'Howdy' : આ શબ્દનો અર્થ અને તેનો ઈતિહાસ જાણવા માટે કરો ક્લિક....
22 સપ્ટેમ્બર, 2019ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) અમેરિકાના હ્યુસ્ટન(Huston) શહેરમાં ભારતીય સમુદાયને(Indian Community) સંબોધિત કરવાના છે તે કાર્યક્રમને 'Howdy Modi' નામ આપવામાં આવ્યું છે. કાર્યક્રમના નામની સાથે જ 'Howdy' શબ્દ ચર્ચામાં આવી ગયો છે. લોકો આજકાલ આ શબ્દને ગૂગલ(Google) પર સૌથી વધુ સર્ચ કરી રહ્યા છે. સાથે જ ફેસબૂક(Facebook) અને ટ્વીટર(Twitter) પર પણ આ શબ્દ આજકાલ ટ્રેન્ડ કરી રહ્યો છે. જોકે, મોટાભાગના લોકો આ શબ્દના અર્થ બાબતે તદ્દન અજાણ છે.
Trending Photos
ઝી ડિજિટલ ડેસ્ક/અમદાવાદઃ 22 સપ્ટેમ્બર, 2019ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) અમેરિકાના હ્યુસ્ટન(Huston) શહેરમાં ભારતીય સમુદાયને(Indian Community) સંબોધિત કરવાના છે તે કાર્યક્રમને 'Howdy Modi' નામ આપવામાં આવ્યું છે. કાર્યક્રમના નામની સાથે જ 'Howdy' શબ્દ ચર્ચામાં આવી ગયો છે. લોકો આજકાલ આ શબ્દને ગૂગલ(Google) પર સૌથી વધુ સર્ચ કરી રહ્યા છે. સાથે જ ફેસબૂક(Facebook) અને ટ્વીટર(Twitter) પર પણ આ શબ્દ આજકાલ ટ્રેન્ડ કરી રહ્યો છે. જોકે, મોટાભાગના લોકો આ શબ્દના અર્થ બાબતે તદ્દન અજાણ છે.
શું છે 'Howdy' શબ્દનો અર્થ?
22 સપ્ટેમ્બરના(22 September) રોજ વડાપ્રધાન મોદીનો આ કાર્યક્રમ જે હ્યુસ્ટન શહેરમાં યોજાવાનો છે તે દક્ષિણ પશ્ચિમ અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં આવેલું છે. આપણે ભારતીય લોકો જ્યારે પણ કોઈ મહેમાનને મળીએ કે કોઈ આગંતુક સાથે મુલાકાત કરીએ ત્યારે સૌથી પહેલા પુછીએ છીએ, "કેમ છો?", જ્યારે અંગ્રેજી ભાષા બોલનારા પુછે છે "How do you do?". અમેરિકાના દક્ષિણ પશ્ચિમ પ્રદેશમાં રહેતા લોકો પ્રથમ મુલાકાતમાં પુછે છે "Howdy". અહીં, 'Howdy' શબ્દ "How do you do?"નો ટૂંકાક્ષર એટલે કે શોર્ટ ફોર્મ છે. એટલે કે, "Howdy Modi" શબ્દનો અર્થ થાય છે, "મોદી, તમે કેમ છો?".
'Howdy' શબ્દની ઉત્પત્તિ
'Howdy' શબ્દ વિશ્વમાં સૌથી પહેલા 16મી સદીમાં દક્ષિણ ઈંગ્લેન્ડની સ્થાનિક બોલીમાં બોલવામાં આવતો હતો. ત્યાર પછી ધીમે-ધીમે આ શબ્દ લોકપ્રિય થઈને 1837 એટલે કે 19મી સદીમાં સમગ્ર યુનાઈટેડ સ્ટેટ્સમાં લોકપ્રિય થઈ ગયો હતો. ત્યાર પછી 20મી સદી પુરી થતાં સુધીમાં આ શબ્દનો ઉપયોગ ધીમે-ધીમે ઓછો થતો ગયો અને અત્યારે 21મી સદીમાં 'Howdy' શબ્દ દક્ષિણ-પશ્ચિમ અમેરિકામાં વધુ બોલવામાં આવે છે.
વડાપ્રધાન મોદીની ઈવેન્ટ શું છે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બરના રોજ અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં ભારતીય સમુદાયને સંબોધિત કરવાના છે. આ કાર્યક્રમનું નામ રખાયું છે, 'Howdy Modi, Shared Dream, Bright Future'. હ્યુસ્ટનના NRG સ્ટેડિયમમાં આ ઈવેન્ટનું આયોજન કરાયું છે. જેમાં પ્રથમ વખત પીએમ મોદીની સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ભારતીય અમેરિકનોને સંબોધન કરવાના છે.
50,000થી વધુ લોકો આવશે
પીએમ મોદીના અમેરિકાના આ કાર્યક્રમમાં 50,000થી વધુ ભારતીય મૂળના અમેરિકનો ભાગ લે તેવી સંભાવના છે. ચાલુ વર્ષે લોકસભા ચૂંટણી જીત્યા પછી વડાપ્રધાન મોદીની આ પ્રથમ આધિકારીક અમેરિકાની યાત્રા છે. વડાપ્રધાન મોદીનો અમેરિકાનો અત્યાર સુધીનો આ ત્રીજો સૌથી મોટો કાર્યક્રમ હશે. આ અગાઉ મોદી 2014માં ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર અને 2017માં સિલિકોન વેલીમાં આવો જ મોટો કાર્યક્રમ કરી ચૂક્યા છે.
જુઓ LIVE TV...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે