આ વખતે ભરાઈ જશે જગતના તાતની જોળી! ખેડૂતો માટે ગોલ્ડન પીરિયડ બનશે આ મહિનો

Monsoon Updates: વરસાદ અંગે સારા સમાચાર, આવખતે વહેલું આવશે ચોમાસું, જાણો કેમ આવખતે દરવખત કરતા વહેલું શરૂ થઈ શકે છે ચોમાસું. ઓવરઓલ કેવો રહેશે વરસાદ? ખેડૂતો માટે કયો મહિનો સાબિત થશે ગોલ્ડન પીરિયડ?

આ વખતે ભરાઈ જશે જગતના તાતની જોળી! ખેડૂતો માટે ગોલ્ડન પીરિયડ બનશે આ મહિનો

Gujarat Weather Updates: જગતના તાત માટે આવી ગઈ છે સૌથી મોટી ખુશખબરી. આવખતે દર વખતની સરખામણીએ ચોમાસુ વહેલુ શરૂ થઈ રહ્યું છે. જેને કારણે ખેડૂતોમાં ભારે ઉત્સાહ જણાઈ રહ્યો છે. ચોમાસુ વહેલું આવવાને કારણે વરસાદની આખી સિઝન ખેડૂતોને મળતી હોય છે. ઘણીવાર લેટ ચોમાસુ શરૂ થાય તો અડધી સિઝન કટ થઈ જતી હોય છે. જેને આપણે સાદી ભાષામાં કહીએ છીએ કે, આ વખતે તો વરસાદ ખેંચાઈ ગયો. ત્યારે ગુજરાતના ખેડૂતોને આ વખતે લોટરી લાગશે, કારણકે, વહેલું શરૂ થઈ જવાનું છે ચોમાસું.

ચોમાસું વહેલું આવવાનું શું કારણ?
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હિંદ મહાસાગરના ડીપોલ અને લા નીનાની સ્થિતિ એક સાથે સક્રિય થવાને કારણે આ વર્ષે ચોમાસું વહેલું આવી શકે છે. મોટાભાગના હવામાન મોડેલો વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર હકારાત્મક IOD તબક્કો સૂચવે છે જે પેસિફિકમાં લા નીનાની રચના સાથે એકરુપ છે. ચોમાસાની પૃષ્ઠભૂમિ સામે આ ઘટનાઓનું એક સાથે અસ્તિત્વ સૂચવે છે કે આ પરિબળો સામાન્ય રીતે જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન અનુભવાતી ચોમાસાની આત્યંતિક સ્થિતિને વધુ તીવ્ર બનાવી શકે છે.

લા નીના વિશે સ્કાયમેટે શું કહ્યું?
સ્કાયમેટના જણાવ્યા અનુસાર, 'અલ નીનો ઝડપથી લા નીનામાં બદલાઈ રહ્યો છે અને લા નીના સાથે સંબંધિત વર્ષો દરમિયાન, ચોમાસાનું પરિભ્રમણ વધુ મજબૂત બને છે.' IMD અધિકારીઓએ આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે અનુકૂળ ચોમાસા સાથે સંકળાયેલ લા નીનાની સ્થિતિ સિઝનના ઉત્તરાર્ધમાં ભારતમાં સેટ થવાની સંભાવના છે.    

ચોમાસુ વહેલું આવે તો ખેડૂતોને શું ફાયદો?
ચોમાસુ વહેલું આવવાથી ખેડૂતોને અનેક ફાયદા થતા હોય છે. ખાસ કરીને વાવેતર કર્યા પછી વરસાદની ખેંચ પણ નહીં વરતાય. આ આગાહીનો મતલબ સાફ છે કે આ ચોમાસામાં તૂટક તૂટક નહીં પરંતુ એકધારો વરસાદ પડશે અને પાકને જેવી રીતે જરૂર હોય છે તે રીતે નિયમિત વરસાદ પડશે. હવામાન વિભાગે આગાહી કરતાં કહ્યું છે કે ગુજરાત સહિત સમગ્ર દેશમાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડશે. મહિના પ્રમાણે પણ હવામાન વિભાગે વરતારો આપ્યો છે. 

આ વખતે કેવો પડશે વરસાદ?
ગુજરાત સહિત સમગ્ર દેશના ખેડૂતો માટે સૌથી મોટા અને સારા સમાચાર આવી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગે આગાહી આપી છે કે આ વર્ષે ચોમાસું નિયમિત અને સૌથી સારું રહેશે.  ભારતીય હવામાન વિભાગે આ વખતે સારામાં સારું ચોમાસું રહેવાની આગાહી કરી છે. આ વર્ષે ચોમાસામાં સરેરાશ વરસાદ 104થી 106 અને કોઈ કોઈ રાજ્યમાં સરેરાશ વરસાદ 110 ટકા પડશે. એટલું જ નહીં ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે આ વર્ષે અનિયમિત નહીં પરંતુ નિયમિત વરસાદ પડશે. 

જગતના તાત માટે ગોલ્ડન પીરિયડ બનશે આ મહિનોઃ
નિષ્ણાતોના મતે આ વર્ષે જૂન મહિનામાં 95 ટકા વરસાદ પડશે. જુલાઈ મહિનામાં 105 ટકા વરસાદ પડશે. ઓગસ્ટ મહિનામાં 98 ટકા વરસાદ પડશે. સપ્ટેમ્બર મહિનામાં 110 ટકા વરસાદ પડશે. વર્ષ 1951થી 2023ના આંકડાઓ પરથી હવામાન વિભાગની આ આગાહી કરી છે. તો ખેડૂતો માટે સારામાં સારા સમાચાર એ છે કે સારો વરસાદ પડવાનો હોવાથી ખેડૂતોનું આ વર્ષ સારું રહેશે. 

છેલ્લાં 15 વર્ષનો રેકોર્ડ તોડશે વરસાદઃ
જૂનથી સપ્ટેમ્બર સુધીના ચાર મહિનામાં 104 ટકાથી વધારે વરસાદ પડશે. જો કે દિલ્લી અને ઉત્તર પ્રદેશની ચિંતા વધારે તેવી આગાહી છે. કેમ કે, દિલ્લી અને યૂપીમાં વધારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જો કે સમગ્ર દેશમાં સરેરાશ ચોમાસું સારું રહેવાની આગાહી હોવાથી આ વખતનું ચોમાસું ભારતીય અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે. તો કુલ મળીને ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે આ વર્ષે ચોમાસામાં 104થી 110 ટકા સરેરાશ વરસાદ પડશે. અને ભારતીય હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આ વર્ષનું ચોમાસું છેલ્લાં 15 વર્ષના ચોમાસા કરતાં સારું ચોમાસું રહેશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news