પાકિસ્તાનનું નવું ષડયંત્ર 'પ્લાન 5 ઓગસ્ટ', કાશ્મીર પર ભારત વિરોધી એજન્ડાની રૂપરેખા તૈયાર
Trending Photos
ઈસ્લામાબાદ: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 (Article 370) હટાવાઈ તેનો ધક્કો ઈમરાન ખાન (Imran Khan) અને સમગ્ર પાકિસ્તાન (Pakistan) ને મગજ પર ખુબ જોરદાર વાગ્યો છે. તેનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે ઈમરાન ખાન કાશ્મીર-કાશ્મીર બૂમો પાડતા રહે છે પરંતુ કશું કરી શકતા નતી. હવે જ્યારે 5 ઓગસ્ટના રોજ કાશ્મીરમાંથી કલમ 370 હટાવાઈ તેને એક વર્ષ પૂરું થઈ રહ્યું છે તો ઈમરાન ખાન અને પાકિસ્તાનની સેનાએ ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર માટે સમગ્ર એજન્ડા તૈયાર કરી લીધો છે.
પાકિસ્તાનના સૂચના પ્રસારણ મંત્રાલયને તમામ પ્રમુખ ઉર્દૂ અને અંગ્રેજી અખબારોમાં સ્પેશિયલ પેજ દ્વારા કવરેજ કરવાનું કામ સોપાયું છે. આ ઉપરાંત એ પણ નક્કી કરવામાં આવશે કે 5 ઓગસ્ટના રોજ તમામ પાકિસ્તાની ન્યૂઝ ચેનલોના 'લોગો'ને બ્લેક કરી દેવામાં આવે. પાકિસ્તાનમાં તમામ ચેનલોને કાશ્મીર (Kashmir) પર વિશેષ કાર્યક્રમો પ્રસારિત કરવાના નિર્દેશ અપાયા છે. કાશ્મીરીઓ માટે એક ખાસ ગીત તૈયાર કરવામાં આવ્યું છે.
કાશ્મીરી નેતાઓ, કાર્યકરો, અને ભારતના આંતરરાષ્ટ્રીય સંગઠનોને આ વર્ષે પાકિસ્તાન 5 ઓગસ્ટના રોજ રોયલ ટ્રિટમેન્ટ પણ આપશે અને ઈમરાન ખાન 5 ઓગસ્ટના રોજ મુઝફ્ફરાબાદ જશે. આ ઉપરાંત ઈમરાન ખાન પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરની વિધાનસભાને સંબોધિત કરશે જેનું ટીવી પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. તથા જમ્મુ અને કાશ્મીર પર સંયુક્ત રાષ્ટ્રના તે પ્રસ્તાવ અંગે ચબરખીઓ પણ વહેંચવામાં આવશે જેમાં જનમત સંગ્રહનો ઉલ્લેખ છે.
જુઓ LIVE TV
નોંધનીય છે કે ઈમરાન ખાન કાશ્મીરનો કેસ સંયુક્ત રાષ્ટ્ર અને દુનિયાના નેતાઓ પાસે લઈ જવાની વાત કરતા હતા પરંતુ થયું કશું જ નહીં. પાકિસ્તાન અને ઈમરાનની વાત કોઈએ સાંભળી નહી કારણ કે આખી દુનિયા જાણી ગઈ છે કે પાકિસ્તાન જ વિશ્વમાં આતંકનો અડ્ડો છે. તો પણ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર કરવામાં એવા નિવેદનો વાયરલ કરશે જે કલમ 370 હટાવવા વિરુદ્ધ હિન્દુસ્તાનના નેતાઓ તરફથી અપાયા હતાં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે