દિવાળી પહેલા તમને મળી જશે Moratorium કેશબેક, જાણો ખાતામાં કેટલી રકમ આવશે 

6 મહિનાની લોન મોરેટોરિયમની અવધિ દરમિયાન બેંકો તરફથી વસૂલવામાં આવેલું ચક્રવૃદ્ધિ વ્યાજ (વ્યાજ પરનું વ્યાજ) તમારા ખાતામાં 5 નવેમ્બર સુધીમાં આવી જશે. RBI તરફથી આદેશ બહાર પાડી દેવાયો છે.

દિવાળી પહેલા તમને મળી જશે Moratorium કેશબેક, જાણો ખાતામાં કેટલી રકમ આવશે 

નવી દિલ્હી: 6 મહિનાની લોન મોરેટોરિયમ (Moratorium) ની અવધિ દરમિયાન બેંકો તરફથી વસૂલવામાં આવેલું ચક્રવૃદ્ધિ વ્યાજ (વ્યાજ પરનું વ્યાજ) તમારા ખાતામાં 5 નવેમ્બર સુધીમાં આવી જશે. RBI તરફથી આદેશ બહાર પાડી દેવાયો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ તમામ લોન આપનારી એજન્સીઓ, જેમાં નોન બેંકિંગ નાણાકીય કંપનીઓ પણ  સામેલ છે તેમને 1 માર્ચથી શરૂ થનારી 6 મહિનાની મુદ્દત માટે 2 કરોડ રૂપિયા સુધીના લોન પરના વ્યાજ પર વસૂલાયેલું વ્યાજ પાછું આપવાનો આદેશ આપ્યો છે. 

જો તમે હોમ લોન, એજ્યુકેશન લોન, પર્સનલ લોન કે  પછી કોઈ પણ પ્રકારની લોન લીધી છે જેની અમાઉન્ટ 2 કરોડ રૂપિયાથી ઓછી છે અને કોરોના સંકટ દરમિયાન તેની ચૂકવણી કરી હોય કે ન કરી હોય. દિવાળી પહેલા તમને સરકાર જે ડબલ વ્યાજ વસૂલાયું છે તે પાછું આપશે. 

પરંતુ હજુ બધાના મનમાં એ સવાલ છે કે તેમને કેટલા પૈસા પાછા મળશે. તો સરળ શબ્દોમાં કહીએ તો 6 મહિના (માર્ચ-ઓગસ્ટ) દરમિયાન ચૂકવવામાં આવેલા ચક્રવૃદ્ધિ વ્યાજ (Compound Interest) અને સામાન્ય વ્યાજ (Simple Interest) નું જે પણ અંતર હશે તે તમને પાછું મળશે. જેને સરળ ભાષામાં કેશબેક જ સમજો. 

ચક્રવૃદ્ધિ વ્યાજ કેલ્ક્યુલેટ કરવાનો ફોર્મ્યુલા થોડો જટિલ છે. આથી અમે તમને ફક્ત સરળ કેલ્ક્યુલેશનથી જણાવીએ છીએ કે કેટલું વ્યાજ તમને પાછું મળશે. આવો તેને ઉદાહરણથી સમજીએ.

કેટલા પૈસા પાછા મળશે

ઉદાહરણ નંબર 1

માની લો કે તમે 50 લાખ રૂપિયાની લોન લીધી છે. જેના પર 7 ટકાના હિસાબે ઈએમઆઈ ચૂકવી રહ્યા છો

કમ્પાઉન્ડ વ્યાજ કેલ્ક્યુલેશન

લોન અમાઉન્ટ-   50 લાખ
વ્યાજ-                7%
સમય મર્યાદા-      6 મહિના
કમ્પાઉન્ડ વ્યાજ-  1,77,572         

સિમ્પલ વ્યાજ કેલ્ક્યુલેશન 

લોન અમાઉન્ટ-   50 લાખ
વ્યાજ-                7%
સમય મર્યાદા-      6 મહિના
સિમ્પલ વ્યાજ-    1,75,000

કેટલું કેશબેક પાછું મળશે- કમ્પાઉન્ડ વ્યાજ- સિમ્પલ વ્યાજ 
                                         1,77,572- 1,75,000
                                           = 2572 રૂપિયા 

એટલે કે નવેમ્બર મહિનામાં ખાતામાં 2572 રૂપિયા પાછા આવશે. 

ઉદાહરણ નંબર 2

કમ્પાઉન્ડ વ્યાજ કેલ્ક્યુલેશન

લોન અમાઉન્ટ-   30 લાખ
વ્યાજ-                7.5%
સમય મર્યાદા-      6 મહિના
કમ્પાઉન્ડ વ્યાજ-  1,14,272

સિમ્પલ વ્યાજ કેલ્ક્યુલેશન

લોન અમાઉન્ટ-   30 લાખ
વ્યાજ-                7.5%
સમય મર્યાદા-      6 મહિના
સિમ્પલ વ્યાજ-     1,12,500

કેટલું વ્યાજ મળશે-   કમ્પાઉન્ડ વ્યાજ- સિમ્પલ વ્યાજ 
                                 1,14,272 -  112500
                                   = 1772 રૂપિયા 

ઉદાહરણ નંબર 3

માની લોક કે તમે 35 લાખની લોન લીધી છે. જેના પર 6.9 ટકાના હિસાબે ઈએમઆઈ ચૂકવી રહ્યા છો. 

કમ્પાઉન્ડ વ્યાજ કેલ્ક્યુલેશન

લોન અમાઉન્ટ-   35 લાખ
વ્યાજ-                6.9%
સમય મર્યાદા-      6 મહિના
કમ્પાઉન્ડ વ્યાજ-  1,22,499

સિમ્પલ વ્યાજ કેલ્ક્યુલેશન

લોન અમાઉન્ટ-   35 લાખ
વ્યાજ-               6.9%
સમય મર્યાદા-     6 મહિના
સિમ્પલ વ્યાજ-   1,20,750

કેટલું વ્યાજ મળશે- કમ્પાઉન્ડ વ્યાજ- સિમ્પલ વ્યાજ 
                               1,22,499 - 120750
                                = 1749 રૂપિયા 

આ કેલ્ક્યુલેશનથી તમને એટલો અંદાજો તો જરૂર મળી જશે કે કેટલી રકમ તમને પાછી મળશે. કેન્દ્ર સરકારની જાહેરાત બાદ મોરેટોરિયમનો લાભ લેનારા કે ન લેનારા ગ્રાહકો RBIના આદેશની રાહ જોઈ રહ્યા હતા. હવે મંગળવારે આરબીઆઈએ દેશની તમામ બેંકો અને લોન આપનારી સંસ્થાઓને આદેશ આપ્યો છે કે ગ્રાહકોને જલદી વ્યાજ પર વ્યાજની છૂટનો લાભ પહોંચાડવામાં આવે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news