ડોનાલ્ડ ટ્રમ્પે આતંકી બગદાદી વિશે આપ્યા મોટા સમાચાર, કહ્યું-કંઈક મોટું થયું છે...

સીરિયા (Syria)  માંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, કે અમેરિકન સેના (US Army)  દ્વારા ઈસ્લામિક સ્ટેટ (ISIS) નો વડો અને ખૂંખાર આતંકી અબુ બક્ર અલ બગદાદી (Abu Bakr al-Baghdadi) ની વિરુદ્ધ ચલાવવામાં આવેલ સ્પેશિયલ ઓપરેશનમાં તે માર્યો ગયો છે. માનવામાં આવી રહ્યું છે કે, અબુ બક્ર અલ બગદાદી સીરિયામાં અમેરિકન કાર્યવાહીમાં મરાયો છે. જોકે, આ બાબતની હજી અધિકારિક પુષ્ટિ થઈ શકી નથી.
ડોનાલ્ડ ટ્રમ્પે આતંકી બગદાદી વિશે આપ્યા મોટા સમાચાર, કહ્યું-કંઈક મોટું થયું છે...

નવી દિલ્હી :સીરિયા (Syria)  માંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, કે અમેરિકન સેના (US Army)  દ્વારા ઈસ્લામિક સ્ટેટ (ISIS) નો વડો અને ખૂંખાર આતંકી અબુ બક્ર અલ બગદાદી (Abu Bakr al-Baghdadi) ની વિરુદ્ધ ચલાવવામાં આવેલ સ્પેશિયલ ઓપરેશનમાં તે માર્યો ગયો છે. માનવામાં આવી રહ્યું છે કે, અબુ બક્ર અલ બગદાદી સીરિયામાં અમેરિકન કાર્યવાહીમાં મરાયો છે. જોકે, આ બાબતની હજી અધિકારિક પુષ્ટિ થઈ શકી નથી.

— Donald J. Trump (@realDonaldTrump) October 27, 2019

અમેરિકા ઓપરેશન વિશે US આર્મીના સૂત્રએ ન્યૂઝ વિકને જણાવ્યું કે, સ્પેશિયલ રેડમાં બગદાદી માર્યો ગયો છે. અમેરિકા સેનાને પણ ઉચ્ચ વિશ્વાસ છે કે, ISIS નેતા બગદાદીને સ્પેશિયલ ઓપરેશનમાં મારવામાં આવ્યો છે.

ખાસ બાબત તો એ છે કે, સવારે 6.53 કલાકે (ભારતીય સમયાનુસાર) રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) પણ ટ્વિટ કીને કહ્યું કે, હાલ કંઈક મોટું થયું છે. તેમની આ ટ્વિટથી અંદાજ લગાવવામાં આવી રહ્યાં છે કે, બગદાદી માર્યો ગયો છે. 

જોકે, આ પહેલા પણ અમેરિકન સેના દ્વારા કાર્યવાહીમાં બગદાદીને માર્યા હોવાના અનેક સમાચાર સામે આવ્યા છે. પરંતુ તેની પુષ્ટિ થઈ શકી નથી.

દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news