ચીનની ભયંકર દહેશત: માત્ર 10 દિવસમાં પાકિસ્તાનમાં TikTok પરના પ્રતિબંધનું સૂરસૂરિયું
ચીન (China) ના ફેંકેલા ટુકડાં પર જીવી રહેલા પાકિસ્તાને (Pakistan) ચીની સોશિયલ મીડિયા એપ ટિકટોક (TikTok) પર લગાવેલો પ્રતિબંધ તાબડતોબ હટાવી દીધો છે. માત્ર 10 દિવસમાં જ પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે થૂંકેલું ચાટવાનો વારો આવ્યો છે. આ અગાઉ પાકિસ્તાને અશ્લિલતા ફેલાવવાના આરોપમાં ટિકટોક પર પ્રતિબંધ લગાવ્યો હતો.
Trending Photos
ઈસ્લામાબાદ: ચીન (China) ના ફેંકેલા ટુકડાં પર જીવી રહેલા પાકિસ્તાને (Pakistan) ચીની સોશિયલ મીડિયા એપ ટિકટોક (TikTok) પર લગાવેલો પ્રતિબંધ તાબડતોબ હટાવી દીધો છે. માત્ર 10 દિવસમાં જ પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે થૂંકેલું ચાટવાનો વારો આવ્યો છે. આ અગાઉ પાકિસ્તાને અશ્લિલતા ફેલાવવાના આરોપમાં ટિકટોક પર પ્રતિબંધ લગાવ્યો હતો.
હવે બધુ એકદમ ઠીક
પાકિસ્તાનના દૂરસંચાર ઓથોરિટીએ પ્રતિબંધ હટાવવા અંગે જાણકારી આપતા કહ્યું કે, "ટિકટોકે તે તમામ યૂઝર્સના એકાઉન્ટ બ્લોક કરી દીધા છે, જે અશ્લિલતા અને અનૈતિક કાર્યોના પ્રસારમાં લિપ્ત હતા. આથી એપ પર મૂકવામાં આવેલો પ્રતિબંધ હટાવવામાં આવે છે." પાકિસ્તાન સરકારનો આ નિર્ણય દર્શાવે છે કે તેનામાં ચીન વિરુદ્ધ પગલું ભરવાનું સાહસ જ નથી. જ્યારે પાકિસ્તાને ટિકટોક પર પ્રતિબંધ મૂક્યો હતો ત્યારે જ એ સ્પષ્ટ થઈ ગયું હતું કે થોડા દિવસમાં જ આ પ્રતિબંધનું સૂરસૂરિયું થઈ જશે અને થયું પણ એવું જ.
સતત મળી રહી હતી ફરિયાદો
ટિકટોક અંગે ટેલિકોમ ઓથોરિટીને સતત ફરિયાદ મળતી હતી. ચીની એપ પર અશ્લિલતા ફેલાવવાનો આરોપ હતો. જેને ધ્યાનમાં રાખીને 10 દિવસ પહેલા જ TikTok પર પ્રતિબંધ મૂકાયો હતો. આ અંગે ઓથોરિટીએ એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે એપને અનેક મહિનાથી ચેતવણી અપાઈ રહી હતી, પરંતુ કોઈ પગલું ન ભર્યું. આથી આ એપને દેશભરમાં બ્લોક કરવાનો નિર્ણય લેવાયો છે.
પાકિસ્તાનમાં હિંમત જ નથી
ByteDance કંપનીના TikTok ને ભારત સહિત અનેક દેશો પહેલેથી પ્રતિબંધ મૂકી ચૂક્યા છે. ભારતે સરહદ વિવાદને ધ્યાનમાં રાખીને અનેક ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે અને તે હજુ પણ કાયમ છે. પરંતુ પાકિસ્તાન માટે આ હિંમત દાખવવી મુશ્કેલ છે. કારણ કે પાકિસ્તાન ચીનના ફેંકેલા ટુકડા પર જીવે છે. ચીની કંપનીઓને ત્યાં કઈ પણ કરવાની મંજૂરી છે. અત્રે જણાવવાનું કે થોડા સમય પહેલા ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરના કામમાં લાગેલા ચીની મજૂરોએ પાકિસ્તાની સૈનિક સાથે મારપીટ કરી હતી. ત્યારે પણ ઈમરાન ખાન સરકાર અને સેના ચૂપ બેઠા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે