પુલવામા પર સત્ય કબુલ કરી ફસાયું પાકિસ્તાન, FATF થઈ શકે છે બ્લેકલિસ્ટ
હવે ઇમરાન ખાનના મંત્રીના કબુલનામા બાદ હાલ એફએટીએફની ગ્રે લિસ્ટમાં સામેલ પાકિસ્તાનની બ્લેકલિસ્ટ થવાની સંભાવના વધી ગઈ છે. આ સપ્તાહે એફએટીએફે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં યથાવત રાખ્યું છે.
Trending Photos
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરીએ સંસદમાં સ્વીકાર્યુ કે, પુલવામા આતંકી હુમલો ઇમરાન ખાન સરકારે કરાવ્યો હતો. તેના પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યુ કે, આતંકવાદનું સમર્થન કરવામાં પાકિસ્તાન અને તેની ભૂમિકા વિશે વિશ્વને ખ્યાલ છે. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ના બ્લેકલિસ્ટથી બચવા માટે પાકિસ્તાન આતંક વિરુદ્ધ કાર્યવાહીનો ઢોંગ કરી દુનિયાની આંખોમાં ઘુળ નાખતુ રહ્યું છે અને આતંકવાદનું સમર્થન કરતું રહ્યું છે.
હવે ઇમરાન ખાનના મંત્રીના કબુલનામા બાદ હાલ એફએટીએફની ગ્રે લિસ્ટમાં સામેલ પાકિસ્તાનની બ્લેકલિસ્ટ થવાની સંભાવના વધી ગઈ છે. આ સપ્તાહે એફએટીએફે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં યથાવત રાખ્યું છે અને આગામી વર્ષે ફેબ્રુઆરીમાં પાકિસ્તાન તરફથી આતંક પર લગામ લગાવનારી કાર્યવાહીઓને લઈને તેને બ્લેકલિસ્ટ કરવા પર નિર્ણય લેશે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ પાછલા વર્ષે તે જણાવ્યુ હતુ કે દેશ ગ્રે લિસ્ટમાં રહેવાથી દર વર્ષે 10 અબજ ડોલરનું નુકસાન થાય છે. એફએટીએફના હાલના નિર્ણયથી આ વર્ષે ડિસેમ્બર સુધી પાકિસ્તાનને 25 અબજ ડોલરનું નુકસાન થવાનું અનુમાન છે. તે જૂન 2018થી આ લિસ્ટમાં છે. તેવામાં પુલવામામાં આતંકી હુમલાના ખુલાસાથી તે સ્પષ્ટ છે કે આતંક વિરુદ્ધ લડાઈનો ઢોંગ કરનાર પાકિસ્તાને હવે તેની કિંમત ચુકવવી પડશે. જો પાકિસ્તાન FATFમા બ્લેકલિસ્ટ થાય છે તો તેને વિશ્વ બેન્ક, આઈએમએફ જેવા સંગઠનો અને દેશોથી મળતી આર્થિક મદદના દરવાજા બંધ થઈ જશે. આ પહેલા સંકટનો સામનો કરી રહેલી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા વધુ મુશ્કેલીમાં આવી શકે છે.
પુલવામાં હુમલામાં શહીદ થયા હતા 40 જવાન
પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરીએ ત્યાંની સંસદમાં સ્વીકાર્યુ કે, પુલવામા હુમલો પાકની સફળતા છે. હકીકતમાં પાછલા વર્ષે પુલવામામાં થયેલા આત્મઘાતી આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે