અમેરિકા અને ફ્રાન્સમાં કોરોનાના રેકોર્ડ કેસ, યૂરોપમાં બીજી લહેરની આશંકા

Coronavirus in US: કોરોના વાયરસની ઝપેટમાંથી બહાર આવવા માટે લાખ ઉપાય કરવા છતાં અમેરિકામાં સંક્રમણની ગતિ ધીમી પડી રહી નથી. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના રિપોર્ટ અનુસાર શનિવારે અમેરિકામાં કોરોના વાયરસ સંક્રમણના 83,000થી વધુ નવા કેસ સામે આવ્યા છે.
 

અમેરિકા અને ફ્રાન્સમાં કોરોનાના રેકોર્ડ કેસ, યૂરોપમાં બીજી લહેરની આશંકા

વોશિંગટનઃ કોરોના વાયરસની ઝપેટમાંથી બહાર આવવા માટે લાખ ઉપાય કરવા છતાં અમેરિકામાં સંક્રમણની ગતિ ધીમી પડી રહી નથી. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના રિપોર્ટ અનુસાર શનિવારે અમેરિકામાં કોરોના વાયરસ સંક્રમણના 83,000થી વધુ નવા કેસ સામે આવ્યા છે. આ એક દિવસમાં અમેરિકામાં નોંધાયેલા કોરોના દર્દીઓની સૌથી વધુ સંખ્યા છે. તો ફ્રાન્સમાં પણ શનિવારે કોરોના વાયરસના રેકોર્ડ કેસ નોંધાયા છે. 

ફ્રાન્સમાં પણ રેકોર્ડ કેસ, બ્રિટનમાં પણ લહેર
ફ્રાન્સમાં કોરોના વાયરસનો કેર સતત વધી રહ્યો છે. પાછલા એક દિવસમાં ફ્રાન્સમાં કોરોના વાયરસના 45 હજાર નવા કેસ સામે આવ્યા છે. જે સંક્રમિતોની સંખ્યામાં એક દિવસમાં રેકોર્ડ વૃદ્ધિ છે. બ્રિટેનની નેશનલ હેલ્થ સર્વિસ અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 23012 કેસ સામે આવ્યા છે. હજુ ચાર દિવસ પહેલા જ બ્રિટનમાં 26688 દર્દીઓ સામે આવ્યા હતા જે અત્યાર સુધી એક દિવસમાં સૌથી વધુ દર્દીઓની સંખ્યા છે. 

અમેરિકામાં અત્યાર સુધી 223,995ના મોત
જોન્સ હોપકિન્સ વિશ્વ વિદ્યાલય તરફથી પ્રકાશિત આંકડા પ્રમાણે અમેરિકામાં કોવિડ-19થી મૃતકોની સંખ્યા વધીને હવે 223,995 થઈ ગઈ છે. શુક્રવારે તે અનુસાર 83,757 નવા કેસ સામે આવ્યા જે 16 જુલાઈના 77,362 કેસથી વધુ છે. દેશના પ્રત્યેક ભાગમાં તેનો પ્રભાવ પડી રહ્યો છે. ફ્લોરિડામાં સ્વાસ્થ્ય અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે તે પોતાના બાળકોના જન્મદિવસ પર પાર્ટી ન કરે. 

ભારતને જૂના નક્શા સાથે શુભેચ્છા સંદેશ પાઠવ્યો, વિરોધ થતા PM ઓલીનો યુ ટર્ન 

હોસ્પિટલમાં દર્દીઓને રાખવાની જગ્યા નથી
તો ઉત્તરી ઇડાહોમાં એક હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા એટલી વધી ગઈ છે કે જગ્યામાં કમી પડી રહી છે અને દર્દીઓને હેલીકોપ્ટરથી સિયેટલ, પોર્ટલેન્ડ, ઓરેગન મોકલવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. અમેરિકામાં દરરોજ નવા સરેરાશ કેસ ગુરૂવારે 61,140 ને પાર પહોંચી ગયા જ્યારે બે સપ્તાહ પહેલા આ એવરેજ 44,647 હતા. આ પહેલા 2  જુલાઈએ એવરેજ 69293 હતી. 

યૂરોપમાં ઘણી જગ્યાઓ પર લૉકડાઉન
અમેરિકામાં યૂરોપના દેશોની જેમ સંક્રમણના કેસ વધી રહ્યાં છે. રોમ, પેરિસ અને અન્ય દેશોમાં નાઇટ મનોરંજન સ્થળો પર લગામ લગાવવાની સાથે મહામારીની ગતિ ધીમી કરવા માટે ઘણા પગલા ભરવામાં આવી રહ્યાં છે. બ્રિટને તો ઘણા રાજ્યોમાં ફરી લૉકડાઉનની જાહેરાત કરી દીધી છે. ત્યાં જરૂરી સેવાઓને છોડીને ઘરની બહાર નિકળવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 

WHO એ આપી ચેતવણી
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ અધાનોમ ધેબ્રેયેસસે ઉત્તરી ગોળાર્ધ (મુખ્ય યૂરોપીય) વાળા દેશોને ચેતવણી આપી છે કે તેઓ નાજુક મોડ પર છે કારણ કે સંક્રમણના મામલા અને તેનાથી થનારા મોતોની સંખ્યા વધી રહી છે. તેમણે કહ્યું કે, આગામી થોડા મહિના ખુબ મુશ્કેલ થવાના છે અને કેટલાક દેશ ખતરનાક રસ્તા પર છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news