આ ટેકનીકથી કરો મગની ખેતી, ધાર્યા નહીં હોય એટલાં રૂપિયા કમાશે ખેડૂતો

Agricultue News: ગુજરાતના ખેડૂતો માટે ખેતીના આ સોનેરી તક છે. ખેડૂતો અલગ અલગ ઉત્પાદનોની ખેતી કરતા હોય છે. પણ જો તમે આ વસ્તુની ખેતી કરશો તો જરૂર સારી કમાણી થશે. આ અમે નથી કહી રહ્યાં પણ કૃષિ નિષ્ણાતો પણ ખુદ એની સલાહ આપે છે. જાણો વિગતવાર...

આ ટેકનીકથી કરો મગની ખેતી, ધાર્યા નહીં હોય એટલાં રૂપિયા કમાશે ખેડૂતો

Agricultue News: ઉનાળાની સિઝન પુરી થઈ ગઈ છે. ચોમાસુ આવી ગયું છે. જોકે, વરસાદ હજુ ધીરે ધીરે ગુજરાતના એક એક જિલ્લામાં એન્ટ્રી લઈ રહ્યો છે. પરંતુ અહીં ખેડૂતો માટે એવી તક છેકે, તમે એક સાથે ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ પાકની ખેતી કરીને સારી કમાણી કરી શકો છો. આ પાક છે મગનો. જીહાં. મગની ખેતી કરવાથી ખેડૂતો અન્ય પાકોની સરખામણીએ કરી શકે છે સારી એવી કમાણી...હવે ગામડાના ખેડૂતો પણ બનશે માલામાલ, 60 દિવસમાં જ આ પાક થઈ જશે તૈયાર...

ચોમાસાના આગમનની સાથે ખેડૂતોએ પોતાના ખેતરમાં ખરીફ પાકની વાવણી કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે ખેડૂતો તેમના ખેતરમાં અનેક પ્રકારની કઠોળનું વાવેતર કરે છે, તેવામાં તેઓ વધુ નફો મેળવી શકે છે. રવિ સિઝનમાં સમગ્ર દેશમાં મગની ખેતી કરવામાં આવે છે. ગુજરાતના અનેક ખેડૂતો પણ ખરીફ સિઝનમાં મગની ખેતી કરે છે. અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેડૂતો સારો નફો મેળવી શકે છે.

મગની ખેતી કરવા માટે, ખેડૂતો જુલાઈના પ્રથમ સપ્તાહમાં તેમના ખેતરોમાં તેના બીજ વાવી શકે છે. રેતાળ અને સુકી જમીન તેની વાવણી માટે સૌથી યોગ્ય છે. આ માટે સૌ પ્રથમ ખેડૂતોએ તેમના ખેતરમાં ગાયના છાણના ખાતરનો છંટકાવ કરવો જોઈએ અને પછી તેને યોગ્ય રીતે ખેડવું જોઈએ. આ અંગે જાણીતા કૃષિ વૈજ્ઞાનિક જણાવે છે કે, જો કે રવિ સિઝનમાં સમગ્ર દેશમાં મગની ખેતી કરવામાં આવે છે. પરંતુ હજારીબાગ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો ખરીફ સિઝનમાં પણ મગની ખેતી કરે છે. અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેડૂતો સારો નફો મેળવી શકે છે.

ખેતર તૈયાર કરવા જેવી જ, સારા બિયારણની પસંદગી ખેતી માટે એટલી જ અગત્યની બાબત છે. જ્યાં સુધી ખેડૂત ખેતરમાં સારી ગુણવત્તાના બિયારણનું વાવેતર નહીં કરે ત્યાં સુધી ઉત્પાદન સારું થઈ શકતું નથી, ખેડૂત પુસા બૈસાખી અને પુસા 866 બીજનું વાવેતર કરી શકે છે. આ બંને બીજમાંથી પાક 60 થી 70 દિવસમાં તૈયાર થાય છે, જ્યારે પ્રતિ એકર 13 થી 15 કિલો બીજ યોગ્ય છે. આ દરમિયાન, તે 6 થી 8 ક્વિન્ટલ મગની દાળનું ઉત્પાદન કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news