાવવા માટે ઓન/ઓફ કરી શકો છો. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube