ડ્રગ ચેટમાં મોટો ખુલાસો- D મતલબ 'દીપિકા પાદુકોણ', NCB મોકલી શકે છે સમન


Deepika padukone to be summoned in drug case by NCB: એનસીબીની આ ઈન્વેસ્ટિગેશનમાં જયા સાહાની મેનેજર કરિશ્મા પાસેથી દીપિકા પાદુકોણની વાતચીતના ચેટ સામે આવ્યા છે. જયા સાહા સુશાંત સિંહ રાજપૂતની ટેલેન્ટ મેનેજર હતી જેની એનસીબીએ આજે પૂછપરછ કરી હતી. 

 ડ્રગ ચેટમાં મોટો ખુલાસો- D મતલબ 'દીપિકા પાદુકોણ', NCB મોકલી શકે છે સમન

નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં એનસીબીની તપાસ ચાલી રહી છે અને આ તપાસમાં બોલીવુડના ઘણા સિતારાના નામ સામે આવી રહ્યાં છે. શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સિંહ અને સારા અલી ખાન બાદ હવે બોલીવુડની ટોપ અભિનેત્રી દીપિકા પાદુકોણનું નામ પણ આ તપાસમાં સામે આવ્યું છે. 

હકીકતમાં એનસીબીની આ ઈન્વેસ્ટિગેશનમાં જયા સાહાની મેનેજર કરિશ્મા પાસેથી દીપિકા પાદુકોણની વાતચીતના ચેટ સામે આવ્યા છે. જયા સાહા સુશાંત સિંહ રાજપૂતની ટેલેન્ટ મેનેજર હતી જેની એનસીબીએ આજે પૂછપરછ કરી હતી. જયાની Whatsapp ચેટમાં આ પહેલા શ્રદ્ધા કપૂરનું નામ પણ સામે આવ્યું હતું. જે જયા પાસે સીબીડી ઓઇલ માગી રહી હતી.

બોલીવુડ ડ્રગ્સ મામલાની તપાસ કરી રહેલા એનસીબીના એક અધિકારીએ કહ્યું કે, તપાસ દરમિયાન બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણનું નામ પણ સામે આવ્યું છે. દીપિકા પાદુકોણનું એક ચેટ પણ મળ્યું છે. જેમાં દીપિકા જયા શાહની કંપની ક્વાનની મેનેજર કરિશ્મા સાથે વાત કરી રહી છે. આ મામલામાં હવે કરિશ્માને એનસીબી સમન મોકલીને પૂછપરછ માટે બોલાવી છે. એનસીબીના અધિકારી પ્રમાણે જયા શાહ અને કરિશ્માવચ્ચે ડ્રગને લઈને કેટલાક ચેટ મળ્યા છે. મહત્વનું છે કે ક્વાન કંપનીનો ઘણા મોટા બોલીવુડ અભિનેતા-અભિનેત્રી સાથે કોન્ટ્રાક્ટ રહ્યો છે જેમાં દીપિકાનું નામ પણ સામેલ છે. 

આ દિવસે રિલીઝ થશે જોન અબ્રાહમની ફિલ્મ 'સત્યમેવ જયતે 2', એક્ટરને પોસ્ટ કરી દીધી ખુશખબરી

શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત અને સારાનું નામ પણ આવ્યું સામે
મહત્વનું છે કે જયાના મોબાઇલથી રિટ્રીવ થયેલા ડેટાથી જાણવા મળ્યું છે કે બોલીવુડ સેલેબ્સ તેને સીબીડી ઓઇલ અને ડ્રગ્સ વિશે પૂછતા હતા. માનવામાં આવી રહ્યું છે કે રિયા બાદ જયા સાહા બોલીવુડના ડ્રગ્સ કાર્ટલને લઈને મહત્વની લિંક હોઈ શકે છે. આ પહેલા રિયા અને જયા સાહાની ચેટને ઈડીએ રિટ્રીવ કરી હતી, જેમાં જયાએ રિયાને કહ્યું હતું કે, સુશાંતને સીબીડી ઓઈલના કેટલાક ટીપા આપવામાં આવે જે 30-40 મિનિટમાં અસર દેખાડશે. ત્યારબાદ જયાની ઈડીએ પૂછપરછ કરી હતી. જયાએ ઈડી સામે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, તેણે ક્યારેય સીબીડી ઓઇલ જેવી કોઈ વસ્તુ સપ્લાઈ કરી નથી.

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news