પાકિસ્તાનની નફ્ફટાઈઃ પીએમ મોદીની ફ્લાઈટને આકાશી ક્ષેત્રમાંથી પસાર થવા મંજુરી ન આપી
પાકિસ્તાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના(PM Narendra Modi) વિમાનને પોતાના હવાઈ ક્ષેત્ર(Air Space)માંથી પસાર થવાની મંજુરી આપવાનો ઈનકાર કર્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમુદ કુરેશીએ (Shah Mehmood Qureshi) જણાવ્યું કે, "અમે ભારતીય હાઈ કમિશનરને માહિતગાર કર્યું છે કે, અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાન માટે અમારા હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની મંજુરી નહીં આપીએ."
Trending Photos
ઈસ્લામાબાદઃ પાકિસ્તાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના(PM Narendra Modi) વિમાનને પોતાના હવાઈ ક્ષેત્ર(Air Space)માંથી પસાર થવાની મંજુરી આપવાનો ઈનકાર કર્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમુદ કુરેશીએ (Shah Mehmood Qureshi) જણાવ્યું કે, "અમે ભારતીય હાઈ કમિશનરને માહિતગાર કર્યું છે કે, અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાન માટે અમારા હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની મંજુરી નહીં આપીએ."
રાષ્ટ્રપતિ કોવિંદને પણ રસ્તો આપ્યો ન હતો
આ અગાઉ 7 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વિમાનને પોતાના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થવા માટે મંજુરી આપી ન હતી. એ સમયે જિયો ન્યૂઝે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમુદ કુરેશીના હવાલાથી કહ્યું હતું કે, "ભારતના કબ્જાવાળા કાશ્મીરમાં થઈ રહેલા માનવાધિકારોના ઉલ્લંઘનને પગલે ઈસ્લામાબાદે નવી દિલ્હીની વિનંતીનો અસ્વીકાર કર્યો છે."
ભારતે ઈસ્લામાબાદ(Islamabad)ને ગયા અઠવાડિયે પત્ર લખીને પીએમ મોદીના વિમાન માટે હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની મંજુરી આપવા જણાવ્યું હતું. સાથે જ 20 સપ્ટેમ્બર સુધી આ અંગેનો જવાબ આપવા પાકિસ્તાનને નવી દિલ્હી તરફથી જણાવાયું હતું.
પાકિસ્તાનના વિદેશ મંત્રી કુરેશીએ જણાવ્યું કે, અમારા વડાપ્રધાન ઈમરાન ખાને ભારતની વિનંતીને ફગાવી દેવાના નિર્ણયનું સ્વાગત કરતા કહ્યું છે કે, પાકિસ્તાનને આ નિર્ણય એટલા માટે લેવો પડ્યો, કેમ કે ભારતે કાશ્મીરના મુદ્દે આક્રમક્તા દેખાડી છે. કુરેશીએ કહ્યું કે, કાશ્મીરમાં ભારત તરફથી ગુજારવામાં આવતો અત્યાચાર એક ગંભીર મુદ્દો છે, જેને તેઓ સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પરિષદમાં લઈ જશે.
ઓગસ્ટ મહિનામાં એવા સમાચાર આવ્યા હતા કે, ભારતીય વિમાનો દ્વારા પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રના ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવા ઈમરાન વિચારી રહ્યા છે. આ ઉપરાંત ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પાકિસ્તાનમાં થઈને પસાર થતા માર્ગને પણ બંધ કરવાની વિચારણા ચાલી રહી છે.
જુઓ LIVE TV...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે