હ્યુસ્ટનમાં એનર્જી સેક્ટરના CEOs સાથે PM મોદીની બેઠક, પહેલા જ દિવસે થઈ મોટી ડીલ, MOU પર હસ્તાક્ષર થયા

હ્યુસ્ટનમાં પીએમ મોદીએ અમેરિકાના પ્રવાસના પહેલા જ દિવસે ઉર્જા ક્ષેત્રની કંપનીના સીઈઓ સાથે રાઉન્ડ ટેબલ બેઠક યોજી. હ્યુસ્ટનની હોટલ પોસ્ટ ઓકમાં થયેલી આ બેઠકમાં ટેલ્યુરિયન અને પેટ્રોનેટ સાથે લિક્વિફાઈડ નેચરલ ગેસ(LNG) માટે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કરાયા.

હ્યુસ્ટનમાં એનર્જી સેક્ટરના CEOs સાથે PM મોદીની બેઠક, પહેલા જ દિવસે થઈ મોટી ડીલ, MOU પર હસ્તાક્ષર થયા

હ્યુસ્ટન: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ભારતીય સમય મુજબ રાતે 11 વાગ્યાની આસપાસ અમેરિકાના ટેક્સાસના હ્યુસ્ટન પહોંચી ગયા છે. અમેરિકાની ધરતી પર પગ મૂકતા જ તેમણે ટ્વીટ કરીને કહ્યું Howdy હ્યુસ્ટન! વેપાર અને આંતરરાષ્ટ્રીય મામલાઓના ડાઈરેક્ટર ક્રિસ્ટોફર ઓલ્સન સહિત અન્ય અધિકારીઓએ એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું. અમેરિકાની ધરતી પર પગ મૂકતાની સાથે જ થાક્યા કે આરામ કર્યા વગર પીએમ મોદીએ ગણતરીના કલાકોમાં ઓઈલ ક્ષેત્રના સીઈઓ સાથે બેઠક યોજી. હ્યુસ્ટન અમેરિકાનું એનર્જી સિટી ગણાય છે. સીઈઓ સાથેની આ બેઠક મહત્વપૂર્ણ ગણવામાં આવતી હતી. પીએમ મોદી એક અઠવાડિયાના અમેરિકા પ્રવાસે છે. આ દરમિયાન તેઓ અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ભાગ લેશે. 

પાંચ મિલિયન ટન એલએનજી માટે એમઓયુ સાઈન કરાયું
હ્યુસ્ટનમાં પીએમ મોદીએ અમેરિકાના પ્રવાસના પહેલા જ દિવસે ઉર્જા ક્ષેત્રની કંપનીના સીઈઓ સાથે રાઉન્ડ ટેબલ બેઠક યોજી. હ્યુસ્ટનની હોટલ પોસ્ટ ઓકમાં થયેલી આ બેઠકમાં ટેલ્યુરિયન અને પેટ્રોનેટ સાથે લિક્વિફાઈડ નેચરલ ગેસ(LNG) માટે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કરાયા. પાંચ મિલિયન ટન એલએનજી માટે એમઓયુ સાઈન કરાયું છે. આ બેઠકમાં બેકર હ્યુજેસ, બીપી, એમર્સન ઈલેક્ટ્રિક કંપની, આઈએચએસ માર્કિટ તથા અન્ય કંપનીના પ્રમુખો સામેલ થયા હતાં. કહેવાય છે કે સાઉદી અરામકોના પ્લાન્ટ પર હાલમાં થયેલા હુમલા બાદ ભારત પોતાના આપૂર્તિકર્તાઓનો દાયરો વધારવા માંગે છે. 

હકીકતમાં ખાડી અને મધ્ય પૂર્વ દેશોમાં રાજનીતિક અનિશ્ચિતતાઓના કારણે ભારત પોતાની ઓઈલની જરૂરિયાતો માટે અમેરિકા તરફ નજર ફેરવી રહ્યું છે. આવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસની સાર્વજનિક સંપનીઓએ કેટલીક ડીલ કરી. ભારત અને અમેરિકા ખાસ કરીને શેલ તથા એલએનજીને લઈને સહયોગ વધારવા માંગે છે. 

— ANI (@ANI) September 22, 2019

ટેલ્યુરિયન અને  પેટ્રોનેટે આ માટે ટ્રાન્ઝેક્શન એગ્રીમેન્ટને માર્ચ 2020 સુધીમાં અંતિમ સ્વરૂપ આપવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. નોંધનીય છે કે ટેલ્યુરિયને ફેબ્રુઆરીમાં જ પેટ્રોનેટ એલએનજી લિમિટેડ ઈન્ડિયા (પીએલએલ) સાથે એક એમઓયુ સાઈન કરીને પીએલએલ ડ્રિફ્ટવુડ પ્રોજેક્ટમાં રોકાણ કરવાની સંભાવનાઓ શોધવાની જાહેરાત કરી હતી. 

કંપની તરફથી કહેવાયું હતું કે તેમાં પ્રસ્તાવિત એલએનજી ટર્મિનલની સાથે જ પ્રાકૃતિક ગેસ ઉત્પાદન, એકત્રિકરણ, પ્રોસેસિંગ અને ટ્રાન્સપોર્ટિંગ સુવિધાઓ સામેલ છે. ભારત  પહેલા એલએનજી માટે ફક્ત કતાર ઉપર જ નિર્ભર હતું. હવે અમેરિકાની સાથે સાથે રશિયા અને ઓસ્ટ્રેલિયાથી પણ એલએનજીની આયાત  થઈ રહી છે. 

ભારત અને અમેરિકા વચ્ચે થઈ શકે છે અનેક મોટી જાહેરાતો
એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ટ્રમ્પ પ્રશાસન આ અઠવાડિયે ભારત સાથેના વેપાર સંધિઓને લઈને કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે. ન્યૂયોર્ક ટાઈમ્સમાં પ્રકાશિત સમાચાર મુજબ આ અઠવાડિયે પીએમ મોદી સાથે મુલાકાત બાદ મોટી જાહેરાતો થઈ શકે છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી ટ્રેડ વોરના કારણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નવા માર્કેટની શોધમાં છે. 

— ANI (@ANI) September 21, 2019

પીએમ મોદી જર્મની પણ રોકાયા હતાં
ભારતથી ઉડાણ ભર્યા બાદ એર ઈન્ડિયાનું તેમનું વિમાન સવારે જર્મનીના ફ્રેન્કફર્ટમાં બે કલાક રોકાયું હતું. જર્મનીમાં ભારતીય રાજદૂત મુક્તા તોમર અને મહાવાણિજ્યદૂત પ્રતિભા પાર્કરે પીએમ મોદી સાથે મુલાકાત કરી. ત્યારબાદ પીએમ મોદીનું વિશેષ વિમાન હ્યુસ્ટન જવા રવાના થયું હતું. 

— ANI (@ANI) September 21, 2019

હાઉડી મોદી કાર્યક્રમ માટે જોરદાર તૈયારી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે તે હાઉડી મોદી કાર્યક્રમમાં આજે ભાગ લેશે. હ્યુસ્ટનમાં 50 હજાર પ્રવાસી ભારતીયોની હાજરીમાં હાઉડી મોદી કાર્યક્રમને તેઓ સંબોધિત કરશે. આ કાર્યક્રમનું આયોજન ટેક્સાસ ઈન્ડિયા ફોરમે કર્યું છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેમની સાથે હશે. હાઉડી મોદી કાર્યક્રમને સફળ બનાવવા માટે 1100થી વધુ વોલિયેન્ટર્સ દિવસ રાત મહેનત કરી રહ્યાં છે. અમેરિકાના 48 સ્ટેટ્સમાંથી ભારતીય સમુદાયના લોકો પીએમ મોદીને સાંભળવા માટે હ્યુસ્ટન પહોંચી રહ્યાં છે. 

જુઓ LIVE TV

હાઉડી મોદી કાર્યક્રમમાં 60થી વધુ અમેરિકી સાંસદો પણ ભાગ લે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે. શરૂઆતમાં સાંસ્કૃતિક કાર્યક્રમ છે જે લગભગ 90 મિનિટ ચાલશે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભારતીય-અમેરિકન સમુદાયની વિવિધતાનું પ્રદર્શન થશે. ટેક્સાસ અને સમગ્ર અમેરિકામાંથી 400 કલાકાર સામેલ થશે. જે 17 ગ્રુપ્સમાં હશે. સ્ટેડિયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં કલાકાર નોનસ્ટોપ પરફોર્મન્સ કરશે. મેગા શોને હિટ કરવા માટે 400 કલાકારોએ દિવસરાત મહેનત કરી છે. કાર્યક્રમનું બજેટ વધીને 2.4 મિલિયન ડોલર થયું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news