'ક્રુર અને વિશ્વાસઘાતી' છે મારા કાકા ડોનાલ્ડ ટ્રમ્પ, જેલમાં મોકલોઃ મેરી ટ્રમ્પ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભત્રીજી મેરી ટ્રમ્પે પોતાના કાકા પર જોરદાર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે, મારા કાકા અપરાધી, ક્રુર અને વિશ્વાસઘાતી છે અને તેમને જેલ મોકલવા જોઈએ.
Trending Photos
વોશિંગટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભત્રીજી મેરી ટ્રમ્પે કહ્યું કે, તેમના અંકલને 'અપરાધી, ક્રુર અને વિશ્વાસઘાતી' છે અને વાઇટ હાઉસ છોડ્યા બાદ તેમને જેલ મોકલવા જોઈએ. મનોવિજ્ઞાની અને લેખિકા મેરી પોતાના પિતાના નાના ભાઈ ડોનાલ્ડ ટ્રમ્પની આલોચક છે. તેણે તે વિચારધારાને નકારી કે ટ્રમ્પ વિરુદ્ધ કેસ ચલાવવાથી દેશમાં રાજકીય વિભાજન વધુ ઊંડુ બની જશે.
મેરીએ એપીને આ સપ્તાહે આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું, 'વારંવાર તે કહેવું ચોક્કસપણે અપમાનજક છે કે અમેરિકી લોકો તેનો સામનો ન કરી શકે અને આપણે હવે આગળ વધવું જોઈએ.' તેણે કહ્યું, જો ખરેખર કોઈ સામે કેસ ચલાવવો જોઈએ તો તે છે ડોનાલ્ડ ટ્રમ્પ, બાકી તેનો અર્થ થશે કે આપણે તેનાથી પણ ખરાબ કોઈ વ્યક્તિને સ્વીકાર કરવા માટે ખુદને તૈયાર કરી રહ્યાં છીએ.
2021ના પ્રથમ ક્વાર્ટર સુધી 50 કરોડ લોકોને અપાશે ડોઝ, શું છે WHOને વેક્સિન વિતરણનો રોડમેપ
મેરીની ટિપ્પણીઓ વિશે ડોનાલ્ડ ટ્રમ્પના પ્રચાર અભિયાનના પ્રવક્તાએ કહ્યું, 'શું તેણે જણાવ્યું કે, તેનું પુસ્તક છે જે તેને વેચવુ છે.' મેરી રાષ્ટ્રપતિ ટ્રમ્પના મોટા ભાઈ ફ્રેડ જૂનિયરની પુત્રી છે. તેણે આ સપ્તાહે જાહેરાત કરી હતી કે તે પોતાના કાકા વિશે લખેલા પુસ્તક 'ટૂ મચ એન્ડ નેવર ઇનફ, હાઉ માઈ ફેમેલી ક્રિએટેડ ધ વર્લ્ડસ મોસ્ટ ડેન્જરસ મેન'ની આગામી કડી લખવા જઈ રહી છે જેનું નામ હશે 'ધ રેકનિંગ'.
પરિવાર વિશે મેરીનું પ્રથમ પુસ્તક જુલાઈમાં આવ્યું હતું. સપ્ટેમ્બરમાં મેરીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, તેમના ભાઈ રોબર્ટ ટ્રમ્પ અને તેની બહેન મૈરીયાને ટ્રમ્પ બૈરી વિરુદ્ધ લાખો ડોલરની છેતરપિંડીનો કેસ નોંધાવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે