ભારતીય સૈનિકોની શહાદત પર અમેરિકાએ સંવેદના વ્યક્ત કરી આપ્યું મહત્વનું નિવેદન

અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિઓ (Mike Pompeo) એ આજે લદાખ હિંસામાં શહીદ થયેલા ભારતીય સૈનિકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે અમે હાલમાં જ ચીન (China) સાથે થયેલી હિંસક ઝડપમાં શહીદ થયેલા ભારતીયો પ્રત્યે અમારી ઊંડી સંવેદનાઓ વ્યક્ત કરીએ છીએ. અમે શહીદ સૈનિકોના પરિવારોને હંમેશા યાદ રાખીશું. આ દુ:ખની ઘડીમાં અમે તેમની સાથે છીએ. 
ભારતીય સૈનિકોની શહાદત પર અમેરિકાએ સંવેદના વ્યક્ત કરી આપ્યું મહત્વનું નિવેદન

વોશિંગ્ટન: અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિઓ (Mike Pompeo) એ આજે લદાખ હિંસામાં શહીદ થયેલા ભારતીય સૈનિકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે અમે હાલમાં જ ચીન (China) સાથે થયેલી હિંસક ઝડપમાં શહીદ થયેલા ભારતીયો પ્રત્યે અમારી ઊંડી સંવેદનાઓ વ્યક્ત કરીએ છીએ. અમે શહીદ સૈનિકોના પરિવારોને હંમેશા યાદ રાખીશું. આ દુ:ખની ઘડીમાં અમે તેમની સાથે છીએ. 

અમેરિકાના વિદેશ મંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે એક દિવસ પહેલા જ વ્હાઈટ હાઉસે કહ્યું હતું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પૂર્વ લદાખમાં ભારતીય અને ચીની દળો વચ્ચે થયેલી ઝડપથી માહિતગાર છે અને બંને દેશો વચ્ચે મધ્યસ્થતાને લઈને અમેરિકાની કોઈ ઔપચારિક યોજના નથી. 

જુઓ LIVE TV

વ્હાઈટ હાઉસની પ્રેસ સચિવ કેલી મેકનેનીએ સરહદ પર થયેલી ઝડપ અંગે પૂછાતા કહ્યું કે, 'રાષ્ટ્રપતિને તેની જાણકારી છે. અમે પૂર્વ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતીય અને ચીની સૈન્યદળો વચ્ચેના હાલાત પર નજર રાખી રહ્યાં છીએ. જો કે ભારત અને ચીન વચ્ચે મધ્યસ્થતાની કોઈ ઔપચારિક યોજના નથી.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news