'ભારત અને અમેરિકા વચ્ચે 60 અરબ ડોલરનો વેપાર થશે, 50,000 નોકરીઓનું સૃજન થશે'

અમે ખૂબ સારું કરી રહ્યા છીએ. અમેરિકી વેપાર પ્રતિનિધિ બોબ લાઇટહાઇઝર અહીં ઉપલબ્ધ છે, તે ભારત અને તેમના સક્ષમ પ્રતિનિધિઓ સાથે કરાર કરી રહ્યા છે. મને લાગે છે કે ખૂબ જલદી અમે એક વેપાર કરાર કરી રહ્યા છે. મને લાગે છે કે ખૂબ જલદી અમે એક વેપાર કરાર પર પહોંચી જશે. 

'ભારત અને અમેરિકા વચ્ચે 60 અરબ ડોલરનો વેપાર થશે, 50,000 નોકરીઓનું સૃજન થશે'

ન્યૂયોર્ક: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (Donald Trump) મંગળવારે કહ્યું કે ભારત (India) અને અમેરિકા (US) ખૂબ જલદી એક બિઝનેસ કરાર પર પહોંચવાના છે અને બંને પક્ષોની ટીમો એક સીમિત વેપાર પેકેજ (લિમિટેડ ટ્રેડ પેકેજ) પર વાતચીત કરી રહી છે. વડાપ્રધાન નરેંદ્ર મોદીની સાથે દ્વિપક્ષીય વાર્તા શરૂ થતાં પહેલાં ટ્રમ્પે પત્રકારોના પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે શું વેપાર કરાર થવાના છે. તેના પર તેમણે કહ્યું કે 'મને લાગે છે ખૂબ જલદી'

તેમણે કહ્યું ''અમે ખૂબ સારું કરી રહ્યા છીએ. અમેરિકી વેપાર પ્રતિનિધિ બોબ લાઇટહાઇઝર અહીં ઉપલબ્ધ છે, તે ભારત અને તેમના સક્ષમ પ્રતિનિધિઓ સાથે કરાર કરી રહ્યા છે. મને લાગે છે કે ખૂબ જલદી અમે એક વેપાર કરાર કરી રહ્યા છે. મને લાગે છે કે ખૂબ જલદી અમે એક વેપાર કરાર પર પહોંચી જશે. 

તેમણે આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે ભારતના વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ મંગવારે લાઇટહાઇઝર સાથે વાર્તા કરવા માટે ન્યૂયોર્કમાં છે. આ પહેલાં ટ્રમ્પે કહ્યું હતું કે તેમને અને મોદી પાસે ચર્ચા માટે ઘણા મુદ્દા છે. તેમાંથી વધુ એક સંભવત: સૌથી મોટો મુદ્દો વેપારનો છે. અમે સાથે મળીને ઘણા વેપાર કરવાના છીએ અને અમે તેના પર કામ કરી રહ્યા છીએ.

તો બીજી તરફ વડાપ્રધાન નરેંદ્ર મોદીએ પોતાના નિવેદનમાં કહ્યું કે જ્યાં સુધી વેપારનો પ્રશ્ન છે, તે શનિવારે હ્યૂસ્ટનમાં પેટ્રોનેટ અને ટેલ્યૂરિયન વચ્ચે 2.5 અરબ ડોલરના કરારથી ખુશ છીએ. પીએમ મોદીએ કહ્યું કે ''કરારથી 60 અરબ ડોલરનો વેપાર થશે અને 50,000 નોકરીઓનું સૃજન થશે. હું સમજું છું કે આ ભારત દ્વારા કરવામાં આવેલી મોટી પહેલ છે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news